Ahmedabad : બોપલમાં માટીમાં દબાઈ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ, હવે CG રોડ પર નવી શરૂઆત, ચાલકો બોલ્યા- વ્યવસ્થા સારી છે

Sep 2, 2026 - 16:00
Ahmedabad : બોપલમાં માટીમાં દબાઈ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ, હવે CG રોડ પર નવી શરૂઆત, ચાલકો બોલ્યા- વ્યવસ્થા સારી છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમને લઈને હવે વિરોધાભાસી તસવીર સામે આવી છે. સાઉથ બોપલના સોબો સેન્ટર વિસ્તારમાં લગાવવામાં આવેલી ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ ઉપયોગ વગર જ પડી રહી અને કેટલાક ફ્લેપ માટીમાં દબાઈ ગયા હોવાની સ્થિતિ સર્જાઈ છે. હવે આ સિસ્ટમને બોપલમાંથી અન્ય સ્થળે ખસેડવાની તૈયારી કરવામાં આવી રહી છે.

CG રોડ પર આજથી સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ શરૂ 

બીજી તરફ અમદાવાદના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંના એક CG રોડ પર આજથી સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. સ્ટેડિયમ ક્રોસ રોડથી પંચવટી ક્રોસ રોડ સુધીના વિસ્તારમાં 280 સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સ્લોટ કાર્યરત કરાયા છે.

Ahmedabad Smart Flap Parking: Bopal System Fails as 280 CG Road Slots Go Live

બોપલમાં ફ્લેપ દબાયા, સિસ્ટમ ખસેડવાની તૈયારી

સાઉથ બોપલના સોબો સેન્ટર રોડ પર અગાઉ લગાવવામાં આવેલી સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમનો ઉપયોગ ન થતાં હવે તે સ્થળે પાર્કિંગની વ્યવસ્થા ફરી અસ્તવ્યસ્ત જોવા મળી રહી છે. AMC હવે ત્યાંની સિસ્ટમને અન્ય સ્થળે ખસેડવાની દિશામાં આગળ વધી રહી છે. અગાઉ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ફ્લેપ પાર્કિંગના પાયલોટ અને સ્થાપન દરમિયાન અમલીકરણની સમસ્યાઓ પણ સામે આવી હતી.

Ahmedabad Smart Flap Parking: Bopal System Fails as 280 CG Road Slots Go Live

CG રોડ પર કાર પાર્ક કરો, ફ્લેપ આપમેળે લોક થશે

CG રોડ પર નવી સિસ્ટમમાં કાર નિર્ધારિત સ્લોટમાં પાર્ક થતાં જ સેન્સર આધારિત ફ્લેપ બેરિયર ઉપર આવી વાહનને લોક કરશે. વાહન બહાર કાઢતી વખતે QR કોડ સ્કેન કરીને ડિજિટલ પેમેન્ટ કર્યા બાદ ફ્લેપ અનલોક થશે. પ્રથમ 5 મિનિટ માટે પાર્કિંગ મફત રહેશે. ત્યારબાદ પ્રતિ કલાક રૂ. 20નો ચાર્જ ચૂકવવો પડશે. આ વ્યવસ્થા માત્ર ફોર-વ્હીલર માટે છે અને રોકડ પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહીં.

Ahmedabad Smart Flap Parking: Bopal System Fails as 280 CG Road Slots Go Live
પહેલા માણસને શોધવો પડતો, હવે QR કોડથી પેમેન્ટ

CG રોડ પર પાર્કિંગ કરનારા કેટલાક કાર ચાલકોએ નવી વ્યવસ્થાને સારી ગણાવી છે. અત્યાર સુધી પાર્કિંગ ફી ચૂકવવા માટે પાર્કિંગ સંચાલકને શોધવાની મુશ્કેલી પડતી હતી, જ્યારે હવે QR કોડ સ્કેન કરીને સીધું ડિજિટલ પેમેન્ટ કરી શકાય છે.CG રોડ પર કેટલા સમય સુધી સફળતાપૂર્વક ચાલશે? 

જો કે મોટો સવાલ એ છે કે બોપલમાં જે સિસ્ટમ જમીનમાં દબાઈ ગઈ, તે જ ટેકનોલોજી CG રોડ પર કેટલા સમય સુધી સફળતાપૂર્વક ચાલશે? હવે આ નવી વ્યવસ્થાની સફળતા તેના નિયમિત સંચાલન અને જાળવણી પર નિર્ભર રહેશે.  


આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0