Ahmedabad: દાણીલીમડાથી કફ સિરપની ગેરકાયદેસર 101 બોટલ જપ્ત, એક આરોપી ઝડપાયો

અમદાવાદમાં SOG પોલીસે ગેરકાયદેસર કફ સિરપનો જથ્થો ઝડપી પાડ્યો. દાણીલીમડામાં ફિરદોસ મસ્જિદ પાસે મુસ્લિમ સોસાયટીમાંથી 101 કફ સિરપની બોટલ જપ્ત કરવામાં આવી. નાસિર મોહમદ હનીફ શેખના ઘરેથી ગેરકાયદેસર સિરપની બોટલ મળી આવી. એક આરોપીની ધરપકડ સાથે 22 હજાર કિંમતની બોટલ સહિત કુલ 77 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. યુવાધાન નશો કરવા માટે કફ સિરપનો ઉપયોગ કરે છે અમદાવાદમાં ડ્રગ્સ,ચરસ અને ગાંજા માટે પોલીસની ધોંસ વધતા નશીલા પદાર્થોનો વેપલો કરતા યુવાધાન નશો કરવા માટે કફ સિરપનો ઉપયોગ કરી રહ્યા છે બીજીતરફ આ યુવા પેઢીને બરબાદીના માર્ગે ધકેલવા માટે કેટલા તત્વો પણ કફ સિરપ લાવીને આપી રહ્યા છે. ઝોન-6 સ્ક્વોર્ડ દ્વારા ચોક્કસ બાતમી આધારે વટવામાં દરોડા પાડીને એક મહિલાને કફ સિરપની 200 બોટલો સાથે પકડી પાડી હતી. આ બનાવ અંગે વટવા પોલીસે મહિલા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. ઝોન-6ના પી.એસ.આઇ, એમ.આર.બ્રહ્મભટ્ટને મળેલી ચોક્કસ બાતમી આધારે પોલીસ ટીમે વટવા સદભાવના ચાર માળિયામાં એક મકાનમાં દરોડો પાડયો હતો અને મહિલાના ઘરમાંથી નશો કરવા માટે ઉપયોગમાં લેવાઇ રહેલી કફ સિરપની રૂ. 36,630 કિંમતની કુલ 200 જેટલી બોટલો મળી આવી હતી. પોલીસે મહિલાની ધરપકડ કરી હતી પોલીસે મહિલાની ધરપકડ કરીને પૂછપરછ કરતાં આ કફ સિરપનો જથ્થો દાણીલીમડામાં અલ્લાહનગર ગેટ પાસે અપનાનગરમાં રહેતા રુબીના નાસીરભાઇ શેખ પાસેથી લાવ્યા હતા. વટવા પોલીસે બન્ને સામે ગુનો નોંધી વધુ તપાસ કેટલા સમયથી આટલી મોટી સંખ્યામાં કફ સિરપનો જથ્થો લાવતા હતા અને કોને કોને આપતા હતા આ તમામ મુદ્દે તપાસ હાથ ધરી છે.

Ahmedabad: દાણીલીમડાથી કફ સિરપની ગેરકાયદેસર 101 બોટલ જપ્ત, એક આરોપી ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં SOG પોલીસે ગેરકાયદેસર કફ સિરપનો જથ્થો ઝડપી પાડ્યો. દાણીલીમડામાં ફિરદોસ મસ્જિદ પાસે મુસ્લિમ સોસાયટીમાંથી 101 કફ સિરપની બોટલ જપ્ત કરવામાં આવી. નાસિર મોહમદ હનીફ શેખના ઘરેથી ગેરકાયદેસર સિરપની બોટલ મળી આવી. એક આરોપીની ધરપકડ સાથે 22 હજાર કિંમતની બોટલ સહિત કુલ 77 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.

યુવાધાન નશો કરવા માટે કફ સિરપનો ઉપયોગ કરે છે

અમદાવાદમાં ડ્રગ્સ,ચરસ અને ગાંજા માટે પોલીસની ધોંસ વધતા નશીલા પદાર્થોનો વેપલો કરતા યુવાધાન નશો કરવા માટે કફ સિરપનો ઉપયોગ કરી રહ્યા છે બીજીતરફ આ યુવા પેઢીને બરબાદીના માર્ગે ધકેલવા માટે કેટલા તત્વો પણ કફ સિરપ લાવીને આપી રહ્યા છે. ઝોન-6 સ્ક્વોર્ડ દ્વારા ચોક્કસ બાતમી આધારે વટવામાં દરોડા પાડીને એક મહિલાને કફ સિરપની 200 બોટલો સાથે પકડી પાડી હતી. આ બનાવ અંગે વટવા પોલીસે મહિલા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

ઝોન-6ના પી.એસ.આઇ, એમ.આર.બ્રહ્મભટ્ટને મળેલી ચોક્કસ બાતમી આધારે પોલીસ ટીમે વટવા સદભાવના ચાર માળિયામાં એક મકાનમાં દરોડો પાડયો હતો અને મહિલાના ઘરમાંથી નશો કરવા માટે ઉપયોગમાં લેવાઇ રહેલી કફ સિરપની રૂ. 36,630 કિંમતની કુલ 200 જેટલી બોટલો મળી આવી હતી.

પોલીસે મહિલાની ધરપકડ કરી હતી

પોલીસે મહિલાની ધરપકડ કરીને પૂછપરછ કરતાં આ કફ સિરપનો જથ્થો દાણીલીમડામાં અલ્લાહનગર ગેટ પાસે અપનાનગરમાં રહેતા રુબીના નાસીરભાઇ શેખ પાસેથી લાવ્યા હતા. વટવા પોલીસે બન્ને સામે ગુનો નોંધી વધુ તપાસ કેટલા સમયથી આટલી મોટી સંખ્યામાં કફ સિરપનો જથ્થો લાવતા હતા અને કોને કોને આપતા હતા આ તમામ મુદ્દે તપાસ હાથ ધરી છે.