Ahmedabad: દિવાળી પહેલા રામોલ પોલીસની મોટી કાર્યવાહી, CTM એક્સપ્રેસ હાઇવે પરથી ₹50 લાખની રોકડ સાથે બે શખ્સ ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસે કડક પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ શરૂ કર્યું છે, જેના ભાગરૂપે રામોલ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે શહેરના CTM એક્સપ્રેસ હાઇવે પરથી એક વાહનમાંથી અધધધ.. 50 લાખ રૂપિયાની રોકડ રકમ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે.
અમદાવાદમાં 50 લાખની રોકડ સાથે બે ઝડપાયા
પ્રાપ્ત માહિતી અનુસાર, રામોલ પોલીસની ટીમ CTM એક્સપ્રેસ હાઇવે પર નિયમિત ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન શંકાના આધારે એક વાહનને રોકાવીને તેની તલાશી લેવામાં આવી હતી. તલાશી દરમિયાન પોલીસને વાહનમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતી રૂ. 50 લાખની મોટી રોકડ રકમ મળી આવી હતી. પોલીસે તુરંત જ રોકડ રકમ જપ્ત કરીને વાહનમાં સવાર બે શખ્સો - દીપક કશ્યપ અને રવિ રાજપૂતની ધરપકડ કરી છે. આટલી મોટી રોકડ રકમ ક્યાંથી લાવવામાં આવી હતી અને ક્યાં લઈ જવામાં આવી રહી હતી, તેમજ આ રકમનો સ્ત્રોત શું છે, તે અંગે પોલીસે પૂછપરછ અને તપાસ શરૂ કરી છે.
CTM એકસપ્રેસ હાઇવે પર રોકડ સાથે બે ઝડપાયા
દિવાળીના તહેવાર નિમિત્તે હવાલા અને બિનહિસાબી નાણાંની હેરાફેરી થવાની શક્યતા રહે છે. ત્યારે રામોલ પોલીસે કરેલી આ કાર્યવાહીથી અન્ય શંકાસ્પદ ગતિવિધિઓ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓ અને રોકડ મુદ્દે આવકવેરા વિભાગ (Income Tax Department)ને પણ જાણ કરી છે અને હવે આગળની તપાસ હાથ ધરવામાં આવશે.
What's Your Reaction?






