Ahmedabad : બોર્ડ પરીક્ષાનું કાઉન્ટ ડાઉન શરૂ, તંત્રની તમામ તૈયારીઓ પૂર્ણ, વિદ્યાર્થીઓ પણ સજ્જ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં બોર્ડ પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં લાખો પરીક્ષાર્થીઓ માટે કેન્દ્રોની વ્યવસ્થા, દેખરેખ અને સુરક્ષા અંગે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
બોર્ડ પરીક્ષાને લઈને તંત્ર સંપૂર્ણ સજ્જ
અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બોર્ડ પરીક્ષાને લઈને તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 26 ફેબ્રુઆરીથી શરૂ થનારી એસએસસી અને એચએસસી પરીક્ષામાં અમદાવાદ શહેરમાં કુલ 95 હજાર 688 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં ધોરણ 10ના 54 હજાર 492, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 33 હજાર 044 અને વિજ્ઞાન પ્રવાહના 8 હજાર 152 વિદ્યાર્થીઓ સામેલ છે.
શહેરમાં 69 કેન્દ્ર અને 347 બિલ્ડિંગમાં પરીક્ષાની વ્યવસ્થા ગોઠવાઈ
શહેરમાં 69 કેન્દ્ર અને 347 બિલ્ડિંગમાં પરીક્ષાની વ્યવસ્થા ગોઠવાઈ છે.નગરયાત્રાને ધ્યાનમાં રાખીને પરીક્ષાર્થીઓને એક દિવસ વહેલા નીકળવા અપીલ કરવામાં આવી છે. સાથે જ કોઈ પણ પ્રકારની ધમકી અથવા અફવા સામે સુરક્ષા એજન્સીઓ સજ્જ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.બીજી તરફ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ 78 હજાર 180 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં ધોરણ 10ના 46 હજાર 440, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 25 હજાર 560 અને વિજ્ઞાન પ્રવાહના 6 હજાર 180 વિદ્યાર્થીઓ સામેલ છે.... રાજ્યમાં કુલ 140 સ્ટ્રોંગ રૂમ તૈયાર
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ મુજબ રાજ્યમાં લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે અમદાવાદ જિલ્લામાં જ હજારો પરીક્ષાર્થીઓ વિવિધ કેન્દ્રો પર પરીક્ષા આપશે તમામ કેન્દ્રોમાં સીસીટીવી, સ્ટેટિક ઓબ્ઝર્વર, ફ્લાઈંગ સ્ક્વોડ અને સ્ટ્રોંગ રૂમ જેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. પ્રશ્નપત્રોની સુરક્ષિત હેરફેર અને સમયસર વિતરણ માટે વિશેષ કન્ટ્રોલ રૂમ કાર્યરત પોલીસ બંદોબન્સ સાથે ઉભા કર્યાં છે અમદાવાદમાં 12 સ્ટ્રોંગ રૂમ સજ્જ કર્યાં છે જ્યારે રાજ્યમાં કુલ 140 સ્ટ્રોંગ રૂમ તૈયાર કર્યા છે જ્યાં અત્યાર થી પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે...
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

