Ahmedabad: શાહપુરમાં 7 વર્ષની સગીરાને અડપલાં કરનાર 60 વર્ષીય વૃદ્ધને 3 વર્ષની કેદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શાહપુર વિસ્તારમાં ચાર વર્ષ પહેલા સાત વર્ષની સગીરાને અડપલાં કરવાના કેસમાં પકડાયેલા 60 વર્ષના મહેશભાઇ કેશવલાલ પંડયાને સ્પે. પોક્સો જજ એ.બી.ભટ્ટએ ગુનેગાર ઠરાવીને ત્રણ વર્ષ કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફ્ટકાર્યો છે.કોર્ટે દંડની રકમ ભોગબનનારને વળતર પેટે ચુકવી આપવા આદેશ કર્યો છે
આ કેસની વિગત એવી છે કે, વર્ષ 2021માં કોરોનાકાળમાં આરોપી 60 વર્ષિય મહેશભાઇ કેશવલાલ પંડયા નામના વૃદ્ધ દુકાનમાં સેનેટાઈઝર લેવા ગયા હતા. ત્યારે દુકાન માલિકની બે દીકરીઓ ત્યાં હાજર હતી. વૃદ્ધ સેનિટાઇઝર લઈને ગયા હતા. ત્યારબાદ દુકાનદારની સાતવર્ષની દીકરી પેશાબ કરવાનું કહીને બહાર ગઈ હતી. આ સમયે દુકાનદારના મિત્ર બહારથી આવ્યા હતા અને દુકાનદારને જણાવ્યું હતું કે, તેમની દીકરી રોડ ઉપર રડી રહી છે. તેની સાથે કોઈએ શારીરિક અડપલાં કર્યા છે. તેથી દુકાનદાર ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યારબાદ તપાસ કરતા મહેશભાઇ દ્વારા અડપલા કર્યા હોવાનું સામે આવ્યું હતું. શાહપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહેશભાઇની ધરપકડ કરી હતી. જે કેસ ચાલતા સરકારી વકીલ કમલેશ જૈન અને ડી.એમ. ઠાકોરે પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે, મેજિસ્ટ્રેટ સમક્ષ બાળકીનું નિવેદન લેવામાં આવ્યું હતું. જેમાં આરોપીએ બાળકીને શરીરને હાથ ફેરવીને અડપલા કર્યા હોવાનું જણાવ્યું છે,ગંભીર પ્રકારનો ગુનો છે, ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીને સખ્તમાં સખ્ત સજા કરવી જોઇએ.ત્યારબાદ કોર્ટે આરોપીને ગુનેગાર ઠરાવીને ત્રણ વર્ષની સજા ફ્ટકારી છે.
What's Your Reaction?






