Ahmedabad News: ગીતામંદિર પાસે ધોળા દિવસે લુખ્ખા તત્વોનો આતંક, રાહદારીઓને રોકીને ચલાવી લૂંટ, Viral Video

Sep 19, 2026 - 13:00
Ahmedabad News: ગીતામંદિર પાસે ધોળા દિવસે લુખ્ખા તત્વોનો આતંક, રાહદારીઓને રોકીને ચલાવી લૂંટ, Viral Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. અમદાવાદ શહેરના વ્યસ્ત ગણાતા ગીતા મંદિર વિસ્તાર પાસેથી ધોળા દિવસે અસામાજિક તત્વોની દાદાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ખુલ્લેઆમ રાહદારીઓને લૂંટવામાં આવી રહ્યા છે.

2 થી 3 શખ્સોની ખુલ્લેઆમ દાદાગીરીનો વીડિયો વાયરલ

પ્રાપ્ત વિગતો અનુસાર, ગીતામંદિર પાસે 2 થી 3 જેટલા અસામાજિક તત્વો દ્વારા ધોળા દિવસે આતંક મચાવવામાં આવ્યો છે. આ લુખ્ખા તત્વો દ્વારા રસ્તા પરથી પસાર થતા નિર્દોષ લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ સમગ્ર શરમજનક ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સગીર પણ ગુનામાં સામેલ હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

રાહદારીઓને રોકીને બળજબરીથી પડાવવામાં આવ્યા નાણાં

વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, અસામાજિક તત્વો રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને અટકાવીને તેમને ડરાવી-ધમકાવી રહ્યા છે. એટલું જ નહીં, બળજબરીપૂર્વક તેમની પાસેથી પૈસા પડાવવામાં આવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.


'સેફ સિટી'ના દાવાઓ પોકળ સાબિત થયા?

એક તરફ પ્રશાસન દ્વારા શહેરમાં સુરક્ષાને લઈને 'સેફ સિટી'ના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, તો બીજી તરફ ધોળા દિવસે જાહેરમાં આ પ્રકારે ચાલતી લૂંટના કારણે પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે મોટા પ્રશ્નાર્થ ચિન્હો ખડા થયા છે.

જાગૃત નાગરિકની સજાગતાથી મામલો પ્રકાશમાં આવ્યો

આ ગંભીર ઘટનાથી અજાણ રહેલા તંત્રની આંખ ઉઘાડવા માટે એક જાગૃત નાગરિકે હિંમત દાખવીને આ સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડ કરી વાયરલ કર્યો છે. હવે જોવું રહ્યું કે, આ વાયરલ વીડિયોના આધારે પોલીસ પ્રશાસન આવા અસામાજિક તત્વો સામે કયા પ્રકારની કડક કાર્યવાહી કરે છે.


આ પણ વાંચો: Gujarat Policeમાં 200 નવી જગ્યાઓ મંજૂર, આઉટ પોસ્ટ પર થશે PSIની નિમણૂક, તમારા જિલ્લામાં કેટલા?


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0