Ahmedabad સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, ડિજિટલ એરેસ્ટના ગુનામાં 4 તાઈવાન નાગરિકની ધરપકડ

અમદાવાદ સાયબર ક્રાઈમે મોટી કાર્યવાહી કરી છે,જેમાં દિલ્લી અને બેંગ્લોરથી 4 તાઈવાની નાગરિકની ધરપકડ કરાઈ છે,ડિજિટલ એરેસ્ટના ગુનામાં કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.અલગ-અલગ એજન્સીઓની ઓળખ આપીને આરોપીઓ ઠગાઈ કરતા હોવાનું સામે આવ્યું છે.ત્યારે પોલીસે આઈપી એડ્રેસના આધારે તમામ લોકોની ધરપકડ કરી છે. ડિજિટલ એરેસ્ટના ગુનામાં ઝડપાયા હાલ દેશમાં ડિજિટલ એરેસ્ટના ગુનાઓ વધી રહ્યાં છે જેને લઈ લોકોના કરોડો રૂપિયા ઠગો લઈ ગયા છે,આવા ઠગોને ઝડપવા માટે સાયબર ક્રાઈમ સક્રિય છે અને કામગીરી કરી રહી છે.અમદાવાદ સાયબર ક્રાઈમ દ્રારા અલગ-અલગ ડિજિટલ એરેસ્ટના ગુનામાં તાઈવાની નાગરિકોની ધરપકડ કરી છે આ આરોપીઓ અલગ-અલગ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે.અલગ-અલગ એજન્સીઓના નામે ફોન કરીને છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથધરી છેદિલ્હી અને બેંગ્લોરથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે,જેઓ એક પોલીસ સ્ટેશન જેવો સ્ટુડિયો ઉભો કરીને વીડિયો કોલ મારફતે ભોગ બનનાર પાસેથી રૂપિયા સેરવી લેતા હતા,હાલમાં પોલીસે એ તપાસ હાથધરી છે કે ગુજરાત સિવાય અન્ય કયા રાજયોમાં આરોપીઓએ આ પ્રકારના ગુના કર્યા છે અને તે ગુનાનો ભેદ ઉકેલાશે તો અન્ય ગુના પણ સાયબર ક્રાઈમ નોંધી શકે છે. તમારી સાથે ફોન કરીને ધરપકડનો ઢોંગ કરવામાં આવે છે સાઈબર છેતરપિંડીમાં અપરાધી પીડિતની ધરપકડ માટેનો ઢોંગ પણ કરી શકે છે. તે નકલી પોલીસ સ્ટેશન કે સરકારી કાર્યાલય સ્થાપવા અને સરકારી ગણવેશ પહેરવા જેવી યુક્તિઓ અપનાવે છે. ડિજિટલ ધરપકડનો સૌપ્રથમ કેસ ઉત્તરપ્રદેશના નોઇડામાં નોંધાયો હતો.ઈન્ડિયન સાઈબર ક્રાઈમ કોર્ડિનેશન સેન્ટર અને દૂરસંચાર વિભાગ વિદેશોથી આવનારા ફેક કોલ રોકવા માટે સાથે કામ કરી રહ્યા છે. જાગૃતિ વધારવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાઈબરદોસ્ત અને એક્સ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે પર ઇન્ફોગ્રાફિક્સ અને વીડિયો પણ પોસ્ટ કરાઈ રહ્યા છે. જાણો આવી છેતરપિંડીથી કઈ રીતે બચી શકાય એવો કોઈ કોલ કે મેસેજ આવા પર તરત સૂચના આપો. સરકારે સાઈબર અને ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે સંચાર સાથી વેબસાઈટમાં ચક્ષુ પોર્ટલ લોન્ચ કર્યું છે.સાઈબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 કે www.cybercrime.gov.in પર પણ સૂચના આપી શકાય છે. કેસ ઉકેલવાના બદલામાં પૈસાની માંગણી કરવામાં આવે છે. માંગણી પૂરી થવા સુધી પીડિતોને ઓડિયો કે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાઈ રહેવા માટે મજબૂર કરાય છે. ડિજિટલ ધરપકડ શું છે? ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા વધ્યા છે,એમા પણ ડિજિટલ ધરપકડના કિસ્સાઓમાં વધારો થયો છે.સાયબર છેતરપિંડી કરનાર વ્યક્તિ તમને ધરપકડનો ડર બતાવે છે. આમાં તેઓ તમને ઘરમાં કેદ રાખે છે. આવી સ્થિતિમાં, વીડિયો કોલ દરમિયાન, છેતરપિંડી કરનાર તેની પૃષ્ઠભૂમિને પોલીસ સ્ટેશનની જેમ બનાવે છે, આ જોઈને પીડિત ડરી જાય છે અને ડરના કારણે તે તેની વાતોથી પ્રભાવિત થઈ જાય છે.છેતરપિંડી કરનારાઓ જામીન માંગીને તમારી સાથે છેતરપિંડી કરવાનું શરૂ કરે છે. છેતરપિંડી કરનાર પીડિતાને વિડિયો કૉલ છોડવા કે કોઈનો સંપર્ક કરવા દેતો નથી. પીડિતાને તેના જ ઘરમાં ધરપકડ કરવામાં આવે છે, પીડિતાને એવું કહીને ડરાવવામાં આવે છે કે તેના આધાર કાર્ડ, સિમ કાર્ડ, બેંક એકાઉન્ટનો ઉપયોગ કોઈ ગેરકાયદેસર કામ માટે કરવામાં આવ્યો છે. આ બધું થાય પછી તમને ડરાવવાની 'ગેમ' શરૂ થાય છે. સાયબર સ્કેમર્સ કોઈપણને ફસાવી શકે છે. આને ટાળવા માટે, તમારી અને તમારા ડેટાની સુરક્ષાનું ધ્યાન રાખો. 1-કોઈપણ અજાણ્યા સ્ત્રોતમાંથી આવતી કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળો. 2-કોઈપણ અજાણ્યા ફોન કોલ પર તમારી વ્યક્તિગત અથવા બેંક વિગતો આપવાનું ટાળો. 3-વ્યક્તિગત ડેટા અને કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ પર મજબૂત પાસવર્ડ રાખો. 4-કોઈપણ તૃતીય પક્ષ એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં, કોઈપણ બિન-સત્તાવાર પ્લેટફોર્મ પરથી કંઈપણ ઇન્સ્ટોલ કરશો નહીં. 5-તમારા ઉપકરણને અપડેટ રાખો, તમારી બધી એપ્લિકેશનો અપડેટ રાખો.  

