Ahmedabad News : AMCના અધિકારીઓ બાઉન્સરોના સહારે, સાહેબોને જોઈએ છે ચેમ્બર બહાર બાઉન્સરો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નેતાઓ જેવી રીતે પોલીસ સાથે રાખી રોફ ઝાડવાની આદત હોય છે હવે અધિકારીઓ પણ કંઈક એજ રસ્તે આગળ વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, અમદાવાદ મહાનગર પાલિકામાં એસી ચેમ્બરમાં મહાલતા અધિકારીઓને હવે પોતાની ચેમ્બર બહાર બાઉન્સર અને ગાર્ડ રાખવાનો જાણે કે શોખ જાગ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
AMC ના અધિકારીઓ બાઉન્સરોના સહારે
અધિકારીને આખરે એવો તો કયો ડર સતાવી રહ્યો છે કે, અધધ કહી શકાય એટલા બાઉન્સરો રાખવા પડી રહ્યા છે અને તેની પાછળ વર્ષે 25 કરોડનું આંધણ કરવું પડી રહ્યું છે, જીહા અમદાવાદ મહાનગર પાલિકામાં ફરજ બજાવતા અધિકારીઓને હવે જાણે કે બાઉન્સર રાખવાનો ચસ્કો ચઢ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, મહાનગર પાલિકામાં જ્યાં જુઓ ત્યાં બાઉન્સર અને ગાર્ડ નજરે પડે મનપા સંચાલિત હોસ્પિટલમાં જાઓ, કચેરીઓએ જાઓ કે પછી કોઈપણ અધિકારીની ચેમ્બર બહાર નજર કરો એટલે બાઉન્સર રાજ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે સવાલ ચોક્કસ થાય કે આખરે અધિકારીઓને બાઉન્સર રાખવાની જરૂર કેમ ઉભી થઇ આખરે એવો તો કયો ડર સતાવી રહ્યો છે કે ચેમ્બર બહાર બાઉન્સર રાખવા પડે છે ? અત્યાર સુધીની સ્થિતિ જોઈએ તો ચોક્કસ કેટલાક કારણો સામે આવે છે
અધિકારીઓને ડર સતાવે છે કારણ કે લોકો આવે છે રોડની ફરિયાદ લઈને
અધિકારીઓને ડર સતાવે છે કારણ કે લોકો આવે છે ગટરની ફરિયાદ લઈને
અધિકારીઓને ડર સતાવે છે કારણ કે લોકો આવે છે પીવાના પાણીની ફરિયાદ લઈને
અધિકારીઓને ડર સતાવે છે કારણ કે લોકો આવે છે ચોમાસામાં પાણી ભરાવાની ફરિયાદ લઈને
અધિકારિઓને ડર સતાવે છે કારણ કે લોકો આવે છે સ્ટ્રીટ લાઇની ફરિયાદ લઈને
અધિકારીઓને ડર સતાવે છે કારણ કે લોકો આવે છે રખડતા ઢોરનું ફરિયાદ લઈને
અધિકારીઓને ડર સતાવે છે કારણ કે લોકો આવે છે રખડતા કૂતરાઓની ફરિયાદ લઈને
અધિકારીઓને ડર સતાવે છે કારણ કે લોકો આવે છે ભુવા અને ખાડા પાડવાની ફરિયાદ લઈને
AMCની મુખ્ય 8 કચેરી છે
આવા તો અનેક કારણ હશે કે જે પોતાના ટેકસ ચૂકવ્યા બાદ પણ સામાન્ય સુવિધા નથી મળતી તેની રજૂઆત માટે ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે ટેક્ષ ચુકવનારો નાગરિક પોતાના પ્રશ્નો લઈને અધિકારી પાસે પહોંચે તો આખરે તેને સાંભળવામાં કેમ એટલો ડર સતાવે છે અને બાઉન્સર રાખવા પડી રહ્યા છે, આમ તો AMCની મુખ્ય 8 કચેરી છે અને 5 હોસ્પિટલ છે જેમાં સંદેશ ન્યુઝ રિયાલિટી ચેક માટે પહેલા પહોચ્યું હતું સેન્ટ્રલ ઓફિસ જ્યાં કમિશનર અને ડેપ્યુટી કમિશનર બેસે છે ત્યાં બાઉન્સર રાજ નજરે પડ્યું હતું 2 બાઉન્સર હતા
દક્ષિણ પશ્ચિમ ઝોન ઓફિસમાં બાઉન્સરની સૌથી વધારે દાદાગીરી
તો જે જગ્યા એટલે કે દક્ષિણ પશ્ચિમ ઝોન ઓફિસમાં બાઉન્સરની સૌથી વધારે દાદાગીરી હોય છે ત્યાં અમે રિયાલિટી ચેક કર્યું તો માલૂમ પડ્યું હતું કે ડેપ્યુટી કમિશનર બેસે છે ત્યાં પહેલા 3 બાઉન્સર રહેતા હતા પરંતુ હવે સાહેબ માત્ર ઓફિસ બહાર 1 બાઉન્સર રાખે છે જ્યારે અન્ય બાઉન્સર અને સિક્યુરિટી પ્રવેશ દ્વાર પર હોય છે.તો વીએસ હોસ્પિટલ કે જ્યાં હજારો દર્દીઓની અવરજવર રહેતી હોય છે ત્યાં જેવો સંદેશ ન્યુઝ નો કેમેરો ચાલુ થયો કે બાઉન્સર ને જ્ઞાન લાધ્યું કે લોકોને નાં રોકવા જોઈએ અને સરળતાથી પ્રવેશ આપવામાં આવતો હતો પરંતુ મીડિયા ને પ્રવેશ માટે મંજૂરી નથી આપવામાં આવતી.
