Ahmedabad: પેલેડિયમ મોલ પાસે આતંક મચાવનારાઓનું પોલીસે કાઢ્યું સરઘસ

Jan 15, 2025 - 20:30
Ahmedabad: પેલેડિયમ મોલ પાસે આતંક મચાવનારાઓનું પોલીસે કાઢ્યું સરઘસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં આતંક મચાવનારા લુખ્ખા તત્વોનું પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા જ શહેરના પેલેડિયમ મોલ પાસે જાહેરમાં આ લુખ્ખા તત્વોએ તલવારથી આતંક મચાવ્યો હતો. ત્યારે ગણતરીના દિવસોમાં આ અસામાજિક તત્વોની પોલીસે ધરપકડ કરી લીધી છે અને આજે વસ્ત્રાપુર પોલીસે કૂલ 8 આરોપીનું જાહેરમાં સરઘસ કાઢ્યું છે.

જાહેરમાં તલવારો વડે આતંક મચાવી વાહનોમાં તોડફોડ કરીને હુમલો કર્યો હતો

જણાવી દઈએ કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતા અનેક કિસ્સાઓ સતત સામે આવતા રહે છે, ત્યારે થોડા દિવસ પહેલા અમદાવાદના એસ. જી. હાઈવે પર આવેલા પેલેડિયમ મોલ ખાતે ગત શુક્રવારે કેટલાક લુખ્ખાઓએ જાહેરમાં તલવારો વડે આતંક મચાવ્યો હતો અને વાહનોમાં તોડફોડ કરીને હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના મામલે પોલીસ દ્વારા વધુ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેની તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપીઓ જોધપુરથી ફોરચ્યુનર કાર લઈને ફરાર થઈ ગયા હતા અને દિલ્હી એરપોર્ટ પર ગાડી પાર્ક કરીને ગોવા જવા રવાના થયા હતા.

અન્ય 4 આરોપીઓની ધરપકડ બાકી

ત્યાંથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને હજુ પણ અન્ય 4 આરોપીઓની ધરપકડ બાકી છે, આ આરોપીઓને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં પોલીસે 8 આરોપીની ધરપકડ કરી લીધી છે, નોંધનીય છે કે તલવાર વડે હુમલો કરનારા શખ્સો ફોર્ચ્યુનર, ક્રેટા અને સ્કોર્પિયોમાં આવીને પેલેડિયમ મોલ પાસે ઊભા રહેલા વિજય ભરવાડ નામના શખ્સ સહિત તેના મિત્રોને નિશાનો બનાવ્યો હતો.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0