Ahmedabad: IPL ફાઇનલને લઈને પોલીસ સજ્જ, લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે રમાશે મહામુકાબલો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ની ફાઇનલ મેચનો રોમાંચ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ ક્રિકેટના આ મહાકુંભને આવકારવા સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. લાખોની જનમેદની વચ્ચે રમાનારી આ હાઈ-પ્રોફાઈલ મેચમાં સુરક્ષા, સરળ સંચાલન અને દર્શકોને સુરક્ષિત અનુભવ પૂરો પાડવા માટે ગુજરાત પોલીસ હંમેશાની જેમ આગળ રહીને કામ કરી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતે સુરક્ષા સમીક્ષા કરીને પોલીસ વિભાગને સુદ્રઢ વ્યવસ્થા જાળવવા કડક આદેશ આપ્યા છે.
સ્પેશિયલ વિંગ્સ અને એન્ટી-ડ્રોન તૈનાત
ફાઇનલ મેચમાં દેશની જાણીતી હસ્તીઓ, રાજકીય નેતાઓ અને VVIP લોકો હાજર રહેવાના હોવાથી કેન્દ્રીય અને રાજ્યની સુરક્ષા એજન્સીઓ અત્યંત સતર્ક બની છે. સ્ટેડિયમની આસપાસ કોઈ અનિચ્છનીય ડ્રોન એક્ટિવિટી ન થાય તે માટે અત્યાધુનિક 'એન્ટી ડ્રોન સિસ્ટમ' એક્ટિવ કરવામાં આવી છે. આ ઉપરાંત બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) ની ટીમો સતત સ્ટેડિયમના ખૂણે-ખૂણાનું સ્કેનિંગ કરી રહી છે. કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પે. ઓપરેશન ગ્રુપ (SOG) ની ખાસ ટીમોને પણ અનામત રાખવામાં આવી છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી પોલીસ હાઈ એલર્ટ
https://x.com/sanghaviharsh/status/2060935978249040240?s=20
ભાગદોડ અટકાવવા ખાસ આયોજન
સ્ટેડિયમની અંદર પ્રવેશ કરતી વખતે કે મેચ પૂરી થયા બાદ દર્શકોમાં અફરાતફરી કે ભાગદોડની સ્થિતિ ન સર્જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ બેરિકેડિંગની ગોઠવણ કરવામાં આવી છે. સ્ટેડિયમમાં પ્રવેશતા દરેક ક્રિકેટ ચાહકનું મુખ્ય પ્રવેશદ્વાર પર જ સઘન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. પોલીસ કમિશનરની સીધી દેખરેખ હેઠળ આખું સ્ટેડિયમ અને તેની આસપાસનો પાંચ કિલોમીટરનો ત્રિજ્યા વિસ્તાર સીસીટીવી કેમેરા અને બોડી વોર્ન કેમેરાથી સજ્જ પોલીસ જવાનોની કડક નજર હેઠળ રહેશે.
આ પણ વાંચો: Banaskantha: પાલનપુર અને દાંતામાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ, ભારે પવનના કારણે ખેડૂતને નુકસાન
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

