Ahmedabad: 13 કરોડની ઘડિયાળ છોડાવવા આર્થિક સ્થિતિ નહોતી, હવે પાંચ કરોડ ભરીદીધા

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રૂ.13 કરોડની કિંમતની વિદેશી કંપનીની ઘડિયાળ દંપતી પાસેથી કસ્ટમ વિભાગે કબજે કરી હતી. આ બન્ને ઘડિયાળની ક્સ્ટમ ડયુટીના કુલ રૂ. 4,99,35,776 અમદાવાદ કસ્ટમ વિભાગમાં દંપતીએ ભરી દીધી છે. કસ્ટમ વિભાગે ધ ઓડમાર્સ પિગ્યુટ રોયલ ઓક ગ્રીન લિમીડેટ એડિશનની અને રિકાર્ડે મિલેની ઘડિયાળની કિંમત રૂ.13 કરોડ હોવાનું ઈન્ટરનેટ ઉપરથી જાણ્યું હતું.અબુધાબીથી એર અરેબિયા અને ઈન્ડિગોની ફ્લાઈટમાં દંપતી આવ્યા હતા. જેમાં સૌ પ્રથમ કોસર અકબર અલી કોલાપુરવાલા નીકળી ત્યારે હાથના કાંડા પર રૂમાલ બાંધ્યો હતો. તેની તલાશી લેતા રૂ.11.70 કરોડની ઘડિયાળ મળી આવી હતી. આ જ અરસામાં પત્ની રશીદા કોસર કોલાપુરવાલા પાછળ આવતા તેના પતિ કોસર અકબર અલી કોેલાપુરવાલાની તલાશી લેતા હાથ પર બાંધેલી વિદેશી કંપનીની 1.29 કરોડની ઘડિયાળ મળી આવી હતી. જેમાં દંપતીએ આર્થિક સ્થિતિ સારી નહીં હોવાના ઉલ્લેખ કરીને જામીન માગ્યા હતા. જે કોર્ટે ફાગાવી દીધા હતા. આ પછી કોસર કોલાપુરવાલાએ રૂ.11,70,23,739ની કિંમતની રિચાર્ડ મિલેની ઘડિયાળના બેઝિક કસ્ટમ ડયુટી 35 ટકા લેખે રૂ.4.95 કરોડ અને સોશિયલ વેલ્ફેર સરચાર્જ દસ ટકા લેખે રૂ.40 લાખ ભરી દીધી છે. જયારે તેમની પત્નીએ રૂ.1,26,79,575ની કિંમતની ઓડમાર્સ પિગ્યુટ રોયલ ઘડિયાળની કસ્ટમ ડયુટી રૂ.44,37,851 અને સોશિયલ વેલ્ફેર સરચાર્જ રૂ.4.43 લાખ ભરી દીધો છે.

Ahmedabad: 13 કરોડની ઘડિયાળ છોડાવવા આર્થિક સ્થિતિ નહોતી, હવે પાંચ કરોડ ભરીદીધા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રૂ.13 કરોડની કિંમતની વિદેશી કંપનીની ઘડિયાળ દંપતી પાસેથી કસ્ટમ વિભાગે કબજે કરી હતી. આ બન્ને ઘડિયાળની ક્સ્ટમ ડયુટીના કુલ રૂ. 4,99,35,776 અમદાવાદ કસ્ટમ વિભાગમાં દંપતીએ ભરી દીધી છે. કસ્ટમ વિભાગે ધ ઓડમાર્સ પિગ્યુટ રોયલ ઓક ગ્રીન લિમીડેટ એડિશનની અને રિકાર્ડે મિલેની ઘડિયાળની કિંમત રૂ.13 કરોડ હોવાનું ઈન્ટરનેટ ઉપરથી જાણ્યું હતું.

અબુધાબીથી એર અરેબિયા અને ઈન્ડિગોની ફ્લાઈટમાં દંપતી આવ્યા હતા. જેમાં સૌ પ્રથમ કોસર અકબર અલી કોલાપુરવાલા નીકળી ત્યારે હાથના કાંડા પર રૂમાલ બાંધ્યો હતો. તેની તલાશી લેતા રૂ.11.70 કરોડની ઘડિયાળ મળી આવી હતી. આ જ અરસામાં પત્ની રશીદા કોસર કોલાપુરવાલા પાછળ આવતા તેના પતિ કોસર અકબર અલી કોેલાપુરવાલાની તલાશી લેતા હાથ પર બાંધેલી વિદેશી કંપનીની 1.29 કરોડની ઘડિયાળ મળી આવી હતી. જેમાં દંપતીએ આર્થિક સ્થિતિ સારી નહીં હોવાના ઉલ્લેખ કરીને જામીન માગ્યા હતા. જે કોર્ટે ફાગાવી દીધા હતા. આ પછી કોસર કોલાપુરવાલાએ રૂ.11,70,23,739ની કિંમતની રિચાર્ડ મિલેની ઘડિયાળના બેઝિક કસ્ટમ ડયુટી 35 ટકા લેખે રૂ.4.95 કરોડ અને સોશિયલ વેલ્ફેર સરચાર્જ દસ ટકા લેખે રૂ.40 લાખ ભરી દીધી છે. જયારે તેમની પત્નીએ રૂ.1,26,79,575ની કિંમતની ઓડમાર્સ પિગ્યુટ રોયલ ઘડિયાળની કસ્ટમ ડયુટી રૂ.44,37,851 અને સોશિયલ વેલ્ફેર સરચાર્જ રૂ.4.43 લાખ ભરી દીધો છે.