Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ VC નીરજા ગુપ્તાએ કપડાં અને સોના ચાંદી ખરીદીનો ખર્ચ યુનિવર્સિટીના નામે ચઢાવ્યો

Oct 14, 2026 - 11:00
Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ VC નીરજા ગુપ્તાએ કપડાં અને સોના ચાંદી ખરીદીનો ખર્ચ યુનિવર્સિટીના નામે ચઢાવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત યુનિવર્સિટીમાં નાણાકીય ગેરરીતિનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. જેમાં પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ કરેલા અંગત ખર્ચાઓનો વિવાદ વકર્યો છે. મેકઅપ પ્રોડક્ટ્સની ખરીદી બાદ હવે તેમણે કપડાં તેમજ સોના-ચાંદી જેવી અંગત ચીજવસ્તુઓની ખરીદી કરીને તેના બિલો યુનિવર્સિટીમાં મૂકીને પાસ કરાવી લીધા હોવાનું બહાર આવ્યું છે. ઈન્ચાર્જ કુલપતિ દ્વારા તપાસ કમિટી સમક્ષ ફરિયાદો કરવા જાહેર નોટિસ બહાર પડાઈ છે, જેના પગલે ભારે ગરમાવો આવ્યો છે. આ દરમિયાન જ પૂર્વ કુલપતિના શાસનકાળની નવી ગેરરીતિ બહાર આવી છે.

નાણાકીય ગેરરીતિનો નવો ઘટસ્ફોટ

તપાસમાં ખુલાસો થયો છે કે તેમણે રૂ. 59,350ની બાંધણીની ખરીદી પોતાના અંગત ખાતામાંથી કર્યા બાદ તે નાણાં સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના એકાઉન્ટમાંથી પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ ઉપરાંત અમદાવાદ અને ચેન્નાઈમાંથી કરાયેલી રૂ. 3.19 લાખના સોના-ચાંદીની ખરીદીના બિલો IKS અને SAPના નામે બનાવી, પોતાના સીધા કંટ્રોલ હેઠળ ચાલતા સ્ટડી એબ્રોડ પ્રોગ્રામ દ્વારા ચૂકવી દીધા હતા. હાલ હાઇકોર્ટના નિવૃત જજની કમિટી યુનિવર્સિટીમાં થયેલી આ સમગ્ર નાણાકીય ગેરરીતિ અંગે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

પુસ્તકની યુનિવર્સિટીમાં ખરીદી કરાવ્યાનો ગંભીર આક્ષેપ 

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના કાર્યકાળ સામે તપાસ કમિટી સમક્ષ ફરિયાદો કરવા જાહેર નિવેદન અપાયું છે.આ ગાળા દરમિયાન પૂર્વ કુલપતિનો વધુ એક મોટો વિવાદ બહાર આવ્યો છે.જેમાં તેમણે પોતાના જ પુસ્તકની યુનિવર્સિટીમાં ખરીદી કરાવ્યાનો ગંભીર આક્ષેપ થયો છે.ઈન્ડિક સ્ટડીઝ વિભાગે જૂનમાં રૂ. 4.14 લાખમાં 1 હજાર પુસ્તકો ખરીદ્યા હોવાનું સામે આવ્યું છે.આ સમગ્ર ખરીદીનો ઓર્ડર પૂર્વ કુલપતિએ પોતાની જ સહીથી આપ્યો હોવાની વિગતો બહાર આવતાં કેમ્પસમાં ભારે ચકચાર મચી ગઈ છે.આ પુસ્તકો યુનિવર્સિટીના ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિક સ્ટડીઝ વિભાગ માટે ખરીદવામાં આવ્યા હતા જ્યાં હાલ માત્ર આઠ જ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. 

આ પણ વાંચોઃ Gandhinagar News: રાજ્યના 4 સરકારી વિભાગોએ બજેટનો પૂરતો ખર્ચ કર્યો જ નહીં, જાણો કયા વિભાગે વધુ ખર્ચ કર્યો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0