Ahmedabad: રામોલમાં જમીન દલાલ મિત્રે ભાડે કાર લઈને બારોબાર રાજસ્થાનના બુટલેગરને વેચી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રામોલમાં વેપારીએ જમીન દલાલને મિત્રને કાર રૂ. 60 હજારના ભાડેથી એક મહિના માટે આપી હતી. પરંતુ મિત્રે બારોબાર કાર રાજસ્થાનના બુટલેગરને રૂ. 4.50 લાખમાં વેચી દીધી હતી. આટલું જ નહિ બુટલેગર કાર લઇને જતા હતા તે સમયે અજાણ્યા ત્રણ શખ્સોએ સામાન રહી ગયો છે ચાવી આપો કહીને કાર લઇને ફરાર થઈ ગયા હતા. અંતે કાર ડભોડા પાસેથી મળી આવી હતી. આ અંગે વેપારીએ આઠ શખ્સો સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
નિકોલમાં રહેતા અને ટુર એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા અમીતભાઇ ભાવસારે તેમની માતાના નામની ખરીદેલી સ્કોર્પીયો કાર ગત 20મેએ જમીન દલાલ મિત્ર લક્ષ્મણ ભરવાડને એક મહિના માટે માસિક રૂ. 60 હજારના ભાડે આપી હતી. ત્યાર બાદ લક્ષ્મણભાઈએ પોલીસવાળાએ પકડયા છે કહી ગાડીના ડોક્યુમેન્ટ વોટ્સઅપ પર મંગાવ્યા હતા. એક મહિનો પૂર્ણ થતા વેપારીએ કાર માંગતા બે દિવસમાં આપી તેમ જણાવ્યું હતું. બાદમાં લક્ષ્મણે કહ્યુ કે તમારી કાર તેમનો માણસ લઇને જતો હતો ત્યાં રામોલ પાસે ફાઇનાન્સ કંપનીના કર્મીઓએ કાર રોકીને ડ્રાઇવરને ઉતારીને કાર લઇને જતા રહ્યા હોવાનું બહાનું બતાવ્યું હતું. જેથી અમીતભાઇએ જીપીએસ ટ્રેકરના આધારે પીછો કર્યો હતો. જ્યાં ડભોડા રોડ પર પાર્ક થયેલ હતી.કાર પાસેથી મળી આવેલા બે શખ્સોને પકડી રામોલ પોલીસ સ્ટેશન લઇને આવતા તેમના નામ મહેન્દ્રસિંગ ભાટી અને કલ્યાણસિંગ સિસોદિયા હોવાનું જણાવ્યુ હતુ. વધુમાં કહ્યુ કે લક્ષ્મણે રૂ. 4.50 લાખમાં કાર વેચાણથી દારૂના ધંધામાટેના ઉપયોગમાં આપી હતી. જે બાદ તેઓ કાર લઇને જતા હતા તે સમયે ત્યારે એક કારમાંથી ત્રણ શખ્સોએ આવીને લક્ષ્મણનો સામાન રહી ગયો કહીને ચાવી લઇને કાર લઇને જતા રહ્યા હતા. આ અંગે રામોલ પોલીસે લક્ષ્મણ, મહેન્દ્ર, કલ્યાણ, ઇમરાન, અતુલ અને અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધી છે.
What's Your Reaction?






