Ahmedabad શહેરને મળશે નવી પોલીસ કમિશનર કચેરી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ કરશે લોકાર્પણ

અમદાવાદ શહેર પોલીસ કમિશનર તેમજ અમદાવાદમાં ફરજ બજાવતા અધિકારીઓને નવી પોલીસ કમિશનર કચેરી મળશે,આવતીકાલે અમિત શાહ સાંજે પાંચ કલાકે આ પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કરશે,અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનની બાજુમાં 5907 ચોરસ મીટરમાં આ નવી પોલીસ કમિશનર કચેરી બનીને તૈયાર થઈ ગઈ છે,થોડાક દિવસો પહેલા હર્ષ સંઘવીએ પોલીસ કમિશનર કચેરીનું નિરીક્ષણ કર્યું હતુ. જાણો કેવી હશે ક્ષમતા વિસ્તારમાં અંદાજીત રૂ.6.22 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં કોન્ફરન્સ હોલ, 3 ઇન્ટ્રોગેશન રુમ, 3 ઇન્વેસ્ટીગેશન રુમ, કિચન તથા કેન્ટીન, બે એસ.આર.પી. ગાર્ડ રુમ, આર.સી.સી. ઇલેક્ટ્રિક વાયર સાથેની ૩૦ ફૂટ ઊંચી કંમ્પાઉન્ડ વોલ, ગાર્ડન, આર.સી.સી. રોડ સહિતની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં 16 પુરુષ બેરેક અને 02 મહિલા બેરેક મળી અંદાજીત 76 વ્યક્તિઓની ક્ષમતા હશે. નવી પોલીસ કમિશ્નર કચેરીના નવા કટ્રોલરૂમથી વિશેષતાઓ 1. હાલમાં કાર્યરત પોલીસ કંટ્રોલરૂપનો વિસ્તાર 3000 ચોરસ ફુટ છે. જયારે નવી પોલીસ કમિશ્નર કચેરીમાં નવા કંટ્રોલરૂમનો વિસ્તાર ૧૪૫૦૦ ચોરસ ફૂટ છે. 2. હાલમાં કાર્યરત પોલીસ કંટ્રોલરૂમમાં એક શીફટમાં પપ પોલીસ બેસી શકે છે, અને નવા કટ્રોલરૂમમાં એક શીટમાં ૧૫૦ પોલીસ બેસીને કામ કરી શકે તેવી વ્યવસ્થા છે. 3. હાલમાં કાર્યરત પોલીસ કંટ્રોલરૂમમાં ૪૫૦ પોરસ ફુટ વીડીયો વોલ છે. જયારે નવા કંટ્રોલરૂમમાં ૭૫૦ ચોરસ ફૂટની વીડીયી વોલ છે. 4. નવા કંટ્રોલરૂમમાં સીસીટીવી મોનીટરીંગ માટેના ટર્મિનલની સંખ્યા વધારવામાં આવેલ છે, અને તે ઉપરાંત નિર્ભયા પ્રોજેકટના ૩૦ ટર્મિનલ અલગથી રાખવામાં આવેલ છે. 5. નવા કંટ્રોલરૂમાં આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સની મદદથી અગાઉથી સ્ટોર કરેલ ગંભીર ગુન્હાના ખારોપીઓ, નાસતા ફરતા કે શકમંદ આરોપીઓ કે જે અમદાવાદ શહેરમાં ફરતા હોય અને સીસીટીવી કેમેરામાં નજરે આવે તો તેને ઓળખી શકાય અને તે અંગે ત્વરિત કાર્યવાહી કરી શકાય. 1. કોઇ ગુન્હેગાર ક્રાઇમ કરીને લાગે તો તેનો ચહેરો બરાબર ના દેખાતો હોય અથવા વાહનનો નંબર અસ્પષ્ટ હોય તો તે માટે નવા કંટ્રોલરૂમમાં એવું સોફ્ટવેર છે કે જેનાથી તે વ્યકિતનો ચહેરો જોઇ શકાશે અને વાહનની નંબર પણ વાંચી શકાશે. 7. આ સિવાય પણ ગુન્હાની તપાસમાં નવા કટ્રોલરૂમમાં ઉપલબ્ધ સુવિધાઓ ઉપયોગી નીવડશે 8. આ સિવાય કર્યાય ટ્રાફિક જામ થયેલ હોય, કોઈ ચેઇન સ્નેચીંગ કરીને આરોપી ભાગતો હોય. કયાંય આગ લાગેલ હોય કે ખોટી જગ્યાએ વાહન પાર્ક થયેલ હોય તે ક્રમેશમાં દેખાસે અને તેનાથી કંટ્રોલરૂમ જરૂરી કાર્યવાહી કરી શકશે. 9. અમદાવાદ શહેરમાં ૧૮૧ ઇમર્જન્સી કોલ બૉકસ લગાડેલ છે. જે વધારે ગુન્હા બનતા હોય તેવા વિસ્તાર અથવા જયાં મહિલાઓની અવરજવર વધારે રહેતી હોય ત્યાં લગાડવામાં આવેલ છે. જેના વાસ ભોગ બનનાર આ બોકસનું કોલ બટન પ્રેસ કરી કંટ્રોલરૂમથી મદદ માંગી શકશે. 10. નવા કટ્રોલરૂમથી અગત્યના ભીડભાડ વાળા ૧૦૨ જેટલા સ્થળો ઉપર પબ્લીક એનાઉન્સમેન્ટ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. 11. સોશીયલ મીડીયા ઉપર મુકવામાં આવતી વાંધાજનક પોસ્ટનું મોનીટરીંગ નવા કંટ્રોલરૂમથી કરી શકાશે.

