Ahmedabad શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં હત્યા મામલે પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ

અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં થયેલ હત્યા મામલે પોલીસએ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. નજીવી બાબતમાં ત્રણ આરોપીઓએ ભેગા મળીને એકને યુવકને છરી અને લાકડીથી માર માર્યો..જો કે સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થતાં પોલીસએ ત્રણેયની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.શહેરમાં દિવસેને દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે. એક પછી એક હત્યાના બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે કૃષ્ણનગર વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. કૃષ્ણનગર વિસ્તારમાં નજીવી બાબતમાં ત્રણ યુવકોએ આકાશ દિવાકર નામના એક યુવકને લાકડી અને છરી વડે માર માર્યો હતો. જો કે ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત આકાશને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ પોલીસને થતાં પોલીસએ સોનુસિંહ તોમર, શેખરસિંહ તોમર અને યોગેશ માથુર નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.પકડાયેલ આરોપી યોગેશ માથુર એ મૃતક આકાશનો મિત્ર હતો. અને બનાવના દિવસે યોગેશએ આકાશને બોલાવ્યો હતો. જો કે બંન્ને વચ્ચે કોઇ બાબતને લઇને બોલાચાલી ઝઘડો થયો હતો. જે અવાજ સાંભળીને સોનુસિંહ તોમર અને શેખરસિંહ તોમર પણ ત્યાં આવી ગયા હતાં. અને ત્રણેયએ ભેગા મળીને આકાશને માર માર્યો હતો. પોલીસએ હાલમાં આ મામલે હત્યાની કલમનો ઉમેરો કરવા માટે રિપોર્ટ પણ કર્યો છે. આરોપી સોનુસિંહ અને શેખરસિંહ બંન્ને ભાઇઓ છે અને મીનરલ વોટરનો ધંધો કરતા હોવાનું સામે આવ્યું છે. બંન્ને ભાઇઓને આઠેક મહીના પહેલા આકાશ સાથે કોઇ બાબતને લઇને બોલાચાલી ઝઘડો થયો હતો. તેની અદાવતમાં તેઓએ તેને માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે.હાલમાં કૃષ્ણનગર પોલીસએ આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ હત્યા માટે સામાન્ય બોલાચાલી જવાબદાર છે કે પછી આઠ મહિના પહેલા થયેલી બોલાચાલી નો બદલો લેવા હત્યા નીપજાવી છે તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી...

Ahmedabad શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં હત્યા મામલે પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં થયેલ હત્યા મામલે પોલીસએ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. નજીવી બાબતમાં ત્રણ આરોપીઓએ ભેગા મળીને એકને યુવકને છરી અને લાકડીથી માર માર્યો..જો કે સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થતાં પોલીસએ ત્રણેયની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

શહેરમાં દિવસેને દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે. એક પછી એક હત્યાના બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે કૃષ્ણનગર વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. કૃષ્ણનગર વિસ્તારમાં નજીવી બાબતમાં ત્રણ યુવકોએ આકાશ દિવાકર નામના એક યુવકને લાકડી અને છરી વડે માર માર્યો હતો. જો કે ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત આકાશને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ પોલીસને થતાં પોલીસએ સોનુસિંહ તોમર, શેખરસિંહ તોમર અને યોગેશ માથુર નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

પકડાયેલ આરોપી યોગેશ માથુર એ મૃતક આકાશનો મિત્ર હતો. અને બનાવના દિવસે યોગેશએ આકાશને બોલાવ્યો હતો. જો કે બંન્ને વચ્ચે કોઇ બાબતને લઇને બોલાચાલી ઝઘડો થયો હતો. જે અવાજ સાંભળીને સોનુસિંહ તોમર અને શેખરસિંહ તોમર પણ ત્યાં આવી ગયા હતાં. અને ત્રણેયએ ભેગા મળીને આકાશને માર માર્યો હતો. પોલીસએ હાલમાં આ મામલે હત્યાની કલમનો ઉમેરો કરવા માટે રિપોર્ટ પણ કર્યો છે. આરોપી સોનુસિંહ અને શેખરસિંહ બંન્ને ભાઇઓ છે અને મીનરલ વોટરનો ધંધો કરતા હોવાનું સામે આવ્યું છે. બંન્ને ભાઇઓને આઠેક મહીના પહેલા આકાશ સાથે કોઇ બાબતને લઇને બોલાચાલી ઝઘડો થયો હતો. તેની અદાવતમાં તેઓએ તેને માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે.

હાલમાં કૃષ્ણનગર પોલીસએ આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ હત્યા માટે સામાન્ય બોલાચાલી જવાબદાર છે કે પછી આઠ મહિના પહેલા થયેલી બોલાચાલી નો બદલો લેવા હત્યા નીપજાવી છે તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી...