Ahmedabad: મિત્રની સ્વિફ્ટમાં 6 જણા સવાર હતા ને સ્ટીયરિંગ પરથી કાબૂ છૂટ્યો; પાર્ક કરેલી BMW અને ઈનોવા સહિત ત્રણ કારોનો કચ્ચરઘાણ

Oct 5, 2026 - 09:00
Ahmedabad: મિત્રની સ્વિફ્ટમાં 6 જણા સવાર હતા ને સ્ટીયરિંગ પરથી કાબૂ છૂટ્યો; પાર્ક કરેલી BMW અને ઈનોવા સહિત ત્રણ કારોનો કચ્ચરઘાણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના એસ.જી. હાઈવે સ્થિત ઇસ્કોન બ્રિજ અને તેની આસપાસનો વિસ્તાર ફરી એકવાર અવિચારી સ્પીડ અને બેફામ ડ્રાઇવિંગના કારણે ધણધણી ઊઠ્યો છે. મોડી રાત્રે ઇસ્કોન બ્રિજ નીચે આવેલા સર્વિસ રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલી એક સ્વિફ્ટ કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં સર્વિસ રોડ પર પાર્ક કરેલી લક્ઝુરિયસ BMW, ટોયોટા ઈનોવા અને હ્યુન્ડાઈ i20 સહિત ત્રણ વાહનોને ધડાકાભેર ટક્કર મારી દીધી હતી. આ ભયાનક અકસ્માતની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ સામે આવતાં ચકચાર મચી ગઈ છે.

મિત્રની કાર લઈને નીકળ્યો, 6 લોકો સવાર હોવાનો ઘટસ્ફોટ

પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, સ્વિફ્ટ કાર ચલાવી રહેલો હિમાંશુ નામનો યુવક પોતાના એક મિત્ર પાસેથી આ કાર લઈને મોડી રાત્રે રોડ પર લટાર મારવા નીકળ્યો હતો. કારમાં હિમાંશુ ઉપરાંત અન્ય યુવકો સહિત આશરે ૬ જેટલા લોકો સવાર હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.સર્વિસ રોડ પર વળાંક લેતી વેળા કે આગળ વધતી વખતે સ્પીડ વધુ પડતી હોવાના કારણે ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું અને ગાડી સીધી પાર્કિંગ લાઈનમાં પાર્ક થયેલા વાહનોમાં એક પછી એક ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે વાહનોના બોનેટ અને બમ્પરનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

CCTV ફૂટેજમાં કેદ થઈ ટક્કર, ચાલકે ગુનો સ્વીકાર્યો

ઘટના બાદ તરત જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. સદનસીબે મોડી રાત હોવાથી ફૂટપાથ કે પાર્ક કરેલી કારોમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાને કારણે મોટી જાનહાનિ ટળી ગઈ હતી.કારચાલક હિમાંશુએ સ્થળ પર જ પોતે અકસ્માત સર્જ્યો હોવાની કબૂલાત કરી લીધી હતી.ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતના સીસીટીવી ફૂટેજ કબ્જે કર્યા છે, જેમાં પૂરપાટ ઝડપે આવતી કાર અનિયંત્રિત થઈને અથડાતી સ્પષ્ટ દેખાય છે."રોડ નાનો, ફૂટપાથ મોટી અને ચાલતાં ડર લાગે છે": પ્રત્યક્ષદર્શીઓનો બળાપો

અકસ્માત બાદ એકઠા થયેલા પ્રત્યક્ષદર્શીઓ અને સ્થાનિક વેપારીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કેટક્કરનો અવાજ એટલો જોરદાર હતો કે જાણે કોઈ બોમ્બ બ્લાસ્ટ થયો હોય.આ રોડ પર રાતના સમયે નબીરાઓ બેફામ સ્પીડે વાહનો હંકારતા હોય છે, જેના લીધે રાહદારીઓને ચાલતાં પણ ડર લાગે છે.રોડ સાંકડો કરી દેવાયો છે અને ફૂટપાથ બિનજરૂરી મોટી રાખવામાં આવી હોવાથી અવરજવરમાં ભારે અડચણ ઊભી થાય છે.ઘટનાની જાણ થતાં સ્થાનિક ટ્રાફિક પોલીસ કાફલો પહોંચ્યો હતો. પોલીસે નુકસાનગ્રસ્ત તમામ વાહનોને ટોઈંગ કરી કસ્ટડીમાં લીધા છે. કારચાલક નશાની હાલતમાં હતો કે કેમ તે અંગેની ચકાસણી કરવા મેડિકલ ટેસ્ટિંગ સહિત ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Narmada: એકતા નગરમાં રાષ્ટ્રીય ‘ચિંતન શિબિર 2026’નો પ્રારંભ; નીતિન ગડકરીની અધ્યક્ષતામાં દેશના હાઇવે નેટવર્ક અને રોડ સેફ્ટી પર મહામંથન

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0