Ahmedabad News: શહેરમાં દિલજીત દોસાંજના કોન્સર્ટને NOC મળી નથી, મંજૂરી વિના જ ટિકિટો વેચવાનું શરૂ

Nov 17, 2026 - 18:00
Ahmedabad News: શહેરમાં દિલજીત દોસાંજના કોન્સર્ટને NOC મળી નથી, મંજૂરી વિના જ ટિકિટો વેચવાનું શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં યોજાનાર દિલજીત દોસાંજના કોન્સર્ટના આયોજનને લઈને ભારે ચર્ચા જાગી છે.આ કોન્સર્ટના આયોજન માટે તંત્ર પાસેથી જરૂરી એનઓસી લેવાની પ્રક્રિયા હજુ સુધી પૂર્ણ થઈ શકી નથી.નિયમ મુજબ કોઈપણ મોટા જાહેર કાર્યક્રમ માટે વહીવટી તંત્રની પરવાનગી અનિવાર્ય હોય છે,પરંતુ આ કેસમાં તંત્રની આખરી મંજૂરી બાકી હોવા છતાં આયોજકો દ્વારા ટિકિટનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.આયોજકોએ એનઓસી મેળવવા માટે તંત્ર સમક્ષ અરજી કરી દીધી છે,પરંતુ સત્તાવાર રીતે પરવાનગી પત્ર મળ્યા પહેલાં જ ટિકિટોનું વિતરણ શરૂ થઈ જતાં સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો છે.

સ્થળની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે

તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને નિયમાનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કોન્સર્ટના સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા સ્થળની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે.ખાસ કરીને કાર્યક્રમ સ્થળે ઊભા કરવામાં આવનારા સ્ટેજની મજબૂતી અને બનાવટની તપાસ કરવામાં આવશે.આ ઉપરાંત,કોઈ કટોકટીની સ્થિતિ ઊભી થાય તો લોકો સુરક્ષિત બહાર નીકળી શકે તે માટે ઇમરજન્સી એક્ઝિટની યોગ્ય ચકાસણી પણ તંત્રની ટીમ દ્વારા હાથ ધરાશે.વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી સમગ્ર પરિસર અને સુરક્ષા વ્યવસ્થાની સંપૂર્ણ સમીક્ષા નહીં થાય ત્યાં સુધી આયોજકોને મંજૂરી આપવામાં આવશે નહીં.

માપદંડો પૂર્ણ થયા બાદ જ આગળનો નિર્ણય લેવાશે

તમામ સુરક્ષા માપદંડો પૂર્ણ થયા બાદ જ આગળનો નિર્ણય લેવાશે. કોન્સર્ટમાં સુરક્ષા જાળવવા અંગે આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે કાર્યક્રમ દરમિયાન 2000થી વધુ ખાનગી બાઉન્સર અને સિક્યુરિટી તૈનાત કરવામાં આવશે. આટલી મોટી સંખ્યામાં ખાનગી સુરક્ષા કર્મીઓ તૈનાત કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવાશે નહીં.સ્ટેજથી લઈને ઇમરજન્સી એક્ઝિટ સુધીની તમામ સુરક્ષા વ્યવસ્થાઓની ચકાસણી બાદ જ એનઓસી અંગે આખરી નિર્ણય લેવાશે.જ્યાં સુધી તંત્ર તરફથી સત્તાવાર મંજૂરી નહીં મળે ત્યાં સુધી કાર્યક્રમના આયોજન અંગે અનિશ્ચિતતા યથાવત્ રહેશે.

આ પણ વાંચોઃ Ahmedabad News: પબુભા માણેકના નિવેદન બાદ પાટીદાર સમાજ મેદાનમાં, વરુણ પટેલે કહ્યું, એકલા હાથે ચૂંટણી લડી બતાવો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0