Ahmedabad: વિદ્યાર્થીનો પ્રવેશ રદ કરવાના મુદ્દે IIM અમદાવાદને સ્પષ્ટતા કરવા HCનો નિર્દેશ

સમયમર્યાદામાં સંબંધિત દસ્તાવેજો રજૂ ન કરવા બદલ બે વર્ષના અનુસ્નાતક પ્રોગ્રામમાં પ્રવેશ રદ કરવાના આઇઆઇએમ અમદાવાદના નિર્ણયને પડકારતી અરજદાર વિદ્યાર્થીએ કરેલી રિટમાં હાઇકોર્ટે આઇઆઇએમ-એને આ સમગ્ર મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું છે.હાઈકોર્ટએ અરજદાર વિદ્યાર્થીની રિટમાં આઇઆઇએમ-એને નોટિસ જારી કરી કેસની વધુ સુનાવણી તા.21 ઓકટોબરના રોજ મુકર કરી હતી. બિઝનેસ સ્કૂલમાં કોર્સનો ત્રીજો અને 4થો ભાગ પૂર્ણ કર્યો હોવાછતાં પ્રવેશ રદ કરાતાં નારાજ વિદ્યાર્થીએ કરેલી રિટમાં જણાવ્યું હતું કે, અરજદારે 2016માં આઇઆઇટી, મદ્રાસમાં બીટેક એન્ડ એમટેકના પાંચ વર્ષના ઇન્ટીગ્રેટેડ કોર્સમાં પ્રવેશ મેળવ્યો હતો. જેનો અભ્યાસ જૂન-2021માં પૂર્ણ કર્યો હતો. મદ્રાસ ખાતે વિદ્યાર્થીના અંતિમ વર્ષના પ્રોજેકટની વચ્ચે અરજદારને માર્ગર્શક તરીકે મદદ કરનાર ગાઇડનું કોવીડ દરમ્યાન મૃત્યુ થયુ હતું. જેના કારણે પ્રોજેકટના મૂલ્યાંકન અને ગ્રેડીંગની બાબત પડતર રહી હતી. એ પછી તેણે ડિસેમ્બર-2021માં એમબીએ માટે કેટની પરીક્ષા આપી અને 98.66 પર્સન્ટાઇલ મેળવવા સાથે મે-2022માં આઇઆઇએમ-એમાં પ્રવેશ મેળવ્યો હતો. માર્કશીટ અને ડિગ્રી સર્ટિફ્કિેટ રજૂ કરવાની કટ ઓફ્ ડેટ તા.31-12-2022 હતી, એ દરમ્યાન તેણે બે ટ્રીમેસ્ટરનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. જો કે, બિઝનેસ સ્કૂલે પ્રવેશ સમયે માર્કશીટ અને ડિગ્રી સર્ટિફ્કિેટ રજૂ નહી કર્યુ હોવાના ટેકનીકલ કારણોસર તેનો પ્રવેશ રદ કરી નાંખ્યો હતો. જેથી હાઇકોર્ટે વિદ્યાર્થીને સવાલ કર્યો હતો કે, તમારો પ્રવેશ જૂલાઇ-2023માં રદ કરી નાંખવામાં આવ્યો હતો તો તમે એ વખતે કેમ હાઇકોર્ટમાં ના આવ્યા..? હાઇકોર્ટે અરજદાર વિદ્યાર્થીને અન્ય કોઇ રાહત આપવાની એ કારણસર ના પાડી દીધી હતી કે, તમે સમયસર હાઇકોર્ટમાં આવ્યા નથી અને એક વર્ષ તો તમારુ લેપ્સ ગયુ છે, તમે કલાસ પણ જોઇન્ટ કર્યા નથી.

Ahmedabad: વિદ્યાર્થીનો પ્રવેશ રદ કરવાના મુદ્દે IIM અમદાવાદને સ્પષ્ટતા કરવા HCનો નિર્દેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સમયમર્યાદામાં સંબંધિત દસ્તાવેજો રજૂ ન કરવા બદલ બે વર્ષના અનુસ્નાતક પ્રોગ્રામમાં પ્રવેશ રદ કરવાના આઇઆઇએમ અમદાવાદના નિર્ણયને પડકારતી અરજદાર વિદ્યાર્થીએ કરેલી રિટમાં હાઇકોર્ટે આઇઆઇએમ-એને આ સમગ્ર મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું છે.

હાઈકોર્ટએ અરજદાર વિદ્યાર્થીની રિટમાં આઇઆઇએમ-એને નોટિસ જારી કરી કેસની વધુ સુનાવણી તા.21 ઓકટોબરના રોજ મુકર કરી હતી. બિઝનેસ સ્કૂલમાં કોર્સનો ત્રીજો અને 4થો ભાગ પૂર્ણ કર્યો હોવાછતાં પ્રવેશ રદ કરાતાં નારાજ વિદ્યાર્થીએ કરેલી રિટમાં જણાવ્યું હતું કે, અરજદારે 2016માં આઇઆઇટી, મદ્રાસમાં બીટેક એન્ડ એમટેકના પાંચ વર્ષના ઇન્ટીગ્રેટેડ કોર્સમાં પ્રવેશ મેળવ્યો હતો. જેનો અભ્યાસ જૂન-2021માં પૂર્ણ કર્યો હતો. મદ્રાસ ખાતે વિદ્યાર્થીના અંતિમ વર્ષના પ્રોજેકટની વચ્ચે અરજદારને માર્ગર્શક તરીકે મદદ કરનાર ગાઇડનું કોવીડ દરમ્યાન મૃત્યુ થયુ હતું. જેના કારણે પ્રોજેકટના મૂલ્યાંકન અને ગ્રેડીંગની બાબત પડતર રહી હતી. એ પછી તેણે ડિસેમ્બર-2021માં એમબીએ માટે કેટની પરીક્ષા આપી અને 98.66 પર્સન્ટાઇલ મેળવવા સાથે મે-2022માં આઇઆઇએમ-એમાં પ્રવેશ મેળવ્યો હતો. માર્કશીટ અને ડિગ્રી સર્ટિફ્કિેટ રજૂ કરવાની કટ ઓફ્ ડેટ તા.31-12-2022 હતી, એ દરમ્યાન તેણે બે ટ્રીમેસ્ટરનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. જો કે, બિઝનેસ સ્કૂલે પ્રવેશ સમયે માર્કશીટ અને ડિગ્રી સર્ટિફ્કિેટ રજૂ નહી કર્યુ હોવાના ટેકનીકલ કારણોસર તેનો પ્રવેશ રદ કરી નાંખ્યો હતો. જેથી હાઇકોર્ટે વિદ્યાર્થીને સવાલ કર્યો હતો કે, તમારો પ્રવેશ જૂલાઇ-2023માં રદ કરી નાંખવામાં આવ્યો હતો તો તમે એ વખતે કેમ હાઇકોર્ટમાં ના આવ્યા..? હાઇકોર્ટે અરજદાર વિદ્યાર્થીને અન્ય કોઇ રાહત આપવાની એ કારણસર ના પાડી દીધી હતી કે, તમે સમયસર હાઇકોર્ટમાં આવ્યા નથી અને એક વર્ષ તો તમારુ લેપ્સ ગયુ છે, તમે કલાસ પણ જોઇન્ટ કર્યા નથી.