Ahmedabad: રાજનગર શાકમાર્કેટ કચરાના ઢગલાથી ઊભરાઈ ગયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
એક તરફ શહેરનો સ્વચ્છતામાં પ્રથમ નંબર મળ્યો છે. પરંતુ કેટલાંક વિસ્તારોમાં હજી પણ ગંદકી અને કચારાના ઢગલા જોવા મળી રહ્યા છે.
આ કારણે લોકોને દુર્ગંધ માંથી પસાર થવાના અને તેના કારણે હેરાન થવાની સ્થિતિ ઉભી થઈ રહી છે. હાલમાં જ અમદાવાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત શહેરના દાણાપીઠ વિસ્તારમાં આવેલ રાજનગર શાકમાર્કેટમાં સાફ્-સફાઈના અભાવે શાકભાજીના નકામા કચરાનો ઢગલો થઈ જતા ચો તરફ્ ગંદકી ફેલાઈ ગઈ છે. રાજનગર શાકમાર્કેટમાં નિયમિત સાફ્ સફાઈ થતી ન હોવાથી શાકભાજીના નકામા કચરાનો ઢગલો થઈ ગયો છે. નોંધનીય છે કે, અહીંના સ્થાનિક વેપારીઓને સફાઈ ન થવાના મામલે બે-બે વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં પણ મ્યુનિ. તંત્ર સફાઈ કરાવવામાં નિરસતા દાખવી રહ્યું છે.
જ્યાં એક તરફ હાલ ચોમાસાની ઋતુ હોવાથી વરસાદી પાણી ભરાતાં ગંદકીમાં વધારો થઈ જતા ચો તરફ્ દુર્ગંધ પ્રસરી ગઈ છે. પરિણામે રોગચાળો ફેલાવવાનો ભય ઉભો થયો છે. આ તરફ શહેરનો સ્વચ્છતમાં પ્રથમ નંબર મળ્યો છે ત્યારે અહીં ગંદકીના કારણે વેપારીઓ, ખેડૂતો અને સ્થાનિકોની મુશ્કેલી વધી રહી છે. એટલું જ નહીં મ્યુનિ. કોર્પો. દ્વારા અગાઉ બે વખત નોટિસ આપી હોવા છતાં એપીએમસી દ્વારા સાફ્ સફાઈ હાથ ધરવામાં આવતી નથી. પરિણામે સ્થાનિક વેપારીઓ અને શાકભાજી ખરીદી કરવા આવનાર લોકોમાં રોષ ફેલાઈ ગયો છે.
એટલું જ નહીં સ્થાનિક વેપારીઓએ ફરિયાદ કરતાં જણાવ્યું કે, જ્યાં એક તરફ મ્યુનિ. તંત્ર દ્વારા સફાઈ અને પ્લાસ્ટિકના ઉપયોગ કરતાં નાના લારી ગલ્લાવાળાઓને ગંદકી બદલ મોટો દંડ ફ્ટકારતી હોય છે, ત્યારે રાજનગર માર્કેટમાં શા માટે દંડ ફ્ટકારવામાં આવતો નથી ? આ રાજનગર માર્કેટ ખાતે સાફ્-સફાઈ કરાવવાની જવાબદારી એપીએમસીની આવે છે તો જવાબદાર અધિકારીઓ એપીએમસીને દંડ ફ્ટકારીને કામગીરી કરવામાં કેમ નરમાશ રાખી રહ્યું છે ? જેના કારણે વિસ્તારમાં ગંદકી પણ વધી રહી છે અને લોકોમાં રોગચાળો ફેલાઈ જવાનો પણ ભય રહેલો છે.
What's Your Reaction?






