Ahmedabad News : AMCની ફરિયાદ નિવારણ પ્રણાલી AIથી સજ્જ બનશે, ફરિયાદોનો નિકાલ કર્યા વિના તેને ક્લોઝ નહીં કરી શકાય
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ કોર્પોરેશનમાં પડતર ફરિયાદો માટે સાપ્તાહિક રિપોર્ટ બનશે અને CCRS-2 પ્રોજેક્ટ હેઠળ 24 કલાક ફરિયાદ નોંધાશે, વોટ્સએપ, એપ, વેબ પોર્ટલથી ફરિયાદ નોંધાવી શકાશે અને સો.મીડિયા, SMS, MAILથી પણ ફરિયાદ નોંધાશે.
ફરિયાદો માટે વીકલી રિપોર્ટ્સ અને ઓટોમેટિક એલર્ટ જનરેટ કરશે
AMC દ્વારા પૂરી પાડવામાં આવતી પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ, વગેરે જેવી માળખાકીય સુવિધાઓ અંગે નાગરિકોની ફરિયાદો નિવારવા માટે શરૂ કરવામાં આવેલ સર્વગ્રાહી ફરિયાદ નિવારણ પ્રણાલી એટલે કે કોમ્પ્રેહેન્સિવ કમ્પ્લેઈન રિડ્રેસલ સિસ્ટમને હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી અદ્યતન બનાવાશે. જેના પરિણામે નાગરિકોની ફરિયાદોનો નિકાલ કર્યા વિના ફરિયાદોને 'ક્લોઝ' કરી દઈ શકાશે નહીં ડેશબોર્ડ વારંવાર આવતી કે લાંબા સમયથી પડતર ફરિયાદો માટે વીકલી રિપોર્ટ્સ અને ઓટોમેટિક એલર્ટ જનરેટ કરશે.
એનાલિટિક્સ ડેશબોર્ડ અને એઆઈ આધારિત સંવાદ શક્ય બનશે
આમ ફરિયાદોનો નિકાલ કર્યા વિના નાગિરકોને ઉઠાં ભણાવવાનુ શક્ય બનશે નહીં. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટી મારફતે સીસીઆરએસ ૨.૦ પ્રોજેક્ટ અંતર્ગત મ્યુનિ.ની ડિજિટલ ગવર્નન્સ સિસ્ટમ સાથે એપીઆઈ આધારિત સંકલન દ્વારા કામ કરશે અને સ્માર્ટ ટોઈલેટ ડેશબોર્ડ, સ્માર્ટ સ્ટ્રીટ લાઈટ ડેશબોર્ડ, વોટર સ્કાડા સિસ્ટમ, પ્રોપર્ટી ટેક્સ સિસ્ટમ, ઓનલાઈન ટિકિટિંગ સિસ્ટમ, ફાયર એનઓસી સિસ્ટમ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ડ્રેનેજ સિસ્ટમ, અમદાવાદ-સેવા મોબાઈલ એપ વિવિધ સિસ્ટમ્સ સાથે જોડાશે. આ એકીકૃત પ્લેટફોર્મ દ્વારા ફરિયાદ નોંધણી, ટ્રેકિંગ, એનાલિટિક્સ ડેશબોર્ડ અને એઆઈ આધારિત સંવાદ શક્ય બનશે. સીસીઆરએસ-૨ પ્રોજેક્ટ હેઠળ ૨૪ કલાક ફરિયાદ નોંધાશે
સીસીઆરએસ ૨.૦નો મુખ્ય આધાર એક સંપૂર્ણ વર્કફલો મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ નાગરિકોની ફરિયાદો નોંધાશે અને સંભંધિત વિભાગને પહોંચાડશે અને ફરિયાદનાં નિકાલ માટે શું કાર્યવાહી થઇ રહી છે તેની પ્રગતિ ટ્રેક કરે છે અને સમયસર ઉકેલ આવ્યો કે નહિ તેની ચકાસણી કરશે તેમજ ડેશબોર્ડ વારંવાર આવતી કે લાંબા સમયથી પડતર ફરિયાદો માટે વીકલી રિપોર્ટ્સ અને ઓટોમેટિક એલર્ટ જનરેટ કરશે. અદ્યતન સીસીઆરએસમાં એડવાન્સ આઈવીઆર સિસ્ટમનો ઉપયોગ (૨૫ ચેનલ કે જેનું રેકોડિંગ અને ૫૦ ચેનલ સુધી વિસ્તરણની ક્ષમતા), વોટ્સએપ ચેટબોટ, મોબાઈલ એપ્લિકેશન, વેબ પોર્ટલ, સોશિયલ મીડિયા ઈન્ટીગ્રેશન, એસએમએસ, ઈમેલ, વોર્ડ ઓફિસ વોક-ઈન સહિતના માધ્યમો દ્વારા ફરિયાદ નોંધાવી શકાશે અને આ માહિતી એનાલિસ્ટિક ડેશબોર્ડ, જીઆઈએસ મેપ્સ, એઆઈ ચેટબોટ અને મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ સિસ્ટમમાં પહોંચશે. આ પ્રોજેક્ટ હેઠળ જે તે એજન્સી પાંચ વર્ષ સુધી ઓપરેશન્સ-મેઈન્ટેનન્સ,૨૪ કલાક કોલ સેન્ટર સેવા ચાલુ રાખવાની સાથે ટેકનિકલ સ્ટાફની નિમણક કરાશે.
આ પણ વાંચો : Surat News : સુરત કોર્પોરેશનમાં અગ્ર સચિવ મિલિંદ તોરવણે વહીવટદાર તરીકે નિમાયા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

