Ahmedabad: રખિયાલમાં યુવકની ઘાતકી હત્યા કેસમાં 2 આરોપીની ધરપકડ, 4 આરોપીઓ ફરાર
અમદાવાદમાં રખિયાલમાં યુવકની ઘાતકી હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી છે. પૈસાની લેવડ દેવડમાં આરોપીઓએ એક યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો.આરોપીઓએ 22 વર્ષના યુવકની હત્યા કરી હતી પોલીસે આરોપી મોહમદ રાકીબ શેખ અને મોહમદ આમિર પઠાણની ધરપકડ કરી છે. જેમને 22 વર્ષના યુવકની હત્યા કરી હતી. ઘટનાની વાત કરીએ તો રખિયાલ વિસ્તારમાં આવેલા અજિત મિલ ચાર માળિયામાં જાવેદઅલી ઉર્ફે જગગા અન્સારીની છરીના ઘા ઝીંકીને હત્યા કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે હત્યાના ગણતરીના કલાકોમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે. જુના ઝઘડાની અદાવતમાં છરીના ઘા ઝીંકીને હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો આ આરોપીએ પૈસાની લેતી દેતીની ઉઘરાણી અને જુના ઝઘડાની અદાવતમાં યુવકના ઘરે જઈને છરીના ઘા ઝીંકીને હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. રખિયાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી ક્રાઈમ બ્રાન્ચ પાસેથી કસ્ટડી મેળવી 2 આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક જાવેદઅલી અન્સારી અને આરોપી મોહમદ રાકીબ શેખ વચ્ચે છેલ્લા એક માસથી ઝઘડો ચાલતો હતો, આ ઉપરાંત મૃતક જાવેદઅલીના એક મિત્રના રૂપિયા 1 લાખની ઉઘરાણી રાકીબ પાસેથી લેવાના હતા. હત્યા કેસમાં હજુ ચાર આરોપીઓ ફરાર જેથી તેના ઘરે જઈને ઉઘરાણી કરતો હતો અને થોડા દિવસ પહેલા તેઓની વચ્ચે રીક્ષા અથડાઈ જતા ઝઘડો પણ થયો હતો. આ ઝઘડાઓની અદાવતમાં વચ્ચે આરોપીઓ 2 વખત મૃતકના ઘરે જઈને ધમકી આપી ગયા હતા. ત્રીજી વખત પણ ધમકી આપવા પહોંચ્યા તો ઉગ્ર તકરાર થતાં 2 આરોપીએ મૃતકને પકડી રાખ્યો અને રાકીબે છરીના ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી. આ હત્યા કેસમાં હજુ ચાર આરોપી સોનુ, હસરત ઉર્ફે લાલો, અવેશ ઈકલાલ અને ઉઝેફા રાજપૂત નામના આરોપીઓ ફરાર છે. જેથી રખિયાલ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં રખિયાલમાં યુવકની ઘાતકી હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી છે. પૈસાની લેવડ દેવડમાં આરોપીઓએ એક યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આરોપીઓએ 22 વર્ષના યુવકની હત્યા કરી હતી
પોલીસે આરોપી મોહમદ રાકીબ શેખ અને મોહમદ આમિર પઠાણની ધરપકડ કરી છે. જેમને 22 વર્ષના યુવકની હત્યા કરી હતી. ઘટનાની વાત કરીએ તો રખિયાલ વિસ્તારમાં આવેલા અજિત મિલ ચાર માળિયામાં જાવેદઅલી ઉર્ફે જગગા અન્સારીની છરીના ઘા ઝીંકીને હત્યા કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે હત્યાના ગણતરીના કલાકોમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે.
જુના ઝઘડાની અદાવતમાં છરીના ઘા ઝીંકીને હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો
આ આરોપીએ પૈસાની લેતી દેતીની ઉઘરાણી અને જુના ઝઘડાની અદાવતમાં યુવકના ઘરે જઈને છરીના ઘા ઝીંકીને હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. રખિયાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી ક્રાઈમ બ્રાન્ચ પાસેથી કસ્ટડી મેળવી 2 આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક જાવેદઅલી અન્સારી અને આરોપી મોહમદ રાકીબ શેખ વચ્ચે છેલ્લા એક માસથી ઝઘડો ચાલતો હતો, આ ઉપરાંત મૃતક જાવેદઅલીના એક મિત્રના રૂપિયા 1 લાખની ઉઘરાણી રાકીબ પાસેથી લેવાના હતા.
હત્યા કેસમાં હજુ ચાર આરોપીઓ ફરાર
જેથી તેના ઘરે જઈને ઉઘરાણી કરતો હતો અને થોડા દિવસ પહેલા તેઓની વચ્ચે રીક્ષા અથડાઈ જતા ઝઘડો પણ થયો હતો. આ ઝઘડાઓની અદાવતમાં વચ્ચે આરોપીઓ 2 વખત મૃતકના ઘરે જઈને ધમકી આપી ગયા હતા. ત્રીજી વખત પણ ધમકી આપવા પહોંચ્યા તો ઉગ્ર તકરાર થતાં 2 આરોપીએ મૃતકને પકડી રાખ્યો અને રાકીબે છરીના ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી. આ હત્યા કેસમાં હજુ ચાર આરોપી સોનુ, હસરત ઉર્ફે લાલો, અવેશ ઈકલાલ અને ઉઝેફા રાજપૂત નામના આરોપીઓ ફરાર છે. જેથી રખિયાલ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે.