Ahmedabad: શેલા બાદ હવે સાણંદમાં દીપડાની દહેશત, મોટી દેવતી ગામે દીપડાની હાજરીથી ગ્રામજનોમાં ફફડાટ

Aug 17, 2026 - 19:30
Ahmedabad: શેલા બાદ હવે સાણંદમાં દીપડાની દહેશત, મોટી દેવતી ગામે દીપડાની હાજરીથી ગ્રામજનોમાં ફફડાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના શહેરી સીમાડા વિસ્તાર ગણાતા શેલા ખાતે થોડા દિવસો પહેલાં દીપડાની હાજરી જોવા મળી હતી. ત્યારબાદ હવે દીપડો સાણંદ તાલુકાના મોટી દેવતી ગામ તરફ આગળ વધી ગયો હોવાનું સામે આવ્યું છે. મોટી દેવતી ગામે દીપડો હોવાના સચોટ પુરાવા અને ચિહ્નો મળતાં જ વન વિભાગે પણ તેની હાજરી અંગેની વાત સત્તાવાર રીતે સ્વીકારી લીધી છે.

દીપડો હોવાના સચોટ પુરાવા

રહેણાંક અને ખેતીવાડી ધરાવતા ગ્રામ્ય વિસ્તાર નજીક વન્યજીવની હાજરીથી ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને વન વિભાગની ટીમોએ તાત્કાલિક મોટી દેવતી ગામે પહોંચીને દીપડાને સુરક્ષિત રીતે પાંજરે પૂરવા માટે જુદી જુદી જગ્યાએ પાંજરા ગોઠવી દીધા છે.

પંજાના નિશાન ના આધારે તપાસનો ધમધમાટ

વન કર્મચારીઓએ જમીન પર રહેલા દીપડાના પંજાના નિશાન ના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દીપડો મોટી દેવતીથી કઈ દિશામાં અને કયા સિમ વિસ્તાર તરફ ગયો છે તે અંગે ટેકનિકલ અને ગ્રાઉન્ડ સર્વે હાથ ધરાઈ રહ્યો છે. રાત્રિના સમયે ખેતરોમાં એકલ-દોકલ ન જવા અને સાવચેતી રાખવા વન વિભાગ દ્વારા સ્થાનિકોને સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: Gandhinagar: GPRB દ્વારા ટેકનિકલ સંવર્ગની વિવિધ પરીક્ષાઓની તારીખો જાહેર; 23 ઓગસ્ટ 2026 ના રોજ લેવાશે લેખિત પરીક્ષા

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0