Ahmedabad News : અમદાવાદ એરપોર્ટ પરથી 59 લાખનું સોનુ ઝડપાયું, જીન્સના પેન્ટમાં પેસ્ટ ફોર્મમાં મુસાફર સોનું સંતાડીને લાવ્યો

Oct 5, 2025 - 11:30
Ahmedabad News : અમદાવાદ એરપોર્ટ પરથી 59 લાખનું સોનુ ઝડપાયું, જીન્સના પેન્ટમાં પેસ્ટ ફોર્મમાં મુસાફર સોનું સંતાડીને લાવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કસ્ટમ વિભાગે 59.70 લાખનું સોનુ જપ્ત કર્યુ છે, કસ્ટમ વિભાગને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી છે, અમદાવાદ એરપોર્ટ પર 492 ગ્રામ સોનું જપ્ત કરાયું છે, દુબઇથી અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો ઉતર્યો હતો, તો સોનાની દાણચોરીની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે, જીન્સમાં પેસ્ટ ફોર્મમાં સોનું સંતાડીને લાવેલા કેરિયર પાસેથી 59.70 લાખની કિંમતનું સોનુ ઝડપાયું છે, કસ્ટમ વિભાગની બાજ નજરથી ના બચી શક્યો મુસાફર.

ઝડપાયેલ મુસાફર ઉદયપુરનો રહેવાસી છે

અમદાવાદ કસ્ટમ વિભાગે દુબઇથી આવેલા એક ભારતીય મુસાફરને રોકીને તેની ઝડતી લેતા જિન્સ પેન્ટના નીચેના ભાગે બે પડ વચ્ચે પાઉડર-પેસ્ટના સ્વરૂપમાં સંતાડી રાખેલું 492 ગ્રામ સોનું મળી આવ્યું હતું. જેની બજાર કિંમત 60 લાખની છે. મુસાફર મુળ રાજસ્થાનના ઉદયપુરનો રહેવાસી હતો અને તે દુબઇથી એમિરેટ્સ એરલાઇન્સની ફ્લાઈટમાં શનિવારે સવારે અમદાવાદ આવ્યો હતો.

કસ્ટમ વિભાગે ગુનો નોંધીને કરી કાર્યવાહી

સોનાની દાણચોરીના કેસમાં તેની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરાઈ છે. DRI, એઝ્યુ. અમદાવાદ દ્વારા આપવામાં આવેલી ગુપ્ત બાતમીના આધારે કસ્ટમના અધિકારીઓએ મુસાફરનું લગેજ અને વ્યક્તિગત તપાસ કરી હતી. તપાસ દરમિયાન તેણે પહેરેલા જિન્સના નીચલા ભાગમાં કપડાના બે પડ વચ્ચે સોનું પાઉડર-પેસ્ટ સ્વરૂપમાં છુપાવી રાખેલું મળી આવ્યું હતું. કસ્મટ વિભાગે કસ્ટમ્સ અધિનિયમ 1962 હેઠળ સોનું જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0