Ahmedabad News: ખોટી સહીથી પાવર ઓફ એટર્ની અને સોગંદનામા બનાવ્યા, 8 લોકોએ 70 કરોડની જમીન પચાવી

Nov 8, 2026 - 11:30
Ahmedabad News: ખોટી સહીથી પાવર ઓફ એટર્ની અને સોગંદનામા બનાવ્યા, 8 લોકોએ 70 કરોડની જમીન પચાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મકરબા ગામની અંદાજે રૂ.70 કરોડની કિંમતની જમીન ખોટા સહી સિક્કા અને પાવર ઓફ અટોર્નીના દસ્તાવેજો ઊભા કરીને હડપ કરવાનું ષડયંત્ર રચવા બદલ બે વકીલો અને એક નોટરી સહિત આઠ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.શનિવારે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદમાં,ખેડાના 54 વર્ષીય ખેડૂતે આક્ષેપ કર્યો હતો કે આરોપીઓએ છેતરપિંડી કરીને મહેસૂલી રેકોર્ડમાંથી તેમના પરિવારના નામો દૂર કર્યા હતા અને તેમની સંમતિ વિના વડીલોપાર્જિત જમીનના કેટલાંક હિસ્સા વેચી માર્યા હોવા મામલે ગુનો નોંધવામાં આવ્યો છે.

દસ્તાવેજો પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો

ફરિયાદ મુજબ,આ જમીન મૂળ ફરિયાદીના નાનાની હતી જેમનું ડિસેમ્બર 2000માં અવસાન થયું હતું.ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે 2003માં,બે સંબંધીઓ અને તેમના સહયોગીઓએ વારસા અંગેની ઔપચારિકતાઓ માટે જરૂર હોવાનું કહીને પરિવારના સભ્યો પાસે કોરા કાગળો પર સહીઓ માગી હતી.ખેડૂતે જણાવ્યું કે તેમણે દસ્તાવેજો પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો અને વારસાને લગતા જરૂરી કાગળો લાવવા કહ્યું હતું જેથી કાનૂની પ્રક્રિયા રૂબરૂમાં પૂરી થઈ શકે.જ્યારે તેઓ ફરીથી એ જ વિનંતી સાથે આવ્યા ત્યારે પણ તેમણે ના પાડી દીધી હતી.શંકા જતાં તેમણે પાછળથી જમીનના રેકોર્ડની ચકાસણી કરવા મકરબા ગ્રામ પંચાયતનો સંપર્ક કર્યો હતો. 

જેના આધારે વડીલોપાર્જિત મિલકત વેચી દેવાઈ હતી

તેમને જાણવા મળ્યું કે કોઈ પણ કાનૂની વારસદારની સહી કે સંમતિ વિના હક જતો કરવાની નોંધ કરી દેવામાં આવી હતી.આ પરિવારે નાયબ કલેક્ટર સમક્ષ મહેસૂલી નોંધોને પડકારી હતી અને 2005માં દીવાની દાવો દાખલ કર્યો હતો.નવેમ્બર 2010માં એક અદાલતે વિવાદાસ્પદ જમીન પર યથાવત્ સ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો.આ દાવો હજુ પણ પેન્ડિંગ છે.તેમણે વધુમાં દાવો કર્યો હતો કે સરકારી દફતરેથી પરિવારના નામો કમી કરવા માટે મહેસૂલ ઓથોરિટી સમક્ષ ખોટા એફિડેવિટ રજૂ કરવામાં આવ્યા હતા.ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે તેમણે કે તેમના પરિવારના કોઈ સભ્યએ હક જતો કરવા માટે ક્યારેય મહેસૂલ કચેરીઓની મુલાકાત લીધી નહોતી કે કોઈ પાવર ઓફ અટોર્ની કરી આપ્યો નહોતો.

રજિસ્ટ્રાર કચેરીમાં તપાસ કરતા માલૂમ પડ્યું

ત્યારબાદ સબ રજિસ્ટ્રાર કચેરીમાં તપાસ કરતા માલૂમ પડ્યું કે ચાર સર્વે નંબર ધરાવતી 12039 ચોરસ મીટર જમીન 15 એપ્રિલ 2004ના રોજ રજિસ્ટર્ડ સેલ ડીડ દ્વારા વેચી દેવામાં આવી હતી.પરિવારના સભ્યો ભણેલા-ગણેલા અને સહી કરવા સક્ષમ હોવા છતાં ખોટી સહીઓ અને અંગૂઠાના નિશાનનો ઉપયોગ કરીને પાવર ઓફ અટોર્ની બનાવવામાં આવ્યા હતા.જેના આધારે વડીલોપાર્જિત મિલકત વેચી દેવાઈ હતી.સર્વે નંબર 392 વાળી જમીનનો અન્ય એક ટુકડો પણ જુલાઈ 2004માં પરિવારની જાણ બહાર વેચી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.

આ પણ વાંચોઃ Surat News: ઉધના સ્ટેશન પરથી 10 દિવસમાં 1.85 લાખ યાત્રી ઉત્તર ભારત ગયા, 33 સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0