Ahmedabad News: ચાંદખેડાની મિસ્ટીના મોતના રહસ્ય પરથી પડદો ઉઠ્યો, જાણો કારણ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં થોડા સમય પહેલા 3 વર્ષની માસૂમ બાળકી મિસ્ટી પ્રજાપતિના થયેલા આકસ્મિક મૃત્યુના કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. બાળકીના પોસ્ટ મોર્ટમ (PM) રિપોર્ટમાં તેના મોતના કારણો સામે આવ્યા છે, જેમાં ઘાતક બેક્ટેરિયલ ઇન્ફેક્શન જવાબદાર હોવાનું ખુલ્યું છે.
‘એશિનોબેક્ટર બાઉમાની’ બેક્ટેરિયાએ લીધો જીવ
તબીબી પરીક્ષણમાં સામે આવ્યું છે કે, મિસ્ટીના શરીરમાં “Acinobacter Baumanii” (એશિનોબેક્ટર બાઉમાની) નામનો અત્યંત જોખમી બેક્ટેરિયા મળી આવ્યો હતો. આ બેક્ટેરિયાના કારણે બાળકીના શરીરમાં ગંભીર પ્રકારનો ચેપ ફેલાયો હતો. આ ચેપને કારણે તબીબી ભાષામાં સેપ્ટિસીમિયા (Septicemia) ની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં ઝેરી અસર લોહી મારફતે આખા શરીરમાં પ્રસરી ગઈ હતી.
ફેફસામાં પાણી ભરાયા અને હૃદયે કામ કરવાનું બંધ કર્યું
પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અનુસાર, આ ચેપની અસર બાળકીના મુખ્ય અંગો પર ખૂબ જ ગંભીર રીતે થઈ હતી. સેપ્ટિસીમિયાને કારણે બાળકીના ફેફસામાં સોજો આવી ગયો હતો અને તેમાં પાણી ભરાઈ ગયું હતું. આ સ્થિતિને લીધે માસૂમને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી હતી. અંતે, બાળકીનું હૃદય અને શ્વાસ પ્રણાલી બંને કાર્ય કરતા બંધ થઈ ગયા હતા, જેને તબીબી ભાષામાં કાર્ડિયો રેસ્પિરેટરી ફેલ્યોર (Cardiorespiratory Failure) કહેવામાં આવે છે.
ચાંદખેડા પોલીસે તપાસ તેજ કરી
3 વર્ષની માસૂમ બાળકીનું આ રીતે બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી મોત નીપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો થયા બાદ ચાંદખેડા પોલીસે હવે આ મામલે ઊંડી તપાસ હાથ ધરી છે. બાળકીને આ ચેપ ક્યાંથી લાગ્યો અને તેની સારવારમાં કોઈ ખામી રહી ગઈ હતી કે, કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
અમદાવાદ શહેરમાં આ કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ બાળકોના સ્વાસ્થ્ય અને અચાનક થતા ઇન્ફેક્શન બાબતે વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે.
આ પણ વાંચો - Ahmedabad : ચાંદખેડામાં બાળકીઓના રહસ્યમય મોતનો કેસ, FSL રિપોર્ટ બાદ હવે ડૉક્ટરોના અભિપ્રાય પર નજર
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

