Ahmedabad: વાડજમાં વ્યાજખોરોનો આતંક, પોલીસે 2 આરોપીની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના વાડજમાં થોડા દિવસ પહેલા જ વ્યાજખોરોનો આતંક સામે આવ્યો હતો. યુવકને જાહેરમાં ગળે છરી મૂકીને પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ મામલે વાડજ પોલીસે બે આરોપીની ધરપકડ છે, ત્યારે શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં. વેપારીને ધમકી આપતા સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં માથાભારે વ્યાજખોરનો આતંક જોવા મળી રહ્યો છે. જેમાં વ્યાજની ઉઘરાણી કરવા માટે વેપારીના ગળે છરી મૂકીને ધમકી આપી છે.
પાંચ લોકોએ છરી, લાકડી અને દંડા વડે આવીને આતંક મચાવ્યો
ઘટનાની વાત કરીએ તો વાડજના સૌરબજી કમ્પાઉન્ડ પાસે જય અંબે માર્કેટિંગના નામે મિનરલ વોટરનો વ્યવસાય કરતા હરેશગીરી ગોસ્વામી ગોડાઉન પાસે ઊભા હતા અને અચાનક વ્યાજખોર બળદેવસિંગ ઉર્ફે બબુ બેહરો ભટ્ટી તેનો પુત્ર કુલદીપસિંગ સહિત પાંચ લોકોએ છરી, લાકડી અને દંડા વડે આવીને આતંક મચાવ્યો હતો. સીસીટીવી દ્રશ્યોમાં દેખાતા ટુ વ્હીલર પાસે વેપારી હરેશગીરી અને તેના ભાઈ ગિરીશગિરી ઉભા હતા અને અચાનક જ એક સ્વિફ્ટ ગાડીમાં વ્યાજખોર બળદેવસિંગ ભટ્ટી અને તેનો પુત્ર કુલદીપસિગ સહિત પાંચ લોકો આવીને બીભત્સ ગાળો બોલવાનું શરૂ કર્યું અને આરોપી કુલદીપસિંગએ હરેશગિરી પર છરી મૂકીને વ્યાજના પૈસા આપી દેવા ધમકી આપી હતી, એટલું જ નહીં છરીના પાછળનો ભાગ માર્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેના આધારે વાડજ પોલીસે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે.
માથાભારે વ્યાજખોરને પકડવા પોલીસે શોધખોળ શરૂ કરી
ત્યારે પોલીસે આરોપી કરણ કચ્છી અને હરદેવસિંહ હઠિયાલની ધમકીના કેસમાં ધરપકડ કરી છે. પકડાયેલ બંને આરોપી વ્યાજખોર બળદેવસિંગ ઉર્ફે બબુ બેહરો ભટ્ટી તેનો પુત્ર કુલદીપસિંગ સાથે મદદગારીમાં આવ્યા હતા. પોલીસ તપાસ કરતા સામે આવ્યું કે વેપારી હરેશગીરી ગોસ્વામીએ ધંધાના વ્યવસાય અર્થે 1 લાખ રૂપિયા વ્યાજખોર બળદેવસિંગ ભટ્ટી પાસેથી 10 ટકાના વ્યાજે લીધા હતા. જે પૈસા વ્યાજ સાથે ચૂકવી દીધા હોવાનું વેપારી હરેશગીરીનું કહેવું છે અને રોજના 1,000 રૂપિયા અને વ્યાજ સાથે ચૂકવતા હતા, છતાં પણ પેનલ્ટીના પૈસા કાઢીને હજી વધુ પૈસા ચૂકવવા માટે દબાણ કરતા હતા. જોકે પૈસા ના આપતા દુકાને આવીને છરી સહિત તીક્ષ્ણ હથિયાર વડે જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. આ મામલે વાડજ પોલીસે વોન્ટેડ માથાભારે વ્યાજખોરને પકડવા શોધખોળ શરૂ કરી છે. બીજી બાજુ મુખ્ય આરોપી બળદેવસિંગ ભટ્ટી વિરુદ્ધ નારાણપુરા પોલીસમાં દારૂની હેરાફેરી, અકસ્માત અને મારામારી સહિતના ચાર ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલ વાડજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
What's Your Reaction?






