Ahmedabad Civil Hospitalમાં વર્ષ-2024માં હિમોફિલિયાના દર્દીઓ માટે 8 કરોડના ઈંજેકશન પુરા પડાયા
હિમોફિલિયા એ લોહી ગંઠાવા માટે જરુરી ક્લોટીંગ ફેક્ટર-૭, ૮ અને ૯ ની જન્મજાત ઉણપથી થતી દુલર્ભ બીમારી છે.આ ક્લોટીંગ ફેક્ટરની ઉણપ લોહીની ગંઠાઈ જવાની ક્ષમતાને અસર કરે છે જેથી આ બીમારીથી પીડીત દર્દી ને સામાન્ય ઇજા પછી પણ સ્વયંભૂ રક્તસ્રાવ થાય છે અને લાંબા સમય સુધી રક્તસ્રાવ ચાલુ રહે છે.સિવિલ હોસ્પિટલોમાં તમામ જરુરીયાતમંદ દર્દીઓને નિ:શુલ્ક આપવામાં આવે ઈંજેકશન હિમોફિલિયા બીમારી વિશે ની વધુ વિગતો જણાવતા ડૉ.રાકેશ જોશી એ જણાવ્યુ હતુ કે, હિમોફીલીયા ના દર્દીઓને રક્તસ્રાવના એપિસોડને રોકવા માટે આ ક્લોટીંગ ફેક્ટર-૭, ૮ અથવા ૯ ના ઇન્જેક્શનની જરૂર પડતી હોય છે. જો કે, આ સારવાર માટે જરુરી એવા ક્લોટીંગ ફેક્ટર-૭, ૮ અને ૯ ઇન્જેક્શન મોંધા હોવાથી કોઇ ને પણ પરવડે તેમ હોતા નથી.રાજ્ય સરકાર દ્વારા જીએમએસસી એલ મારફતે ખરીદી કરી આ ઇન્જેક્શનો સરકારી સિવિલ હોસ્પિટલોમાં તમામ જરુરીયાતમંદ દર્દીઓને નિ:શુલ્ક આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૪ માં કુલ ૧૫૩ દર્દીઓને હિમોફીલીયાની સારવાર અંતર્ગત હતા સિવિલ હોસ્પિટલ અમદાવાદની વાત કરી એ તો વર્ષ ૨૦૨૪ માં કુલ ૧૫૩ દર્દીઓને હિમોફીલીયાની સારવાર અંતર્ગત રક્તસ્ત્રાવની રોકથામ એટલે કે પ્રિવેન્શન માટે તેમજ રક્ત સ્ત્રાવ શરુ થયો હોય તો તેને બંધ કરવા માટે વિવિધ ફેક્ટર ( ફેક્ટર-૭, ૮, ૯) ના ઇન્જેક્શન આપી તેમનો જીવ બચાવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે , ઉક્ત ૧૫૩ માંથી ૧૮ હિમોફીલીયાના દર્દી બીજી કોઇ બીમારીના કારણે ઓપરેશનની જરુર હોય તેવા હતા જેમનુ ઓપરેશન આ ફેક્ટરના ઇન્જેક્શન આપીએ તો જ શક્ય બને તેમ હતુ. વિવિધ ફેકટર ઇન્જેક્શન જો વિવિધ ફેકટર ઇન્જેક્શનની વાત કરી એ તો વર્ષ ૨૦૨૪ માં ૧ કરોડ ૪૬ લાખ ૮૭ હજાર ના ફેક્ટર-૮ ૯૬ લાખ ૫૯ હજાર ના ફેક્ટર-૯, ૪૩ લાખ ૬૮ હજાર ના ફેક્ટર -૭ અને ફેક્ટર-૯ ઇનહીબીટર,અંદાજીત ૭૦ લાખ ના ફેક્ટર-૭ તેમજ ૪ કરોડ ૫૦ લાખ કરતા વધારે ના રક્ત સ્ત્રાવ રોકવા માટે ના EMICIZUMAB ઇંજેક્શનો મળી કુલ ૮ કરોડ ૮ લાખ કરતા વધુની સારવાર રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતેથી કરવામાં આવી હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યુ હતુ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -