Ahmedabad News : જોધપુરમાં દુષ્કર્મ કેસના આરોપી સામે ઝડપથી ચાર્જશીટ ફાઈલ કરાશે, સિક્યુરિટી કંપની સામે કાર્યવાહી થશે

Aug 9, 2026 - 14:00
Ahmedabad News : જોધપુરમાં દુષ્કર્મ કેસના આરોપી સામે ઝડપથી ચાર્જશીટ ફાઈલ કરાશે, સિક્યુરિટી કંપની સામે કાર્યવાહી થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરના પોશ ગણાતા જોધપુર ગામ વિસ્તારમાં મહિલા સુરક્ષાને શર્મસાર કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. જોધપુર ગામ ખાતે આવેલા એક ફ્લેટના ધાબા પર બેઠેલી 23 વર્ષીય યુવતીને એકલતાનો લાભ ઉઠાવીને ત્યાં જ ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડે પોતાની હવસનો શિકાર બનાવી હતી. ધાબા પર અચાનક પહોંચેલા સિક્યુરિટી ગાર્ડે યુવતી પર દુષ્કર્મ આચરતાં સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે અને સ્થાનિક રહીશોમાં આક્રોશ વ્યાપી ગયો છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડ્યો હતો.  

આરોપી પીડિતાને ધાબા પર જ લોક કરી ભાગી ગયો 

અમદાવાદના જોધપુર વિસ્તારમાં PGમાં ભાડેથી રહેતી એક યુવતી પર સિક્યુરિટી ગાર્ડ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવતાં સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે.આ ગંભીર બનાવ અંગે માહિતી આપતાં JCP નિરજ બડગુજરે જણાવ્યું હતું કે,આરોપી સિક્યુરિટી ગાર્ડે યુવતીનું ગળું દબાવીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.દુષ્કર્મ આચર્યા બાદ આરોપી ટેરેસનો દરવાજો બહારથી બંધ કરીને પીડિતાને ધાબા પર જ લોક કરી ભાગી ગયો હતો.બાદમાં પીડિતાએ બૂમાબૂમ કરતાં સ્થાનિક લોકો તેની મદદે દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે ત્વરિત 10થી વધુ અલગ-અલગ ટીમો બનાવી સમગ્ર રૂટના CCTV ફુટેજ તપાસી સઘન શોધોળ હાથ ધરી હતી. 

આરોપી ધરમસિંહને હેબતપુર પાસેથી ઝડપી પાડ્યો 

ટેકનિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે પોલીસે આરોપી ધરમસિંહને હેબતપુર પાસેથી ઝડપી પાડ્યો હતો.પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી છેલ્લા 4 વર્ષથી અલગ-અલગ સિક્યુરિટી એજન્સીઓમાં કામ કરતો હતો અને A વન સિક્યુરિટીમાં માત્ર છેલ્લા 4 દિવસથી જ નોકરી પર જોડાયો હતો. પોલીસ તપાસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે એજન્સી દ્વારા કોઈપણ પ્રકારના પોલીસ વેરિફિકેશન વગર જ આરોપીને ગાર્ડ તરીકે તૈનાત કરવામાં આવ્યો હતો.આ બેદરકારી બદલ સિક્યુરિટી કંપની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ JCPએ સ્પષ્ટ કર્યું હતું.તેમણે તમામ સિક્યુરિટી એજન્સીઓને યોગ્ય વેરિફિકેશન અને તપાસ કર્યા બાદ જ કર્મચારીઓને કામ પર રાખવા તાકીદ કરી છે.પોલીસે આ કેસની ઝડપથી ચાર્જશીટ રજૂ કરી આરોપીને કડકમાં કડક સજા અપાવવાની ખાતરી આપી છે.

આ પણ વાંચોઃ Anand News: ખંભાત ગ્રામ્ય પોલીસે ચાર દિવસ બાદ ભાજપ યુવા મોરચાના સભ્ય સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0