Ahmedabad: “દીવા તળે અંધારું” સરકારી યોજનાના લાભથી સિવિલ હોસ્પિટલ વંચિત

સિવિલ હોસ્પિટલમાં ચૂકવાય છે અંદાજીત દોઢ કરોડનું વીજ બિલ કરોડોના ખર્ચે લાગેલા સોલાર પેનલ છેલ્લા 2020થી બંધ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લગાવેલા સોલાર પેનલ મેન્ટનેન્સના અભાવે બંધ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં વીજ બિલથી રાહત મેળવવા માટે સોલાર પેનલ લગાવવામાં આવી છે. પરંતુ વર્ષ 2020થી મેન્ટેનન્સના અભાવે સોલાર પેનલ બંધ છે અને સિવિલ હોસ્પિટલે દર મહિને અંદાજિત દોઢ કરોડ જેટલું બિલ ચૂકવવું પડે છે. સોલોર પેનલ શરુ કરાશે કરોડોનું વીજ બિલ બચાવી શકાશે કરોડોના પ્રોજેકટ ખોટ ખાય ત્યાં "કોના બાપની દિવાળી" જેવી સ્થિતિનું ઉદાહરણ સિવિલ હોસ્પિટલમાં થયું છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2020થી સોલાર પેનલ બંધ હાલતમાં છે. મેન્ટેનન્સની મંજૂરી નહિ મળતા કરોડોનું બિલ સિવિલ હોસ્પિટલએ ચૂકવવુ પડી રહ્યું છે. સરકાર સોલાર પેનલનો લાભ લેવા માટે લોકોને જાગૃત કરે છે. તેવમાં સરકારની બિલ્ડિંગો જ સરકારની યોજનાથી વંચિત જોવા મળી રહી છે. આ ઘટનાથી ‘દીવા તળે અંધારું’ કહેવત સાર્થક થઈ રહી છે. જો સિવિલ હોસ્પિટલની સોલાર પેનલ શરૂ કરાશે તો કરોડોનું વીજ બિલ બચાવી શકાશે. મહિને 240 રૂપિયા જેટલું બિલ આવી શકે છે 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે જાહેરાત કરવામાં આવેલ. આ અંતર્ગત રૂફટોપ સોલાર દ્વારા એક કરોડ પરિવારોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે. સરકાર 2014થી 'નેશનલ રૂફટોપ સ્કીમ' ચલાવી રહી છે. જેમાં 1 કરોડ ઘરમાં રૂફટોપ સોલર સિસ્ટમ લગાવવામાં આવશે. જો તમારા ઘરનું વીજળીનું બિલ દર મહિને રૂ. 2,500 થી રૂ. 3,000ની રેન્જમાં આવે છે, તો તે ઘટીને રૂ. 8 પ્રતિ દિવસ એટલે કે રૂ. 240 પ્રતિ મહિને થઇ શકે છે. આ માટે તમારે ઘરે 3Kw રૂફટોપ સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી પડશે. તેનું આયુષ્ય 25 વર્ષ છે અને તેની ઇન્સ્ટોલેશન કિંમત 72,000 રૂપિયા છે. જો તમે તેને મહિનાઓમાં વિભાજિત કરો તો તે ફક્ત 8 રૂપિયા પ્રતિ દિવસ થશે.

Ahmedabad: “દીવા તળે અંધારું” સરકારી યોજનાના લાભથી સિવિલ હોસ્પિટલ વંચિત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સિવિલ હોસ્પિટલમાં ચૂકવાય છે અંદાજીત દોઢ કરોડનું વીજ બિલ
  • કરોડોના ખર્ચે લાગેલા સોલાર પેનલ છેલ્લા 2020થી બંધ હાલતમાં
  • સિવિલ હોસ્પિટલમાં લગાવેલા સોલાર પેનલ મેન્ટનેન્સના અભાવે બંધ

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં વીજ બિલથી રાહત મેળવવા માટે સોલાર પેનલ લગાવવામાં આવી છે. પરંતુ વર્ષ 2020થી મેન્ટેનન્સના અભાવે સોલાર પેનલ બંધ છે અને સિવિલ હોસ્પિટલે દર મહિને અંદાજિત દોઢ કરોડ જેટલું બિલ ચૂકવવું પડે છે.

સોલોર પેનલ શરુ કરાશે કરોડોનું વીજ બિલ બચાવી શકાશે

કરોડોના પ્રોજેકટ ખોટ ખાય ત્યાં "કોના બાપની દિવાળી" જેવી સ્થિતિનું ઉદાહરણ સિવિલ હોસ્પિટલમાં થયું છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2020થી સોલાર પેનલ બંધ હાલતમાં છે. મેન્ટેનન્સની મંજૂરી નહિ મળતા કરોડોનું બિલ સિવિલ હોસ્પિટલએ ચૂકવવુ પડી રહ્યું છે. સરકાર સોલાર પેનલનો લાભ લેવા માટે લોકોને જાગૃત કરે છે. તેવમાં સરકારની બિલ્ડિંગો જ સરકારની યોજનાથી વંચિત જોવા મળી રહી છે. આ ઘટનાથી ‘દીવા તળે અંધારું’ કહેવત સાર્થક થઈ રહી છે. જો સિવિલ હોસ્પિટલની સોલાર પેનલ શરૂ કરાશે તો કરોડોનું વીજ બિલ બચાવી શકાશે.

મહિને 240 રૂપિયા જેટલું બિલ આવી શકે છે

1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે જાહેરાત કરવામાં આવેલ. આ અંતર્ગત રૂફટોપ સોલાર દ્વારા એક કરોડ પરિવારોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે. સરકાર 2014થી 'નેશનલ રૂફટોપ સ્કીમ' ચલાવી રહી છે. જેમાં 1 કરોડ ઘરમાં રૂફટોપ સોલર સિસ્ટમ લગાવવામાં આવશે. જો તમારા ઘરનું વીજળીનું બિલ દર મહિને રૂ. 2,500 થી રૂ. 3,000ની રેન્જમાં આવે છે, તો તે ઘટીને રૂ. 8 પ્રતિ દિવસ એટલે કે રૂ. 240 પ્રતિ મહિને થઇ શકે છે.

આ માટે તમારે ઘરે 3Kw રૂફટોપ સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી પડશે. તેનું આયુષ્ય 25 વર્ષ છે અને તેની ઇન્સ્ટોલેશન કિંમત 72,000 રૂપિયા છે. જો તમે તેને મહિનાઓમાં વિભાજિત કરો તો તે ફક્ત 8 રૂપિયા પ્રતિ દિવસ થશે.