Ahmedabad : રેલવે મુસાફરોના ભોજનમાં ગંભીર બેદરકારી, 2 બેઝ કિચન બંધ, 15 લાખનો દંડ ફટકારાયો

Aug 26, 2026 - 11:00
Ahmedabad : રેલવે મુસાફરોના ભોજનમાં ગંભીર બેદરકારી, 2 બેઝ કિચન બંધ, 15 લાખનો દંડ ફટકારાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં રેલવે મુસાફરોને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. રેલવે સ્ટેશન સુધી અખાદ્ય અને ગુણવત્તાવિહીન ખોરાક પહોંચતો હોવાની ફરિયાદ બાદ 2 બેઝ કિચન સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ દરમિયાન ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતામાં ગંભીર ખામીઓ સામે આવતા બંને કિચનનું કામકાજ બંધ કરાવવામાં આવ્યું છે.

ચણા અને તુવેરદાળમાં જીવાત મળી હોવાની ફરિયાદ

તપાસમાં ચણા અને તુવેરદાળમાં જીવાત મળી હોવાની ફરિયાદ સામે આવી હતી. આ ઉપરાંત બગડેલી શાકભાજી અને ખરાબ બ્રેડ પણ મળી આવી હતી. જ્યાં મુસાફરો માટે ભોજન તૈયાર કરવામાં આવતું હતું ત્યાં સ્વચ્છતાના ધોરણોનું યોગ્ય પાલન થતું ન હોવાનું પણ સામે આવ્યું છે.

ગંદકી વચ્ચે ભોજન તૈયાર કરવામાં આવતું હોવાનો ખુલાસો

રેલવે મુસાફરોના આરોગ્ય સાથે ચેડા થતી હોવાની ફરિયાદને ગંભીરતાથી લઈને સંબંધિત બેઝ કિચનની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગંદકી વચ્ચે ભોજન તૈયાર કરવામાં આવતું હોવાની અને ખાદ્યસામગ્રીની ગુણવત્તામાં બેદરકારી રાખવામાં આવતી હોવાની વિગતો સામે આવી હતી.

2 કેટરર્સને 15 લાખનો દંડ

આ મામલે AJS કેટરરને રૂપિયા 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે RK એસોસિએટ સામે વધુ કડક કાર્યવાહી કરીને રૂપિયા 10 લાખનો દંડ કરવામાં આવ્યો છે. આમ બંને કેટરિંગ એજન્સીઓ પાસેથી કુલ રૂપિયા 15 લાખનો દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી છે.બંને બેઝ કિચનનું કામકાજ બંધ કરાવી દેવામાં આવ્યું છે.ભોજનની ગુણવત્તા સામે ગંભીર સવાલો 

રેલવેમાં મુસાફરી કરતા હજારો મુસાફરોના આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવતા ભોજનમાં જીવાત, બગડેલી શાકભાજી અને ખરાબ બ્રેડ જેવી સામગ્રી મળી આવતાં ગંભીર સવાલો ઊભા થયા છે. હવે અન્ય કેટરિંગ કિચન અને ભોજન વ્યવસ્થાની પણ વધુ સઘન તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે.  


આ પણ વાંચો  :     Surat નજીક વંદે ભારત પર પથ્થરમારો, ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા રાજ્યપાલ આનંદીબેન પટેલ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0