Ahmedabad News : અમદાવાદના અનેક વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ

Jul 21, 2025 - 09:30
Ahmedabad News : અમદાવાદના અનેક વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, અમદાવાદના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ વરસતા સ્થાનિકોને ગરમીમાંથી રાહત મળી હતી, અમદાવાદના બોપલ, આંબલી, ઘુમા, સાઉથ બોપલ, શેલા, સરખેજ, વેજલપુર, ઇસ્કોન, વસ્ત્રાપુર, બોડકદેવ, થલતેજમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જામનગરના જોડિયામાં 3.1 ઇંચ વરસાદ, જૂનાગઢમાં 2.76 ઇંચ, વાપીમાં 2.48 ઇંચ વરસાદ, વલસાડના ઉંમરગામમાં 2.36 ઇંચ વરસાદ, ભચાઉમાં 2.1 ઇંચ, ગોંડલમાં 1.81 ઇંચ વરસાદ, જલાલપોરમાં 1.77 ઇંચ, સુરતમાં 1.77 ઇંચ વરસાદ, નવસારીમાં 1.69 ઇંચ, સિહોરમાં 1.65 ઇંચ વરસાદ, ભાણવડમાં 1.61 ઇંચ, વંથલીમાં 1.38 ઇંચ વરસાદ, જામજોધપુરમાં 1.38 ઇંચ, જામકંડોરણામાં 1.4 ઇંચ વરસાદ, સૂત્રપાડામાં 1.38 ઇંચ, માળિયા હાટીનામાં 1.30 ઇંચ વરસાદ નોંધાયો છે.

207 જળાશયોમાં હાલમાં 58.10 ટકા પાણીનો જથ્થો

રાજ્યના 207 જળાશયોમાં હાલમાં 58.10 ટકા પાણીનો જથ્થો છે. ઝોન વાઈઝ જોઈએ તો, ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 52.48, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 65.31, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 58.80, કચ્છના 20 ડેમમાં 55.36 અને સરદાર સરોવર ડેમમાં 55.40 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યમાં સૌથી ઓછો પાણીનો જથ્થો ઉત્તર ગુજરાતમાં છે. બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હોવા છતાં ઉત્તર ગુજરાતના 15 મુખ્ય ડેમમાંથી એક પણ ડેમ છલોછલ છલકાયો નહીં હોવાનું આંકડા જણાવી રહ્યાં છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0