Ahmedabad: વસ્ત્રાપુરની હોટેલમાં પ્રેમિકા સાથે રહેલા યુવકનું અપહરણ, માર મારી છોડી મુકાયો
શહેરની વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી એક હોટલમાં યુવક અને તેની પ્રેમિકા હતા ત્યારે પોલીસ બનીને આવેલા 2 યુવકોએ તેમના વીડિયો ઉતારી લઈને 10 લાખની માંગણી કરી હતી એટલુ જ નહિ વીડીયો વાઈરલ કરવાની ધમકી આપીને 3 લાખ પડાવીને અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા.બાદમાં યુવકને ઢોર માર મારી મુક્ત કરી દેવાયો હતો આ અંગેની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોધાઈ છે.રાજકોટ જીલ્લાના જેતપુરનો રહેવાસી મહેશ ( નામ બદલ્યુ છે ) પીજીમાં રહે છે અને તેના જ મિત્ર જયરાજ ડાંગરને અગાઉ 50 હજાર ઉછીના આપ્યાં હતા.બાદમાં મહેશે પૈસાની ઉઘરાણી કરતા જયરાજે તેને ધમકાવ્યો હતો બાદમાં મહેશ તેની પ્રેમિકા સાથે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી એક હોટલના રુમમાં રોકાયો હતો જેની જાણ તેના મિત્ર જયરાજ ડાંગર અને જુગલ નામના યુવકને થતા તેઓ હોટલ પહોચી ગયા હતા જયાં હોટલ કર્મચારીને મહેશના રુમનો નંબર જાણી લઈને અંદર ઘુસી ગયા હતા જેમાં જુગલે પોતાની ઓળખાણ પોલીસ તરીકે આપી હતી અને જયરાજે બન્નેના વીડીયો મોબાઈલમાં ઉતારી લીધા હતા બાદમાં મહેશને હોટલથી ઉઠાવીને પોતાની કારમાં બેસાડી માર મારતા હાથીજણ વિસ્તારમાં લઈ ગયા હતા.દિવસ દરમ્યાન જયરાજ અને જુગલે મહેશને ઢોર મારમારીને પાછા હિમાલયા મોલ પાસે મુકી દીધો હતો. આ પહેલા તેની પાસેથી 3 લાખ પડાવીને બીજા દસ લાખની માંગણી કરતા હતા આથી બન્ને મિત્રોના બ્લેકમેઈલથી કંટાળીને ભોગ બનેલા યુવકે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહેરની વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી એક હોટલમાં યુવક અને તેની પ્રેમિકા હતા ત્યારે પોલીસ બનીને આવેલા 2 યુવકોએ તેમના વીડિયો ઉતારી લઈને 10 લાખની માંગણી કરી હતી એટલુ જ નહિ વીડીયો વાઈરલ કરવાની ધમકી આપીને 3 લાખ પડાવીને અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા.
બાદમાં યુવકને ઢોર માર મારી મુક્ત કરી દેવાયો હતો આ અંગેની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોધાઈ છે.રાજકોટ જીલ્લાના જેતપુરનો રહેવાસી મહેશ ( નામ બદલ્યુ છે ) પીજીમાં રહે છે અને તેના જ મિત્ર જયરાજ ડાંગરને અગાઉ 50 હજાર ઉછીના આપ્યાં હતા.બાદમાં મહેશે પૈસાની ઉઘરાણી કરતા જયરાજે તેને ધમકાવ્યો હતો બાદમાં મહેશ તેની પ્રેમિકા સાથે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી એક હોટલના રુમમાં રોકાયો હતો જેની જાણ તેના મિત્ર જયરાજ ડાંગર અને જુગલ નામના યુવકને થતા તેઓ હોટલ પહોચી ગયા હતા જયાં હોટલ કર્મચારીને મહેશના રુમનો નંબર જાણી લઈને અંદર ઘુસી ગયા હતા જેમાં જુગલે પોતાની ઓળખાણ પોલીસ તરીકે આપી હતી અને જયરાજે બન્નેના વીડીયો મોબાઈલમાં ઉતારી લીધા હતા બાદમાં મહેશને હોટલથી ઉઠાવીને પોતાની કારમાં બેસાડી માર મારતા હાથીજણ વિસ્તારમાં લઈ ગયા હતા.દિવસ દરમ્યાન જયરાજ અને જુગલે મહેશને ઢોર મારમારીને પાછા હિમાલયા મોલ પાસે મુકી દીધો હતો. આ પહેલા તેની પાસેથી 3 લાખ પડાવીને બીજા દસ લાખની માંગણી કરતા હતા આથી બન્ને મિત્રોના બ્લેકમેઈલથી કંટાળીને ભોગ બનેલા યુવકે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.