Ahmedabad : સૈજપુરબોઘાની ડેરીમાં ફ્લેવર્ડ દૂધની બોટલમાંથી દુર્ગંધ આવતા હોબાળો

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. સૈજપુર બોઘામાં સુમન પાર્કની રાધાસ્વામી ડેરીમાંથી ફ્લેવર્ડ દૂધની બોટલમાંથી દુર્ગંધ આવતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે દૂધની બોટલમાંથી સેમ્પલ લીધા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે ફરિયાદ કરનારે જણાવ્યું કે, સૈજપુર બોઘામાં પ્રભાકર ટેનામેન્ટની સામે રાધા સ્વામી ડેરીમાંથી MILDAની ફ્લેવર્ડ દૂધની બોટલ લેવામાં આવી હતી. જેને ઘરે બાળકને આપી ત્યારે તેમાંથી દુર્ગંધ મારતી હતી. બોટલની એક્સપાયર ડેટ હજી આવી ન હતી. તેમ છતાં તેમાંથી ખરાબ દુર્ગંધ આવી રહી હતી. જેના કારણે તેને લઈને ડેરી પર પહોંચ્યા તો ડેરી માલિકે પહેલાં સરખો જવાબ આપ્યો નહીં. તેમજ તેણે જણાવ્યું કે, બોટલ કંપનીએ આપી છે, જેની સાથે મારે કોઈ જ નિસ્બત નથી. આથી અમે આરોગ્ય વિભાગને જાણ કરી હતી. આરોગ્ય વિભાગની ટીમે આ પછી દુકાનની અંદર તપાસ કરતા અખાદ્ય ચીઝ મળી આવ્યું હતું. જેનો પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નાશ કરાયો છે.

Ahmedabad : સૈજપુરબોઘાની ડેરીમાં ફ્લેવર્ડ દૂધની બોટલમાંથી દુર્ગંધ આવતા હોબાળો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. સૈજપુર બોઘામાં સુમન પાર્કની રાધાસ્વામી ડેરીમાંથી ફ્લેવર્ડ દૂધની બોટલમાંથી દુર્ગંધ આવતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે દૂધની બોટલમાંથી સેમ્પલ લીધા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે ફરિયાદ કરનારે જણાવ્યું કે, સૈજપુર બોઘામાં પ્રભાકર ટેનામેન્ટની સામે રાધા સ્વામી ડેરીમાંથી MILDAની ફ્લેવર્ડ દૂધની બોટલ લેવામાં આવી હતી. જેને ઘરે બાળકને આપી ત્યારે તેમાંથી દુર્ગંધ મારતી હતી. બોટલની એક્સપાયર ડેટ હજી આવી ન હતી. તેમ છતાં તેમાંથી ખરાબ દુર્ગંધ આવી રહી હતી. જેના કારણે તેને લઈને ડેરી પર પહોંચ્યા તો ડેરી માલિકે પહેલાં સરખો જવાબ આપ્યો નહીં. તેમજ તેણે જણાવ્યું કે, બોટલ કંપનીએ આપી છે, જેની સાથે મારે કોઈ જ નિસ્બત નથી. આથી અમે આરોગ્ય વિભાગને જાણ કરી હતી. આરોગ્ય વિભાગની ટીમે આ પછી દુકાનની અંદર તપાસ કરતા અખાદ્ય ચીઝ મળી આવ્યું હતું. જેનો પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નાશ કરાયો છે.