Ahmedabad સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, ડિજિટલ એરેસ્ટના ગુનામાં 4 તાઈવાન નાગરિકની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ સાયબર ક્રાઈમે મોટી કાર્યવાહી કરી છે,જેમાં દિલ્લી અને બેંગ્લોરથી 4 તાઈવાની નાગરિકની ધરપકડ કરાઈ છે,ડિજિટલ એરેસ્ટના ગુનામાં કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.અલગ-અલગ એજન્સીઓની ઓળખ આપીને આરોપીઓ ઠગાઈ કરતા હોવાનું સામે આવ્યું છે.ત્યારે પોલીસે આઈપી એડ્રેસના આધારે તમામ લોકોની ધરપકડ કરી છે.

ડિજિટલ એરેસ્ટના ગુનામાં ઝડપાયા

હાલ દેશમાં ડિજિટલ એરેસ્ટના ગુનાઓ વધી રહ્યાં છે જેને લઈ લોકોના કરોડો રૂપિયા ઠગો લઈ ગયા છે,આવા ઠગોને ઝડપવા માટે સાયબર ક્રાઈમ સક્રિય છે અને કામગીરી કરી રહી છે.અમદાવાદ સાયબર ક્રાઈમ દ્રારા અલગ-અલગ ડિજિટલ એરેસ્ટના ગુનામાં તાઈવાની નાગરિકોની ધરપકડ કરી છે આ આરોપીઓ અલગ-અલગ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે.અલગ-અલગ એજન્સીઓના નામે ફોન કરીને છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે.

પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથધરી છે

દિલ્હી અને બેંગ્લોરથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે,જેઓ એક પોલીસ સ્ટેશન જેવો સ્ટુડિયો ઉભો કરીને વીડિયો કોલ મારફતે ભોગ બનનાર પાસેથી રૂપિયા સેરવી લેતા હતા,હાલમાં પોલીસે એ તપાસ હાથધરી છે કે ગુજરાત સિવાય અન્ય કયા રાજયોમાં આરોપીઓએ આ પ્રકારના ગુના કર્યા છે અને તે ગુનાનો ભેદ ઉકેલાશે તો અન્ય ગુના પણ સાયબર ક્રાઈમ નોંધી શકે છે.

