Ahmedabad: ACB પોલીસ દ્વારા 533 ફરિયાદીઓનું સન્માન કરવામાં આવ્યું
15મી ઓગસ્ટના સ્વતંત્ર દિનના પર્વે સન્માન સમારોહ બ્યુરોના કુલ 37 પોલીસ સ્ટેશનમાં ફરિયાદીઓનું સન્માન લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કામગીરીથી માહિતગાર કર્યા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના નિયામક શમશેર સિંઘ દ્વારા 15મી ઓગસ્ટના સ્વતંત્ર દિનના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે બ્યુરોના તમામ કુલ – 37 પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન દિઠ-15 ફરિયાદીઓને હાજર રાખી તેઓને મોમેન્ટો આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખેલ. આ કાર્યક્રમ અંતર્ગત 15મી ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યના જુદા જુદા એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં મળી કુલ – 533 ફરિયાદીઓને સન્માનિત કરવામાં આવેલ છે. આ પ્રસંગે બ્યુરોની વડી કચેરી ખાતે અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનના કુલ 45 ફરિયાદી હાજર રહેતા નિયામકના હસ્તે સન્માનિત કરવામાં આવેલ. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કામગીરીથી માહિતગાર કરવામાં આવેલ એ.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા ભ્રષ્ટાચારને નેસ્ત નાબુદ કરવા અને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ફરિયાદીઓનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો. ફરિયાદીઓને આમંત્રિત કરી તેઓનું સ્વાગત કરી મોમેન્ટો આપી તેઓનું સન્માન યોજવામાં આવેલ. તેમજ ફરિયાદીઓને કેર પ્રોગ્રામ અંતર્ગત જાહેર જનતામાં ભ્રષ્ટાચાર વિરોધી અભિગમ કેળવવા સારૂ તેમજ લોકોમાં જન-જાગૃતિ લાવવા તથા ભ્રષ્ટાચારની બદીને નેસ્ત-નાબૂદ કરવા સારૂ તેમજ લોકોમાં જન- જાગૃતિ લાવવા તથા ભ્રષ્ટાચારની બદીને નેસ્ત નાબૂદ કરવા સારુ તેમજ ભ્રષ્ટાચાર રોકવા માટે જરૂરી પાયાનું માર્ગદર્શન આપવામાં આવ્યુ. તેમજ ટોલ ફ્રી નંબર – 1064 અંગેની સમજ આપવામાં આવેલ. ભ્રષ્ટાચાર મુક્ત ભારત હી વિકસિત ભારત અભિયાન હેઠળ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કામગીરીથી માહિતગાર કરી જાગૃત કરવામાં આવ્યા. સરકારી અધિકારીઓ / કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી લાંચની માગણી અંગેની જાણ એસીબી કચેરીના ટોલ ફ્રી નંબર 1064 તથા મોબાઈલ નંબર 6359628426 તથા ઈ-મેઈલ [email protected] ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન એ.સી.બી. પોલીસ સ્ટેશન પાટણ ખાતે રૂબરૂ પણ સંપર્ક કરવા તથા સીડી દ્વારા અથવા પેનડ્રાઈવમાં માહિતી મોકલવા નાગરિકોને આહવાન કરવામાં આવેલ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- 15મી ઓગસ્ટના સ્વતંત્ર દિનના પર્વે સન્માન સમારોહ
- બ્યુરોના કુલ 37 પોલીસ સ્ટેશનમાં ફરિયાદીઓનું સન્માન
- લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કામગીરીથી માહિતગાર કર્યા
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના નિયામક શમશેર સિંઘ દ્વારા 15મી ઓગસ્ટના સ્વતંત્ર દિનના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે બ્યુરોના તમામ કુલ – 37 પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન દિઠ-15 ફરિયાદીઓને હાજર રાખી તેઓને મોમેન્ટો આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખેલ.
આ કાર્યક્રમ અંતર્ગત 15મી ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યના જુદા જુદા એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં મળી કુલ – 533 ફરિયાદીઓને સન્માનિત કરવામાં આવેલ છે. આ પ્રસંગે બ્યુરોની વડી કચેરી ખાતે અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનના કુલ 45 ફરિયાદી હાજર રહેતા નિયામકના હસ્તે સન્માનિત કરવામાં આવેલ.
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કામગીરીથી માહિતગાર કરવામાં આવેલ
એ.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા ભ્રષ્ટાચારને નેસ્ત નાબુદ કરવા અને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ફરિયાદીઓનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો. ફરિયાદીઓને આમંત્રિત કરી તેઓનું સ્વાગત કરી મોમેન્ટો આપી તેઓનું સન્માન યોજવામાં આવેલ. તેમજ ફરિયાદીઓને કેર પ્રોગ્રામ અંતર્ગત જાહેર જનતામાં ભ્રષ્ટાચાર વિરોધી અભિગમ કેળવવા સારૂ તેમજ લોકોમાં જન-જાગૃતિ લાવવા તથા ભ્રષ્ટાચારની બદીને નેસ્ત-નાબૂદ કરવા સારૂ તેમજ લોકોમાં જન- જાગૃતિ લાવવા તથા ભ્રષ્ટાચારની બદીને નેસ્ત નાબૂદ કરવા સારુ તેમજ ભ્રષ્ટાચાર રોકવા માટે જરૂરી પાયાનું માર્ગદર્શન આપવામાં આવ્યુ. તેમજ ટોલ ફ્રી નંબર – 1064 અંગેની સમજ આપવામાં આવેલ. ભ્રષ્ટાચાર મુક્ત ભારત હી વિકસિત ભારત અભિયાન હેઠળ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કામગીરીથી માહિતગાર કરી જાગૃત કરવામાં આવ્યા.
સરકારી અધિકારીઓ / કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી લાંચની માગણી અંગેની જાણ એસીબી કચેરીના ટોલ ફ્રી નંબર 1064 તથા મોબાઈલ નંબર 6359628426 તથા ઈ-મેઈલ [email protected] ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન એ.સી.બી. પોલીસ સ્ટેશન પાટણ ખાતે રૂબરૂ પણ સંપર્ક કરવા તથા સીડી દ્વારા અથવા પેનડ્રાઈવમાં માહિતી મોકલવા નાગરિકોને આહવાન કરવામાં આવેલ છે.