Ahmedabad News: AMCની મેગા ડિમોલિશન ડ્રાઈવ, મોટેરામાં રોડ પહોળો કરવા 70થી વધુ દુકાનો પર ચાલ્યું બુલડોઝર

Jul 9, 2026 - 17:00
Ahmedabad News: AMCની મેગા ડિમોલિશન ડ્રાઈવ, મોટેરામાં રોડ પહોળો કરવા 70થી વધુ દુકાનો પર ચાલ્યું બુલડોઝર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગુરુવારે શહેરના મોટેરા વિસ્તારમાં એક મોટી મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. રી-ટીપી અમલીકરણ અને 61 મીટરના રોડને પહોળો કરવાની અમદાવાદ મનપાની યોજના અંતર્ગત આ કડક કાર્યવાહી શરૂ કરાઈ છે. સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી લઈને ડીમાર્ટ સુધીના મુખ્ય માર્ગ પર આવેલી કોમર્શિયલ મિલકતો અને ગેરકાયદે બાંધકામોને બે જેસીબી સહિતની ભારે મશીનરીની મદદથી તોડી પાડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 70થી વધુ દુકાનો પર અમદાવાદ મનપાનું બુલડોઝર ફરી વળ્યું છે.

કુલ 100 એકમો નિશાન પર, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

આ સમગ્ર રોડ વાઈડનિંગની કામગીરી અંતર્ગત તંત્ર દ્વારા અગાઉ જ ૫૨થી વધુ કોમર્શિયલ મિલકતોને કાયદેસરની નોટિસો ફટકારવામાં આવી હતી. આ વિસ્તારમાં નાના-મોટા કુલ 100 જેટલા વ્યાપારી એકમો સામે ડિમોલિશનની કાર્યવાહી થવાની છે. અમદાવાદ મનપાની આ આક્રમક કાર્યવાહીને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ અને ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારીઓના સંભવિત વિરોધ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે ઘટના સ્થળે અગાઉથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Ahmedabad News: Motera Demolition Drive: AMC Destroys Over 70 Shops for Road Widening

દુકાનદારોની વળતરની માગ: AMCનો ઈનકાર

બીજી તરફ, આ ડિમોલિશનના કારણે જે વેપારીઓની રોજગારી છીનવાઈ ગઈ છે, તેઓ તંત્ર પાસે યોગ્ય વળતર અથવા વૈકલ્પિક જગ્યાની માગ કરી રહ્યા છે. વેપારીઓનો આક્ષેપ છે કે, આ પ્રકારની ઓચંતી કાર્યવાહીથી તેમને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. જોકે, આ મામલે અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશોએ સ્પષ્ટતા કરી છે કે ટાઉન પ્લાનિંગ અને રોડ વાઈડનિંગના નિયમો અનુસાર, આ કેસમાં કોઈ પણ પ્રકારનું વળતર મળવાપાત્ર થતું નથી. નિયમોને આધીન રહીને જ આ સમગ્ર કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

Ahmedabad News: Motera Demolition Drive: AMC Destroys Over 70 Shops for Road Widening


આ પણ વાંચો - Ahmedabad News: AMCએ ટ્રાફિકનો ભંગ કરનારા 18 ડ્રાઈવરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0