અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આવતા બગોદરામાં એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, એક પુત્ર, બે પુત્રી અને પતિ-પત્નીએ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, તો બગોદરા પોલીસે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, આપઘાત કર્યા પાછળનું કારણ અકબંધ છે.
અમદાવાદના બગોદરામાં સામૂહિક આપઘાત
અમદાવાદના બગોદરામાં સામૂહિક આપઘાતની ઘટના બની છે, એક જ પરિવારના 5 સભ્યોએ એક સાથે ઘરમાં આપઘાત કર્યો છે, મૂળ ધોળકાનો પરિવાર બગોદરા રહેતો હતો અને પાંચેય લોકોએ ઝેરી દવા પીને આપઘાત કર્યો છે, પરિવારે સામૂહિક આપઘાત કરતા ચકચાર મચી છે, 3 બાળકો સાથે દંપતીએ જીવન ટૂંકાવ્યું છે, પરિવારનો મોભી બગોદરામાં રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હતા અને સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
રીક્ષા ચલાવીને પરિવાર ગુજરાન ચલાવતો હતો
બગોદરા બસ સ્ટેશન પાછળ પ્રજાપતિ હોટલની એરડીમાં ભાડેથી રહેતા મૂળ ધોળકાના બારકોઠા દેવીપૂજક વાસમાં રહેતા અને બગોદરામાં રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા, આપઘાત પાછળનું સાચુ કારણ સામે આવ્યું નથી, પોલીસે પરિવારના અન્ય સભ્યોના નિવેદન લીધા છે, પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે, મૃતક પાસેથી હાલમાં કોઈ સ્યુસાઈડ નોટ પણ મળી આવી નથી.
મરણજનાર વ્યકિતઓ
(1) વિપુલભાઈ કાનજીભાઈ વાઘેલા ઉ.વ. 34 રહે બારકોઠા દેવીપુજક વાસ ધોળકા
(૨) સોનલબેન વિપુલભાઈ વાઘેલા ઉ.વ. 26
(૩) સિમરનબેન વિપુલભાઈ વાઘેલા ઉ.વ. 11
(4) મયુરભાઈ વિપુલભાઈ વાઘેલા ઉ.વ. 8
(5) પ્રિન્સીબેન વિપુલભાઈ વાઘેલા ઉ.વ.5
આપઘાત કરવાનું મુખ્ય કારણ ભવિષ્યનો ભય છે
ખોટું કર્યું તેની જાણ અન્યને થશે તેનો મોટો ડર હોય છે. શાળા-કોલેજોમાં બાળકો એકલતા અનુભવે છે. મને નોકરી નહીં મળે તો ? લગ્ન માટે વર કે કન્યા ન મળે ત્યારે યુવાધનને અસ્વીકાર્યતાનો ભય મોટો હોય છે. ભવિષ્ય માટે આવી ચિંતા માનસિક સ્ટ્રેસ ઊભો કરે છે. મોટેભાગે અશાંત અને અપરાધી માનસિકતા ડ્રગ્સ અને ગુનાખોરી તરફ્ વાળે છે. જ્યારે સરળ અને મહેનતું યુવાનો છેતરાય છે અથવા કોઈ ષડ્યંત્રનો ભોગ બને કે તેને નિષ્ફળતા મળે ત્યારે તે આત્મહત્યાનો માર્ગ પસંદ કરે છે.