તમારી સાથે ફોન કરીને ધરપકડનો ઢોંગ કરવામાં આવે છે

સાઈબર છેતરપિંડીમાં અપરાધી પીડિતની ધરપકડ માટેનો ઢોંગ પણ કરી શકે છે. તે નકલી પોલીસ સ્ટેશન કે સરકારી કાર્યાલય સ્થાપવા અને સરકારી ગણવેશ પહેરવા જેવી યુક્તિઓ અપનાવે છે. ડિજિટલ ધરપકડનો સૌપ્રથમ કેસ ઉત્તરપ્રદેશના નોઇડામાં નોંધાયો હતો.ઈન્ડિયન સાઈબર ક્રાઈમ કોર્ડિનેશન સેન્ટર અને દૂરસંચાર વિભાગ વિદેશોથી આવનારા ફેક કોલ રોકવા માટે સાથે કામ કરી રહ્યા છે. જાગૃતિ વધારવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાઈબરદોસ્ત અને એક્સ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે પર ઇન્ફોગ્રાફિક્સ અને વીડિયો પણ પોસ્ટ કરાઈ રહ્યા છે.

જાણો આવી છેતરપિંડીથી કઈ રીતે બચી શકાય

એવો કોઈ કોલ કે મેસેજ આવા પર તરત સૂચના આપો. સરકારે સાઈબર અને ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે સંચાર સાથી વેબસાઈટમાં ચક્ષુ પોર્ટલ લોન્ચ કર્યું છે.સાઈબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 કે www.cybercrime.gov.in પર પણ સૂચના આપી શકાય છે. કેસ ઉકેલવાના બદલામાં પૈસાની માંગણી કરવામાં આવે છે. માંગણી પૂરી થવા સુધી પીડિતોને ઓડિયો કે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાઈ રહેવા માટે મજબૂર કરાય છે.

ડિજિટલ ધરપકડ શું છે?

ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા વધ્યા છે,એમા પણ ડિજિટલ ધરપકડના કિસ્સાઓમાં વધારો થયો છે.સાયબર છેતરપિંડી કરનાર વ્યક્તિ તમને ધરપકડનો ડર બતાવે છે. આમાં તેઓ તમને ઘરમાં કેદ રાખે છે. આવી સ્થિતિમાં, વીડિયો કોલ દરમિયાન, છેતરપિંડી કરનાર તેની પૃષ્ઠભૂમિને પોલીસ સ્ટેશનની જેમ બનાવે છે, આ જોઈને પીડિત ડરી જાય છે અને ડરના કારણે તે તેની વાતોથી પ્રભાવિત થઈ જાય છે.છેતરપિંડી કરનારાઓ જામીન માંગીને તમારી સાથે છેતરપિંડી કરવાનું શરૂ કરે છે. છેતરપિંડી કરનાર પીડિતાને વિડિયો કૉલ છોડવા કે કોઈનો સંપર્ક કરવા દેતો નથી. પીડિતાને તેના જ ઘરમાં ધરપકડ કરવામાં આવે છે, પીડિતાને એવું કહીને ડરાવવામાં આવે છે કે તેના આધાર કાર્ડ, સિમ કાર્ડ, બેંક એકાઉન્ટનો ઉપયોગ કોઈ ગેરકાયદેસર કામ માટે કરવામાં આવ્યો છે. આ બધું થાય પછી તમને ડરાવવાની 'ગેમ' શરૂ થાય છે.

સાયબર સ્કેમર્સ કોઈપણને ફસાવી શકે છે. આને ટાળવા માટે, તમારી અને તમારા ડેટાની સુરક્ષાનું ધ્યાન રાખો.

1-કોઈપણ અજાણ્યા સ્ત્રોતમાંથી આવતી કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળો.

2-કોઈપણ અજાણ્યા ફોન કોલ પર તમારી વ્યક્તિગત અથવા બેંક વિગતો આપવાનું ટાળો.

3-વ્યક્તિગત ડેટા અને કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ પર મજબૂત પાસવર્ડ રાખો.

4-કોઈપણ તૃતીય પક્ષ એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં, કોઈપણ બિન-સત્તાવાર પ્લેટફોર્મ પરથી કંઈપણ ઇન્સ્ટોલ કરશો નહીં.

5-તમારા ઉપકરણને અપડેટ રાખો, તમારી બધી એપ્લિકેશનો અપડેટ રાખો.