Ahmedabad શહેરને મળશે નવી પોલીસ કમિશનર કચેરી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ કરશે લોકાર્પણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેર પોલીસ કમિશનર તેમજ અમદાવાદમાં ફરજ બજાવતા અધિકારીઓને નવી પોલીસ કમિશનર કચેરી મળશે,આવતીકાલે અમિત શાહ સાંજે પાંચ કલાકે આ પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કરશે,અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનની બાજુમાં 5907 ચોરસ મીટરમાં આ નવી પોલીસ કમિશનર કચેરી બનીને તૈયાર થઈ ગઈ છે,થોડાક દિવસો પહેલા હર્ષ સંઘવીએ પોલીસ કમિશનર કચેરીનું નિરીક્ષણ કર્યું હતુ.

જાણો કેવી હશે ક્ષમતા

વિસ્તારમાં અંદાજીત રૂ.6.22 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં કોન્ફરન્સ હોલ, 3 ઇન્ટ્રોગેશન રુમ, 3 ઇન્વેસ્ટીગેશન રુમ, કિચન તથા કેન્ટીન, બે એસ.આર.પી. ગાર્ડ રુમ, આર.સી.સી. ઇલેક્ટ્રિક વાયર સાથેની ૩૦ ફૂટ ઊંચી કંમ્પાઉન્ડ વોલ, ગાર્ડન, આર.સી.સી. રોડ સહિતની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં 16 પુરુષ બેરેક અને 02 મહિલા બેરેક મળી અંદાજીત 76 વ્યક્તિઓની ક્ષમતા હશે.


નવી પોલીસ કમિશ્નર કચેરીના નવા કટ્રોલરૂમથી વિશેષતાઓ

1. હાલમાં કાર્યરત પોલીસ કંટ્રોલરૂપનો વિસ્તાર 3000 ચોરસ ફુટ છે. જયારે નવી પોલીસ કમિશ્નર કચેરીમાં નવા કંટ્રોલરૂમનો વિસ્તાર ૧૪૫૦૦ ચોરસ ફૂટ છે.

2. હાલમાં કાર્યરત પોલીસ કંટ્રોલરૂમમાં એક શીફટમાં પપ પોલીસ બેસી શકે છે, અને નવા કટ્રોલરૂમમાં એક શીટમાં ૧૫૦ પોલીસ બેસીને કામ કરી શકે તેવી વ્યવસ્થા છે.

3. હાલમાં કાર્યરત પોલીસ કંટ્રોલરૂમમાં ૪૫૦ પોરસ ફુટ વીડીયો વોલ છે. જયારે નવા કંટ્રોલરૂમમાં ૭૫૦ ચોરસ ફૂટની વીડીયી વોલ છે.

4. નવા કંટ્રોલરૂમમાં સીસીટીવી મોનીટરીંગ માટેના ટર્મિનલની સંખ્યા વધારવામાં આવેલ છે, અને તે ઉપરાંત નિર્ભયા પ્રોજેકટના ૩૦ ટર્મિનલ અલગથી રાખવામાં આવેલ છે.

5. નવા કંટ્રોલરૂમાં આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સની મદદથી અગાઉથી સ્ટોર કરેલ ગંભીર ગુન્હાના ખારોપીઓ, નાસતા ફરતા કે શકમંદ આરોપીઓ કે જે અમદાવાદ શહેરમાં ફરતા હોય અને સીસીટીવી કેમેરામાં નજરે આવે તો તેને ઓળખી શકાય અને તે અંગે ત્વરિત કાર્યવાહી કરી શકાય.

1. કોઇ ગુન્હેગાર ક્રાઇમ કરીને લાગે તો તેનો ચહેરો બરાબર ના દેખાતો હોય અથવા વાહનનો નંબર અસ્પષ્ટ હોય તો તે માટે નવા કંટ્રોલરૂમમાં એવું સોફ્ટવેર છે કે જેનાથી તે વ્યકિતનો ચહેરો જોઇ શકાશે અને વાહનની નંબર પણ વાંચી શકાશે.

7. આ સિવાય પણ ગુન્હાની તપાસમાં નવા કટ્રોલરૂમમાં ઉપલબ્ધ સુવિધાઓ ઉપયોગી નીવડશે

8. આ સિવાય કર્યાય ટ્રાફિક જામ થયેલ હોય, કોઈ ચેઇન સ્નેચીંગ કરીને આરોપી ભાગતો હોય. કયાંય આગ લાગેલ હોય કે ખોટી જગ્યાએ વાહન પાર્ક થયેલ હોય તે ક્રમેશમાં દેખાસે અને તેનાથી કંટ્રોલરૂમ જરૂરી કાર્યવાહી કરી શકશે.

9. અમદાવાદ શહેરમાં ૧૮૧ ઇમર્જન્સી કોલ બૉકસ લગાડેલ છે. જે વધારે ગુન્હા બનતા હોય તેવા વિસ્તાર અથવા જયાં મહિલાઓની અવરજવર વધારે રહેતી હોય ત્યાં લગાડવામાં આવેલ છે. જેના વાસ ભોગ બનનાર આ બોકસનું કોલ બટન પ્રેસ કરી કંટ્રોલરૂમથી મદદ માંગી શકશે.

10. નવા કટ્રોલરૂમથી અગત્યના ભીડભાડ વાળા ૧૦૨ જેટલા સ્થળો ઉપર પબ્લીક એનાઉન્સમેન્ટ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે.

11. સોશીયલ મીડીયા ઉપર મુકવામાં આવતી વાંધાજનક પોસ્ટનું મોનીટરીંગ નવા કંટ્રોલરૂમથી કરી શકાશે.