બાઉન્સરો દાદાગીરી પર ઉતરી આવે છે
સામાન્ય માણસ પોતાની ફરિયાદ કે રજૂઆત કરવા જાય છે ત્યારે આ બાઉન્સરો દાદાગીરી પર ઉતરી આવે છે અને લોકોને ધમકાવે છે અને હડસેલી પણ દે છે ત્યારે સવાલ એ પણ થાય છે કે આખરે બાઉન્સર રાખવામાં આવ્યા છે તેની કામગીરી શું ત્યારે જે પોલીસનું કામ છે તે કામ બાઉન્સર કરી રહ્યા છે કે, જે માત્ર સલામતી વ્યવસ્થા માટે છે AMC તો હવે દબાણ હટાવવાની કામગીરી કરવા જાય ત્યારે પણ બાઉન્સર સાથે રાખે છે અને આ બાઉન્સરો ગુંડાગીરી પર ઉતરી આવે છે જેને લઈને અનેક ફરિયાદો પણ મનપાને મળી છે પરંતુ જ્યાં નિર્ણય આજ અધિકારીઓને કરવાનો હોય તો પછી કેવી રીતેતેની સામે પગલાં લેશે.
મહાનગર પાલિકા દ્વારા છેલ્લા 10 વર્ષથી બાઉન્સર પ્રથા શરુ કરી છે
તો બીજી તરફ વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે, અધિકારીને જાણે કે પોતાની ચેમ્બરમાં કાળું નાણું છુપાવ્યું હોય અને તેના કારણે ડરી રહ્યા હોય તેમ દરેક અધિકારીઓને ચેમ્બર બહાર બાઉન્સર ઉભા રાખી દેવામાં આવે છે મહાનગર પાલિકા દ્વારા છેલ્લા 10 વર્ષથી બાઉન્સર પ્રથા શરુ કરી છે મહાનગર પાલિકા દ્વારા અલગ અલગ 12 એજન્સીને કોન્ટ્રક્ટ આપી 1851 જેટલા બાઉન્સર અને ગાર્ડ ને કોન્ટ્રક્ટ પર રાખવામાં આવી રહ્યા છે જેના પાછળ 10 વર્ષમાં 244 કરોડ 84 લાખ નો ખર્ચ મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવ્યો છે અધિકારીઓ પર આરોપ લગાવતા કહ્યું છે કે પોતાના લગતા વળગતા ને કોન્ટ્રાકટ મળે તેના માટે મન ફાવે તે રીતે નિયમો બદલી દેવામાં આવી રહ્યા છે અને મળતિયાઓને સાચવવામાં આવી રહ્યા છે.
કોઈ પણ સરકારી કચેરીમાં આ પ્રકારે બાઉન્સર ક્લચર ના હોવું જોઈએ
તો બીજી તરફ લોકો કહી રહ્યા છે કે આખરે ટેકસના પૈસે નોકરી કરતા અધિકારીઓને ટેકસ પેયર જ જયારે રજૂઆત માટે જાય તો એટલો ડર કેમ લાગે છે ગુંડાગીરી પર ઉતારી આવતા બાઉન્સરો ને કેમ રાખવા પડી રહ્યા છે કોઈ પણ સરકારી કચેરીમાં આ પ્રકારે બાઉન્સર ક્લચર ના હોવું જોઈએ લોકોને જો સમસ્યા હશે તો આખરે તે કોને રજુઆત કરવા માટે જશે ? આમ અમદાવાદ મહાનગર પાલિકા કચેરીમાં કામ કરતા અધિકારીઓ કે જે પોતાને સર્વે સર્વ સમજી બેઠેલા કેટલાક અધિકારીઓને આ શહેરના નાગરિકો મુક્ત મને અધિકારીઓને મળી શકે અને રજૂઆત કરી શકે તેવું વાતાવરણ ઉભું કરવું જરૂરી છે નહિ કે બાઉન્સરોની દાદાગીરી બતાવી રોફ જમાવવો જોઈએ.
What's Your Reaction?






