Ahmedabad: 'ફ્લાવર શો' જોવા જવામાં ખિસ્સા થશે ખાલી, એન્ટ્રી ફી કરી ડબલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે જાન્યુઆરી માસમાં યોજાનારા ફ્લાવર શોની ફીમાં આ વર્ષે વધારો કરી દેવાયો છે. જેમાં સોમવારથી શુક્રવારના દિવસોમાં ટિકિટમાં રૂ.20નો અને શનિવારે અને રવિવારના દિવસે રૂપિયા 25નો વધારો એએમસી દ્વારા કરવામાં આવ્યો છે.દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે ફ્લાવર શોનું આયોજન આ ફ્લાવર શો જોવા લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ત્યારે ગત વર્ષે છ લાખથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. જોકે આવનાર ફ્લાવર શોમાં AMC દ્વારા એન્ટ્રી ફી ટિકિટમાં વધારો કરવામાં આવ્યો છે. AMC દ્વારા ફી બમણી કરી દેવામાં આવી છે. જેમાં શનિવાર અને રવિવારે ટિકિટ ફી રૂ100, સોમવાર થી શુક્રવાર રૂ 70 ટિકિટ ફી રાખવામાં આવી છે. જોકે AMC સંચાલિત બાળકો માટે ફ્રી એન્ટી રાખવામાં આવી છે. જ્યારે અન્ય સ્કૂલના બાળકો માટે 10 રૂપિયાની ટિકિટ રાખવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ફ્લાવર શો જોવા માટેની શનિ રવિ રૂ. 75 અને સોમથી શુક્ર 50 રૂ ની ટિકિટ હતી. તથા આવનાર શોમાં સવારે 8 થી 9 કલાક સ્પેશિયલ લોકો માટે રૂ.500ની ટિકિટથી ખાસ લેનમાં શોને નિહાળી શકાશે.ફલાવર શોને ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં મળ્યું છે સ્થાન ગયા વર્ષે ગિનિસ બુક ઓફ રેકોર્ડના પ્રતિનિધિઓ ફ્લાવર શો પહોંચ્યા હતા અને ત્યાં AMCના મેયરને ગિનિસ બુક ઓફ રેકોર્ડનું સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને AMC કમિશ્નર હાજર રહ્યા હતા. નોંધનીય છેકે, વડાપ્રધાન મોદી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા, ત્યારથી જ ફલાવર શો શરૂ થયો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે જાન્યુઆરી માસમાં યોજાનારા ફ્લાવર શોની ફીમાં આ વર્ષે વધારો કરી દેવાયો છે. જેમાં સોમવારથી શુક્રવારના દિવસોમાં ટિકિટમાં રૂ.20નો અને શનિવારે અને રવિવારના દિવસે રૂપિયા 25નો વધારો એએમસી દ્વારા કરવામાં આવ્યો છે.
દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે ફ્લાવર શોનું આયોજન
આ ફ્લાવર શો જોવા લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ત્યારે ગત વર્ષે છ લાખથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. જોકે આવનાર ફ્લાવર શોમાં AMC દ્વારા એન્ટ્રી ફી ટિકિટમાં વધારો કરવામાં આવ્યો છે. AMC દ્વારા ફી બમણી કરી દેવામાં આવી છે. જેમાં શનિવાર અને રવિવારે ટિકિટ ફી રૂ100, સોમવાર થી શુક્રવાર રૂ 70 ટિકિટ ફી રાખવામાં આવી છે. જોકે AMC સંચાલિત બાળકો માટે ફ્રી એન્ટી રાખવામાં આવી છે. જ્યારે અન્ય સ્કૂલના બાળકો માટે 10 રૂપિયાની ટિકિટ રાખવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ફ્લાવર શો જોવા માટેની શનિ રવિ રૂ. 75 અને સોમથી શુક્ર 50 રૂ ની ટિકિટ હતી. તથા આવનાર શોમાં સવારે 8 થી 9 કલાક સ્પેશિયલ લોકો માટે રૂ.500ની ટિકિટથી ખાસ લેનમાં શોને નિહાળી શકાશે.
ફલાવર શોને ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં મળ્યું છે સ્થાન
ગયા વર્ષે ગિનિસ બુક ઓફ રેકોર્ડના પ્રતિનિધિઓ ફ્લાવર શો પહોંચ્યા હતા અને ત્યાં AMCના મેયરને ગિનિસ બુક ઓફ રેકોર્ડનું સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને AMC કમિશ્નર હાજર રહ્યા હતા. નોંધનીય છેકે, વડાપ્રધાન મોદી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા, ત્યારથી જ ફલાવર શો શરૂ થયો હતો.