Ahmedabad : બિલ્ડર હિંમત પટેલની હત્યાના કેસમાં મોટી કાર્યવાહી, મૃતકના પાર્ટનર બિલ્ડર મનસુખ લાખાણીની ધરપકડ

Sep 15, 2025 - 23:00
Ahmedabad : બિલ્ડર હિંમત પટેલની હત્યાના કેસમાં મોટી કાર્યવાહી, મૃતકના પાર્ટનર બિલ્ડર મનસુખ લાખાણીની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં બિલ્ડર હિંમત પટેલની હત્યાના કેસમાં ઓઢવ પોલીસે મૃતકના પાર્ટનર બિલ્ડર મનસુખ લાખાણીની ધરપકડ કરી છે. આરોપી મનસુખ લાખાણીએ જ હિંમત પટેલનો કાંટો કાઢવા માટે આરોપીઓને સોપારી આપી હતી. શું કારણ હતું કે બિલ્ડર હિંમત પટેલનો કાંટો કાઢવાનું અને કેટલામાં સોપારી આપી હતી જોઈએ આ રિપોર્ટમાં.

પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરી

13મી સપ્ટેમ્બરે શહેરના વિરાટનગર બ્રિજના નીચે પાર્ક કરેલી મર્સિડિઝ કારમાંથી બિલ્ડર હિંમત પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા 1 સગીર સાથે 2 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમની તપાસમાં આ હત્યા કોઈ અદાવતમાં નહીં પણ કોન્ટ્રાક્ટ કિલીંગ હોવાનું સામે આવ્યું હતું અને આ જ કારણથી હિંમત પટેલની હત્યા માટેની સોપારી આપનાર તેમના પાર્ટનર મનસુખ લાખાણીની ઓઢવ પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ કેળવણી ધામની નવનિર્મિત બિલ્ડિંગના ભોંયરામાં જ હિંમત પટેલની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ મૃતદેહને કારમાં નાખી વિરાટનગર બ્રિજના નીચે કાર મૂકી આરોપીઓ રાજસ્થાન તરફ ભાગી ગયા હતા. જો કે ઓઢવ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરી આ કેસને ડિટેક્ટ કરી લીધો હતો.

આરોપી હિમાંશુ રાઠોડ અન પપ્પુ મેધવાલ મૂળ રાજસ્થાનના વતની

બિલ્ડર મનસુખ લાખાણીની પૂછપરછમાં સામે આવ્યું કે હિંમત પટેલની હત્યા કરવા બદલ તેણે આરોપીઓને એક કરોડ રૂપિયા તેમજ ફ્લેટ આપવાનું નક્કી કર્યું હતું. આરોપી હિમાંશુ રાઠોડ અન પપ્પુ મેધવાલ મૂળ રાજસ્થાનના વતની છે અને બંને છેલ્લા કેટલાય સમયથી આરોપી મનસુખ અને મૃતક હિંમત પટેલ સાથે જોડાયેલા છે. અગાઉ સિક્યુરીટી ગાર્ડ તરીકે કામ કરતા હતા, ત્યારબાદ ડ્રાઈવિંગ તેમજ છૂટક મજૂરી કરતા હતા. આરોપી મનસુખ અને મૃતક હિંમત પટેલની નિકોલ વિસ્તારમાં આવેલી સાઈટ છે, જેમાંથી મૃતકને છૂટા કરવા બાબતે બંન્ને વચ્ચે છેલ્લા કેટલાય સમયથી માથાકૂટ થતી હતી. આ રૂપિયાની લેતીદેતીના કારણે આરોપીએ મનસુખે સોપારી આપી હતી. કોણ કોણ સંડોવાયેલુ છે આ કેસમાં?

આરોપી મનસુખે અગાઉ પણ હિંમત પટેલના હાથ પગ તોડવા માટે હિમાંશુને 50 હજાર રૂપિયા આપ્યા હતા. જો કે કોઈ કારણસર હિમાંશુએ રૂપિયા લઈને કામ કર્યું ન હતું. ત્યારબાદ હિંમત પટેલને જાનથી મારી નાખવા મનસુખે સોપારી આપી હતી. હત્યાના કેસમાં મનસુખ લાખાણી સિવાય કોણ કોણ સંડોવાયેલુ છે તેની તપાસ માટે ઓઢવ પોલીસે મૃતક તેમજ આરોપીઓના મોબાઈલ ફોન એફએસએલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0