Ahmedabad News: રેડબુલ એનર્જી ડ્રિંક પીધા બાદ ચીલઝડપ અને વાહનચોરી કરતો કિશોર ઝડપાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેર LCB ઝોન-5ની ટીમે બાતમીના આધારે ખોખરા વિસ્તારમાંથી કાયદાના સંઘર્ષમાં આવેલા એક શાતિર કિશોરની અટકાયત કરી છે.પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી કિશોર પાસેથી રોકડા રૂપિયા 10 હજાર અને ચોરીનું હોન્ડા એક્ટિવા મળીને કુલ રૂપિયા 40 હજારનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.પોલીસની આ કાર્યવાહીથી અમદાવાદ શહેરના બે વણશોધાયેલા ગુનાઓનો ઉકેલ આવ્યો છે.
21 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂકેલા છે
જેમાં બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાની રોકડ રકમ ઝૂંટવી લેવાનો સ્નેચિંગનો ગુનો તેમજ ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક્ટિવા ચોરી કરવાનો વાહનચોરીનો ગુનો ડિટેક્ટ થયો છે.પોલીસ તપાસમાં કિશોરની ગુનાહિત પૃષ્ઠભૂમિ અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે.કાયદાના સંઘર્ષમાં આવેલા આ કિશોર વિરુદ્ધ અગાઉથી જ અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનોમાં વાહનચોરી,ચીલઝડપ અને ઉઠાંતરી જેવા 21 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂકેલા છે.
પાર્ક કરેલા વાહનોની ચોરી કરી ભાગી છૂટતો હતો
કિશોરની મોડસ ઓપરેન્ડી અંગે પોલીસે ખુલાસો કર્યો છે કે તેને કોઈપણ ગુનો આચરતા પહેલાં રેડબુલ એનર્જી ડ્રિંક પીવાની આદત હતી.તે બજારમાં શાકભાજી અને ફળોની લારીઓ ચલાવતા નાના વેપારીઓને પોતાનો સોફ્ટ ટાર્ગેટ બનાવતો હતો.ભીડભાડ વાળી જગ્યાઓનો લાભ ઉઠાવી, વેપારીઓની નજર ચૂકવીને કેશબેગ ઝૂંટવીને ફરાર થઈ જતો અથવા તો રોડ પર પાર્ક કરેલા વાહનોની ચોરી કરી ભાગી છૂટતો હતો.હાલમાં LCB ઝોન-5 ની ટીમે કિશોરની વધુ અટકાયત કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે અને શહેરના અન્ય વણશોધાયેલા ગુનાઓમાં તેની સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ તેજ કરી છે.
આ પણ વાંચોઃ Surendranagar News: લીંબડી DySPની ટીમે વેજલકાની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

