Ahmedabad News:પાર્કિંગની પૂરતી સુવિધા આપો અથવા ટોઇંગ બંધ કરો, શહેરના વેપારીઓની તંત્ર સામે માંગ

Nov 6, 2026 - 14:00
Ahmedabad News:પાર્કિંગની પૂરતી સુવિધા આપો અથવા ટોઇંગ બંધ કરો, શહેરના વેપારીઓની તંત્ર સામે માંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં દિવાળીના તહેવારોની ખરીદીની ભારે ભીડ વચ્ચે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા અત્યંત વિકટ બની છે. શહેરમાં પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરાવ્યા વગર જ તંત્ર દ્વારા વાહનોનું આડેધડ ટોઇંગ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે વાહન જપ્ત થવાના ડરથી ગ્રાહકો બજારોમાં ખરીદી કરવા આવતા ખચકાઈ રહ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. દિવાળી પર્વ નિમિત્તે શહેરના મણિનગર, કાલુપુર તેમજ રિલીફ રોડ સહિતના તમામ મુખ્ય વેપારી વિસ્તારોમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી રહી છે પરંતુ આ વિસ્તારોમાં પાર્કિંગની કોઈ નક્કર સુવિધા ન હોવાથી સ્થિતિ વણસી ગઈ છે. 

વાહનોનું તંત્ર દ્વારા આડેધડ ટોઇંગ કરી લેવામાં આવે છે

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઊભા કરવામાં આવેલા મલ્ટિલેવલ પાર્કિંગ માત્ર શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઈ રહ્યા છે.મલ્ટિલેવલ પાર્કિંગથી મુખ્ય બજાર સુધી પહોંચવા માટે કોઈ યોગ્ય સુવિધાનો સદંતર અભાવ જોવા મળે છે.આ અગવડતાના કારણે ગ્રાહકો પોતાના વાહનો મલ્ટિલેવલ પાર્કિંગમાં મૂકવામાં મુશ્કેલી અનુભવે છે અને રસ્તા પર મુકાયેલા વાહનોનું તંત્ર દ્વારા આડેધડ ટોઇંગ કરી લેવામાં આવે છે.વાહનો ઊઠાવી જવાની આ કાર્યવાહીના લીધે ખરીદી કરવા આવતા સામાન્ય ગ્રાહકોમાં ભારે ડર વ્યાપી ગયો છે. ગ્રાહકો ટોઇંગના ભયથી બજારમાં આવતા સતત ખચકાઈ રહ્યા છે, જેની સીધી અને પ્રતિકૂળ અસર સ્થાનિક વેપાર પર પડી રહી છે. 

ટોઇંગની કામગીરી તાત્કાલિક બંધ કરવામાં આવે

તહેવારોના સમયે જ ગ્રાહકોની અવરજવર નોંધપાત્ર રીતે ઘટી જતાં વેપારીઓની દિવાળી બગડી હોવાની ફરિયાદો ઊઠી છે. પાર્કિંગની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના જ એકતરફી ટોઇંગ થતાં વેપારીઓમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.વેપારીઓએ ઉગ્ર વિરોધ સાથે માંગણી દોહરાવી છે કે તંત્ર દ્વારા પહેલાં યોગ્ય પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવે અથવા તો ટોઇંગની કામગીરી તાત્કાલિક બંધ કરવામાં આવે. પાર્કિંગ વ્યવસ્થા વગર વાહનો ઉપાડી જવાની નીતિ સામે વેપારીઓ નારાજ છે. તેમનું કહેવું છે કે ગ્રાહકો વિના બજારો સૂમસામ બની રહ્યા હોવાથી તંત્ર પોતાની નીતિ સુધારે.

આ પણ વાંચોઃ Vadodara News: MSUનાં ડોનર્સ પ્લાઝામાં ક્લાઈમેટ ચેન્જ એક્ઝિબિશન સેન્ટર બનશે, 17 કરોડ ગ્રાન્ટ ફાળવાઈ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0