Ahmedabad : ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવતી ઉદગમ સ્કૂલને FRCનો ફટકાર, વધુ ફી ઉઘરાવવા બદલ 5 લાખનો દંડ

Apr 21, 2026 - 00:30
Ahmedabad : ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવતી ઉદગમ સ્કૂલને FRCનો ફટકાર, વધુ ફી ઉઘરાવવા બદલ 5 લાખનો દંડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદની પ્રતિષ્ઠિત ગણાતી ઉદગમ સ્કૂલ ફરી એકવાર ફી વધારાના વિવાદમાં સપડાઈ છે. ફી રેગ્યુલેશન કમિટી (FRC) એ નિર્ધારિત ધોરણો કરતા વધારે ફી માંગવા બદલ ઉદગમ સ્કૂલને ₹5 લાખનો દંડ ફટકાર્યો છે. વાલીઓની લાંબા સમયની રજૂઆતો અને પુરાવાઓને આધારે FRCએ આ કડક વલણ અપનાવ્યું છે.

વારંવારના નિયમ ભંગ બદલ કડક કાર્યવાહી

આ પ્રથમ ઘટના નથી કે જ્યારે ઉદગમ સ્કૂલ સામે દંડાત્મક પગલાં લેવાયા હોય. અગાઉ પણ શાળા દ્વારા નિયમ વિરુદ્ધ ફી ઉઘરાવવાના મામલે FRC દંડ ફટકારી ચૂકી છે. તેમ છતાં, શાળા વહીવટી તંત્ર દ્વારા કાયદાનું ઉલ્લંઘન ચાલુ રાખતા આ વખતે કમિટીએ ભારે રકમનો દંડ કરીને કડક ચેતવણી આપી છે. FRCએ સ્પષ્ટ કર્યું છે કે શાળાઓ મનસ્વી રીતે ફી વધારો કરી શકે નહીં.

વાલીઓમાં સંતોષ

FRCના આ નિર્ણયથી લડત આપી રહેલા વાલીઓમાં ખુશીની લહેર જોવા મળી છે. અમદાવાદની અન્ય ખાનગી શાળાઓમાં પણ આ નિર્ણયને પગલે ફફડાટ વ્યાપી ગયો છે. 


આ પણ વાંચો----    Mehsanaમાં ફિલ્મી ઢબે લૂંટ, પુત્રને વિદેશ મોકલવા રાખેલા 64 લાખ પિસ્તોલની અણીએ લૂંટાયા, એજન્ટના માણસો જ નીકળ્યા લૂંટારા


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0