Ahmedabad :સરદાર પટેલે આ જ ભૂમિ પર આઝાદીની ચળવળ માટે બેઠક-યોજી હતી:શાહ

અમીન પી.જે. કડવા પાટીદાર વિદ્યાર્થી ભવનનું કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણશિક્ષણ એ વિકાસનો પાયો છે. ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિનાં મૂળિયાં ઊંડાં છે : મુખ્યમંત્રી વિધાર્થીભવનમાં 700થી વધુ વિધાર્થી રહેણાક સાથે અભ્યાસ કરી શકે તેવું ભવન આકાર પામ્યું છે શહેરના આંબાવાડી વિસ્તાર ખાતે વિદ્યાર્થી ભવનનું આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યું હતું. અમીન પી. જે.કેડવા પાટીદાર વિદ્યાર્થી ભવન લોકાર્પણ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ઉપસ્થિત રહ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હસ્તે લોકાર્પણ થયેલા વિધાર્થીભવનમાં 700થી વધુ વિધાર્થી રહેણાક સાથે અભ્યાસ કરી શકે તેવું ભવન આકાર પામ્યું છે. આધુનિક સુવિધા સજ્જ સાત માળાનું ભવન આજે કડવા પાટીદાર સમાજનાં વિધાર્થી માટે ખુલ્લું મુકાયું છે. શાહે કહ્યું કે આ ભૂમિ ઐતિહાસિક છે. આદરણીય સરદાર પટેલે અનેક દિવસો અહીં પસાર કરી અને અહીંથી જ આઝાદીની ચળવળ માટેની મીટીંગ્સ પણ કરી છે. તેઓએ કહ્યું કે આ ઐતિહાસિક ભૂમિ પર અભ્યાસ કરવો એ જીવનનો અદભુત અનુભવ છે. આજે અષાઢી બીજે શિક્ષણ થકી સમાજ ઘડતરના કાર્યક્રમ હાજરી આપવાના પ્રસંગે સમાજનો આભાર વ્યક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ શિક્ષણ શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરાવી છે. શિક્ષણએ વિકાસનો પાયો છે. ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિ મૂળિયાં ઊંડા છે. છાત્રાલયો વિદ્યાર્થીઓના ઘડતરના આધાર સ્તંભો છે. શિક્ષણ કાર્ય જોડાણ આપણને કલ્યાણ તરફ્ દોરી જાય છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થા શહેરોમાં વધુ હોવાથી રાજ્યભરના વિદ્યાર્થી શહેરમાં આવે છે. રાજ્ય સરકારે પણ સમરસ છાત્રાલય બનાવ્યા છે.

Ahmedabad :સરદાર પટેલે આ જ ભૂમિ પર આઝાદીની ચળવળ માટે બેઠક-યોજી હતી:શાહ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમીન પી.જે. કડવા પાટીદાર વિદ્યાર્થી ભવનનું કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ
  • શિક્ષણ એ વિકાસનો પાયો છે. ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિનાં મૂળિયાં ઊંડાં છે : મુખ્યમંત્રી
  • વિધાર્થીભવનમાં 700થી વધુ વિધાર્થી રહેણાક સાથે અભ્યાસ કરી શકે તેવું ભવન આકાર પામ્યું છે

શહેરના આંબાવાડી વિસ્તાર ખાતે વિદ્યાર્થી ભવનનું આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યું હતું. અમીન પી. જે.કેડવા પાટીદાર વિદ્યાર્થી ભવન લોકાર્પણ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ઉપસ્થિત રહ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હસ્તે લોકાર્પણ થયેલા વિધાર્થીભવનમાં 700થી વધુ વિધાર્થી રહેણાક સાથે અભ્યાસ કરી શકે તેવું ભવન આકાર પામ્યું છે.

આધુનિક સુવિધા સજ્જ સાત માળાનું ભવન આજે કડવા પાટીદાર સમાજનાં વિધાર્થી માટે ખુલ્લું મુકાયું છે. શાહે કહ્યું કે આ ભૂમિ ઐતિહાસિક છે. આદરણીય સરદાર પટેલે અનેક દિવસો અહીં પસાર કરી અને અહીંથી જ આઝાદીની ચળવળ માટેની મીટીંગ્સ પણ કરી છે. તેઓએ કહ્યું કે આ ઐતિહાસિક ભૂમિ પર અભ્યાસ કરવો એ જીવનનો અદભુત અનુભવ છે.

આજે અષાઢી બીજે શિક્ષણ થકી સમાજ ઘડતરના કાર્યક્રમ હાજરી આપવાના પ્રસંગે સમાજનો આભાર વ્યક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ શિક્ષણ શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરાવી છે. શિક્ષણએ વિકાસનો પાયો છે. ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિ મૂળિયાં ઊંડા છે. છાત્રાલયો વિદ્યાર્થીઓના ઘડતરના આધાર સ્તંભો છે. શિક્ષણ કાર્ય જોડાણ આપણને કલ્યાણ તરફ્ દોરી જાય છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થા શહેરોમાં વધુ હોવાથી રાજ્યભરના વિદ્યાર્થી શહેરમાં આવે છે. રાજ્ય સરકારે પણ સમરસ છાત્રાલય બનાવ્યા છે.