Ahmedabad: નિકોલમાં ટાંકીના લોકાર્પણ બાદ પણ પાણી આપવામાં તંત્રની કનડગતથી સ્થાનિકો ત્રસ્ત
નિકોલ વિસ્તારમાં થોડા દિવસ પહેલા પીવાના પાણી માટે પમ્પિંગ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. છેલ્લા 20 વર્ષથી નિકોલના લોકો પીવાના પાણી માટે નર્મદાના પાણી પીવા માટે તરસી રહ્યા હતા અને બોરના પાણી મજબૂરીથી પીવા માટે મજબૂર થયા હતા. તેના કારણે આર્થિક અને શારીરિક નુકસાન પણ લોકો ભોગવી રહ્યા છે.પરંતુ હવે ટાંકી તૈયાર થઈ ગઈ છતાં પણ અધિકારીઓ દ્વારા રહીશોની પાસે સોસાયટી રજિસ્ટ્રેશન અને AMC સાથે થયેલા જોડાણના ખોટા કાયદાઓ બતાવીને પ્રજાને પરેશાન કરવામાં આવી રહ્યા હોવાની ફરીયાદ સામે આવી છે. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું કે, ભક્તિ સર્કલથી ગંગોત્રી સર્કલ અને તેની આસપાસના વિસ્તારના લોકો છેલ્લા 15-20 વર્ષથી ટેક્સ ભરી રહ્યા છે. જેમાં પાણી વેરો પણ કોર્પોરેશન બધા પાસેથી ફરજિયાત લઈ રહી છે. તેમ છતાં પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ થઈ ગયા બાદ પાણી આપવા માટે મકાનોની રજા ચિઠ્ઠી માગવામાં આવે છે અને સોસાયટીના દરેક ફ્લેટધારકોની બીયુ પરમિશન અને નકશો માગવામાં આવે છે. આ સાથે જ નાણાં ભર્યાની પણ પહોંચ માંગવામાં આવી રહી છે. આ અંગે સોસાયટીના ચેરમેન અને સેક્રટરીઓ ઝોન કચેરીએ પહોંચ્યા પણ તેમને આ કાગળ ફરજિયાત જમા કરવા માટે જણાવવામાં આવ્યું છે. આ વચ્ચે સ્થાનિકોની માત્ર એટલી જ માંગણી છે કે દરેક સોસાયટીને AMC દ્વારા પરમિશન આપવામાં આવી છે. તેમજ જેતે સમયે બાંધકામ પહેલાં રજા ચિઠ્ઠી પણ આપવામાં આવી હોય ત્યારે જ કામગીરી આગળ વધે છે. આ વચ્ચે હવે પાણીની લાઈન નખાઈ ગયા બાદ આ પ્રકારના કાગળ માંગીને લોકોને હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો સ્થાનિકોનો આરોપ છે. જે સાથે જ લોકોને સમયસર પીવાનું પાણી મળી રહે તેટલી જ માંગણી રહેલી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નિકોલ વિસ્તારમાં થોડા દિવસ પહેલા પીવાના પાણી માટે પમ્પિંગ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. છેલ્લા 20 વર્ષથી નિકોલના લોકો પીવાના પાણી માટે નર્મદાના પાણી પીવા માટે તરસી રહ્યા હતા અને બોરના પાણી મજબૂરીથી પીવા માટે મજબૂર થયા હતા. તેના કારણે આર્થિક અને શારીરિક નુકસાન પણ લોકો ભોગવી રહ્યા છે.
પરંતુ હવે ટાંકી તૈયાર થઈ ગઈ છતાં પણ અધિકારીઓ દ્વારા રહીશોની પાસે સોસાયટી રજિસ્ટ્રેશન અને AMC સાથે થયેલા જોડાણના ખોટા કાયદાઓ બતાવીને પ્રજાને પરેશાન કરવામાં આવી રહ્યા હોવાની ફરીયાદ સામે આવી છે. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું કે, ભક્તિ સર્કલથી ગંગોત્રી સર્કલ અને તેની આસપાસના વિસ્તારના લોકો છેલ્લા 15-20 વર્ષથી ટેક્સ ભરી રહ્યા છે. જેમાં પાણી વેરો પણ કોર્પોરેશન બધા પાસેથી ફરજિયાત લઈ રહી છે. તેમ છતાં પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ થઈ ગયા બાદ પાણી આપવા માટે મકાનોની રજા ચિઠ્ઠી માગવામાં આવે છે અને સોસાયટીના દરેક ફ્લેટધારકોની બીયુ પરમિશન અને નકશો માગવામાં આવે છે. આ સાથે જ નાણાં ભર્યાની પણ પહોંચ માંગવામાં આવી રહી છે. આ અંગે સોસાયટીના ચેરમેન અને સેક્રટરીઓ ઝોન કચેરીએ પહોંચ્યા પણ તેમને આ કાગળ ફરજિયાત જમા કરવા માટે જણાવવામાં આવ્યું છે. આ વચ્ચે સ્થાનિકોની માત્ર એટલી જ માંગણી છે કે દરેક સોસાયટીને AMC દ્વારા પરમિશન આપવામાં આવી છે. તેમજ જેતે સમયે બાંધકામ પહેલાં રજા ચિઠ્ઠી પણ આપવામાં આવી હોય ત્યારે જ કામગીરી આગળ વધે છે. આ વચ્ચે હવે પાણીની લાઈન નખાઈ ગયા બાદ આ પ્રકારના કાગળ માંગીને લોકોને હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો સ્થાનિકોનો આરોપ છે. જે સાથે જ લોકોને સમયસર પીવાનું પાણી મળી રહે તેટલી જ માંગણી રહેલી છે.