Ahmedabad: સીટીએમહાઈવે નજીક સર્વિસરોડ ખોદી નાખતા સ્થાનિકો રોંગસાઈડ વાહનો હંકારવા મજબૂર બન્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રોડ રસ્તાના રિપેરિંગની કામગીરી શરૂ કર્યા બાદ સમયસર પૂર્ણ ન થવાના કારણે સ્થાનિકોની હાડમારી વધી જાય છે. સીટીએમ જેવા એક્સપ્રેસ હાઈવેની સામેના જ વિસ્તારમાં ગ્રીન માર્કેટ નજીક જ એક મહિનાથી રોડ ખોદી નાખવામાં આવ્યો છે.
જેના કારણે સ્થાનિકોએ નેશનલ હાઈવે પર રોંગ સાઈડ વાહનો હંકારવા મજબૂર બન્યા છે. તેમજ રાત્રિના સમય દરમિયાન લોકોને ત્યાંથી પસાર થવામાં પણ ઘણી મુશ્કેલી થઈ રહી છે. આ ખાડાવાળા સર્વિસ રોડ થી તોબા પોકારી ઉઠયા છે પણ તંત્ર ના પેટ નું પાણી પણ હલતું ન હોવાની સ્થાનિકોની રજુઆત રહેલી છે.
આ અંગે રજુઆત કરતાં સ્થાનિકોએ જણાવ્યું કે, સીટીએમ વડોદરા એકસ્પ્રેસ હાઈવે સામેના સર્વિસ રોડ એક મહિનાથી ખોદી નાખીને કામગીરી હાથ ધરવામાં આવી છે. પણ રોડ બનાવવાની કામગીરી મંથર ગતિએ ચાલતા અને યોગ્ય રીતે ન પૂર્ણ કરવામાં આવતાં સ્થાનિક સોસાયટીઓના રહીશોને નેશનલ હાઈવે પર રોંગ સાઈડ પર થી વાહનો હંકારવા મજબૂર થવું પડી રહ્યું છે. એટલું જ નહીં આ સર્વિસ રોડ પર ગ્રીન માર્કેટની મોટી શાકભાજી બજારનું સેન્ટર આવેલું હોવાથી આખો દિવસ આસપાસની સોસાયટીના રહીશો શાકભાજી ખરીદવા માટે બિસ્માર રોડ પરથી પસાર થવું પડી રહ્યું છે. આ કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જેના માટે અવારનવાર રજુઆત કરવામાં આવી પણ તેમ છતાં કોઈ જ પગલાં ભરવામાં આવી રહ્યા ન હોવાની સ્થાનિકોની ફરિયાદ છે.
What's Your Reaction?






