Ahmedabad: પોપ્યુલર બિલ્ડર ગ્રુપના દશરથ પટેલની ધરપકડ, સાણંદ અને બોપલમાં જમીન છેતરપિંડીના કેસમાં પોલીસની કાર્યવાહી

Apr 12, 2026 - 12:30
Ahmedabad: પોપ્યુલર બિલ્ડર ગ્રુપના દશરથ પટેલની ધરપકડ, સાણંદ અને બોપલમાં જમીન છેતરપિંડીના કેસમાં પોલીસની કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્રના મોટા ગજાના ગણાતા પોપ્યુલર બિલ્ડર ગ્રુપ પર ફરી એકવાર કાયદાનો સકંજો કસાયો છે. પોપ્યુલર બિલ્ડર રમણ પટેલના ભાઈ દશરથ પટેલની અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સાણંદ અને બોપલ પોલીસ મથકે નોંધાયેલા જમીન છેતરપિંડીના ગુનાઓમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડરના માલિકની ધરપકડ

દશરથ પટેલ વિરુદ્ધ 25 નવેમ્બર 2022 ના રોજ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. આક્ષેપ મુજબ, સાણંદ તાલુકાના ગોધાવી વિસ્તારમાં જમીનના બોગસ દસ્તાવેજો બનાવીને કરોડોની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ જમીન કૌભાંડમાં દશરથ પટેલનું નામ ખુલતા તેઓ પોલીસ રડાર પર હતા. આખરે ગ્રામ્ય એલસીબીએ બાતમીના આધારે તેમની અટકાયત કરી સાણંદ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

બિલ્ડર લોબીમાં ચર્ચાનો વિષય

પોપ્યુલર બિલ્ડર ગ્રુપ અગાઉ પણ અનેક વિવાદો અને પારિવારિક ઝઘડાઓને કારણે ચર્ચામાં રહ્યું છે. અગાઉ રમણ પટેલ અને મૌનંગ પટેલ સામે પણ અનેક ફરિયાદો નોંધાઈ ચૂકી છે. હવે દશરથ પટેલની ધરપકડ થતા બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ કૌભાંડમાં અન્ય કયા કયા સફેદપોશ શખ્સો સામેલ છે અને બોગસ દસ્તાવેજો બનાવવામાં કોણે મદદ કરી હતી.

આ પણ વાંચો: Navsari: ઓઝરપાડામાં ડ્રોન કેમેરાની મદદથી ગાંજાની ખેતી ઝડપાઈ, 94 છોડ સાથે એક ધરપકડ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0