Ahmedabad News: સ્કૂલમાં ચાલુ ક્લાસમાં ચોથા ધોરણના વિદ્યાર્થીએ I LOVE YOU લખેલી ચિઠ્ઠી વિધાર્થિની સામે ફેંકી

Sep 22, 2026 - 08:30
Ahmedabad News: સ્કૂલમાં ચાલુ ક્લાસમાં ચોથા ધોરણના વિદ્યાર્થીએ I LOVE YOU લખેલી ચિઠ્ઠી વિધાર્થિની સામે ફેંકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં CTM વિસ્તારની બ્રાઈટ અંગ્રેજી મીડીયમ સ્કૂલમાં ધોરણ 4માં અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થીએ આઈ લવ યુ લખેલી ચિઠ્ઠી એક વિદ્યાર્થિની સામે ફેંકી હતી.જે શિક્ષક પાસે પહોંચતા જ શિક્ષક અને પ્રિન્સિપાલે વિદ્યાર્થીને ઠપકો આપી ફૂટ પટ્ટી મારી હતી. આ અંગે વિદ્યાર્થીના માતા-પિતાને જાણ થતા શિક્ષક અને પ્રિન્સિપાલ સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

શિક્ષક અને આચાર્ય સામે પોલીસ ફરિયાદ

સીટીએમ વિસ્તારમાં આવેલી બ્રાઈટ ઈંગ્લીશ શાળાના ચોથા ધોરણમાં ભણતા 9 વર્ષના સગીર તેના ક્લાસમાં ભણતી વિદ્યાર્થિની પર આઈ લવ યુ લખેલી ચિઠ્ઠી ફેંકવાના આક્ષેપો થયા હતા.જે ચીઠ્ઠી વર્ગ શિક્ષિકાને મળતા તેમણે સગીરની પૂછપરછ કરીને કૂટપટ્ટીથી માર માર્યો હોવાના આક્ષેપો પરિવારે લગાવ્યા છે.સગીરે ઘરે જઈ સમગ્ર બાબત તેની માતાને જણાવતા તેમણે રામોલ પોલીસ સ્ટેશનમાં શિક્ષિકા અને શાળાના પ્રિન્સિપાલ સામે સગીર સાથે અમાનુષી વર્તન અને માર મારવા બદલ ફરિયાદ કરી હતી.રામોલ પોલીસ સ્ટેશનમાં શિક્ષિકા અને શાળાના પ્રિન્સિપાલ પર જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

શાળા પૂર્ણ થયા બાદ બાળક અત્યંત ગભરાયેલો હતો

શાળા પૂર્ણ થયા બાદ બાળક અત્યંત ગભરાયેલો હતો અને પોતાના ઘરે પહોંચ્યો હતો.ઘરે પહોંચતા જ માનસિક રીતે ડરી ગયેલા બાળકે પોતાની જાતને એક રૂમમાં પૂરી દીધી હતી.બાળકના આ અસામાન્ય વર્તનથી માતા-પિતા ચિંતામાં મુકાઈ ગયા હતા અને તેમણે રૂમનો દરવાજો ખોલાવી પૂછપરછ શરૂ કરી હતી.'સ્માર્ટફોન, શોર્ટ વીડિયો, સોશિયલ મીડિયા રીલ્સ, વેબ સિરીઝ અને એડિંગ એપ્સના સતત સંપર્કને કારણે નાની ઉંમરના બાળકો પણ પ્રેમ, રિલેશનશિપ,I Love You, બ્રેકઅપ જેવા શબ્દો અને વર્તનથી વહેલા પરિચિત થઈ રહ્યા છે. 

બાળક આવા શબ્દોનો અર્થ સંપૂર્ણ રીતે સમજતું પણ નથી

નિષ્ણાંતો કહે છે કે બાળક ઘણી વખત આવા શબ્દોનો અર્થ સંપૂર્ણ રીતે સમજતું પણ નથી,પરંતુ તે સ્ક્રીન પર જોયેલું વર્તન નકલ કરે છે.મનોવૈજ્ઞાનિકો અને નિષ્ણાંતોનું શું કહેવું છે? મનોવૈજ્ઞાનિકોના મતે, આ ઉંમરે બાળકોમાં 'રોમેન્ટિક લવ' કે સંબંધોની કોઈ સમજ હોતી નથી. તેઓ જે જુએ છે તે જ શીખે છે અને તેની નકલ કરે છે.વાલીઓ બાળકોને શાત રાખવા કે જમાડવા માટે મોબાઈલ આપે છે, જેનાથી બાળક અજાણતાં જ વય-મર્યાદા બહારનું કન્ટેન્ટ જોવા લાગે છે.

આ પણ વાંચોઃ Ahmedabad ગ્રામ્ય પોલીસની મોટી સફળતા, 'બોસ સ્કેમ'માં ગવાયેલા રૂ. 3 કરોડમાંથી 2.88 કરોડ ટ્રેસ કરી પરત અપાવ્યા



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0