Ahmedabad News: AMCએ ટ્રાફિકનો ભંગ કરનારા 18 ડ્રાઈવરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા

Jul 9, 2026 - 17:00
Ahmedabad News: AMCએ ટ્રાફિકનો ભંગ કરનારા 18 ડ્રાઈવરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુસાફરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.શહેરમાં દોડતી AMTS અને BRTS બસોના કુલ 13 ડ્રાઈવરો સામે શિસ્તભંગ અને નિયમોના ઉલ્લંઘન બદલ કોર્પોરેશન દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.ટ્રાફિકના નિયમોનો સરેઆમ ભંગ કરવા બદલ તંત્ર દ્વારા આ તમામ 13 ડ્રાઈવરોને તાત્કાલિક અસરથી નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ડ્રાઈવરોની ગંભીર બેદરકારીઓ જવાબદાર

સસ્પેન્ડ કરાયેલા ડ્રાઈવરો સામે નિયત બસ સ્ટોપ પર બસ ન ઊભી રાખવી,બસ અધવચ્ચે દોડાવવી તેમજ મુસાફરો સાથે અયોગ્ય અને તોછડું વર્તન કરવા અંગેની ગંભીર ફરિયાદો ઉઠી હતી.આ ઉપરાંત,શહેરીજનોના જીવના જોખમે બેદરકારીપૂર્વક બસ ચલાવવા અને અકસ્માત સર્જવા બદલ પણ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલ આંખ કરી છે અને ડ્રાઈવરો સામે આકરા પગલાં ભર્યા છે.આ કાર્યવાહી પાછળ ડ્રાઈવરોની ગંભીર બેદરકારીઓ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. 

કોર્પોરેશને સ્પષ્ટ અને કડક સંદેશ આપ્યો

આ કડક કાર્યવાહી દ્વારા કોર્પોરેશને સ્પષ્ટ અને કડક સંદેશ આપ્યો છે કે AMTS અને BRTS સેવામાં કોઈપણ પ્રકારની શિસ્તહીનતા કે બેદરકારી સહેજ પણ ચલાવી લેવામાં આવશે નહીં. મુસાફરોની સુરક્ષા એ તંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.આગામી સમયમાં પણ જો કોઈ ડ્રાઈવર કે કર્મચારી નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે આ જ પ્રકારે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે, જેથી પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વધુ સુરક્ષિત અને સુદ્રઢ બની શકે.

આ પણ વાંચોઃ Bharuchના અંકલેશ્વરમાં તંત્રની ઘોર નિંદ્રા: યુવાનના મોત બાદ પણ રખડતા ઢોરનો આતંક યથાવત



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0