Ahmedabad : AMCના આરોગ્ય વિભાગની ખાસ ડ્રાઈવ, શહેરના 403 સ્થળ પર કરી તપાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ચોમાસું શરૂ થતાં જ AMCના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. AMCએ છેલ્લા એક સપ્તાહથી ડ્રાઈવ શરૂ કરીને 403 સ્થળો પર તપાસ કરી છે. જે પૈકી 144 સ્થળોને અલગ અલગ કારણોસર નોટિસ ફટકારવામાં આવી છે. તપાસ દરમિયાન AMCની ટીમે અખાદ્ય પદાર્થ, ગંદા રસોડા અને જીવાતો મળી આવવાના કારણે કાર્યવાહી પણ કરી છે. આરોગ્ય વિભાગે 460 કિલો અખાદ્ય જથ્થાનો નાશ પણ કર્યો છે. આ સિવાય AMCના આરોગ્ય વિભાગે કૂલ 1.28 લાખનો દંડ અલગ અલગ સ્થળ પરથી વસૂલ કર્યો છે. આ સિવાય 12 એકમ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરીને સીલ કરવામાં આવ્યા છે.
ફૂડ વિક્રેતાઓમાં ભારે ફફડાટ ફેલાયો
ઉલ્લેખનીય છે કે ચોમાસાની સિઝનમાં શહેરમાં રોગચાળો પણ વર્ક્યો છે અને બીજી તરફ ફાસ્ટફૂડ વિક્રેતાઓ અને હોટલ સંચાલકો દ્વારા પણ સ્થળ પર સાફ સફાઈ યોગ્ય રીતે રાખવામાં ના આવતા તેની અસર નાગરિકોના સ્વાસ્થ્ય પર પડે છે અને કેટલાક ફૂડ વિક્રેતાઓ વાસી ફૂડનું વેચાણ કરે છે અને લોકોના જીવને જોખમમાં મુકે છે. ત્યારે આ પ્રકારના એકમો વિરૂદ્ધ તંત્રનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે અને આવા સંચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરીને નોટિસ ફટકારવામાં આવી છે અને દંડ પણ વસૂલવામાં આવ્યો છે. જો નોટિસ આપ્યા બાદ પણ ફૂડ વિક્રેતાઓ સુધરવાનું નામ લેતા નથી તો તંત્ર દ્વારા તેમના એકમને સીલ મારી દેવા સુધી કાર્યવાહી આરોગ્ય વિભાગ તરફથી કરવામાં આવી રહી છે. આ સિવાય ખાવાની વસ્તુઓમાં ભેળસેળ કરતા વિક્રેતાઓમાં પણ ભારે ફફડાટ ફેલાયો છે.
કોર્પોરેશનના અલગ અલગ વિભાગમાં 2500 કર્મીઓની ભરતી કરાશે
તમને જણાવી દઈએ કે થોડા સમયમાં જ હવે અમદાવાદ શહેરમાં AMC દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં AMC અલગ અલગ વિભાગમાં 2500 કર્મીઓની ભરતી કરશે. હાલમાં AMCમાં 24 હજાર કર્મીઓ કાર્યરત છે. અલગ અલગ વિભાગમાં એન્જિનિયર , ગ્રેજ્યુએટ , ITIનો અભ્યાસ કરેલા લોકોની કરવામાં ભરતી આવશે. હાલમાં AMCમાં 24 હજાર કર્મચારીઓ છે જેના 15 ટકા લેખે 2500 નવી ભરતી કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
What's Your Reaction?






