Ahmedabad : થલતેજ અને બોડકદેવની 6 જાણીતી હોટલોમાં ફાયર વિભાગનો સપાટો, બેદરકારી બદલ કરી દીધી સીલ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં આગની સંભવિત દુર્ઘટનાઓને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું ફાયર વિભાગ હવે ફૂલ એક્શન મોડમાં આવી ગયું છે. શહેરમાં ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. પશ્ચિમ અમદાવાદના પોશ ગણાતા થલતેજ અને બોડકદેવ વિસ્તારમાં ફાયર વિભાગે અચાનક મોટું ચેકિંગ હાથ ધરીને નિયમોનું પાલન ન કરનારી મિલકતોને સીલ કરવાની સપાટો બોલાવી દીધી છે.
છ જેટલી હોટલો રડારમાં આવી
મળતી વિગતો અનુસાર, ફાયર વિભાગ દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સ્પેશિયલ ફાયર ઓડિટ અંતર્ગત થલતેજ અને બોડકદેવ વિસ્તારની છ જેટલી હોટલો રડારમાં આવી હતી. આ હોટલોમાં જ્યારે ફાયર ફાઈટિંગ સિસ્ટમ અને એનઓસી ની તપાસ કરવામાં આવી, ત્યારે સુરક્ષાને લઈને અનેક ગંભીર ખામીઓ અને બેદરકારી સામે આવી હતી. વારંવાર સૂચના આપવા છતાં પણ આગના જોખમ સામે પૂરતી તકેદારી ન રાખવામાં આવતા, ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ધોરણે આ એકમોને સીલ કરવાની કડક કાર્યવાહી કરી છે.
હવે કોઈ પણ પ્રકારની બાંધછોડ રાખવામાં આવશે નહીં
ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓએ આ મામલે સ્પષ્ટ ચીમકી આપતા જણાવ્યું છે કે, "નાગરિકોના જીવ સાથે રમત રમનાર કોઈપણ મિલકતધારક સામે હવે કોઈ પણ પ્રકારની બાંધછોડ રાખવામાં આવશે નહીં." આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ તેજ કરવામાં આવશે અને મોલ, મલ્ટિપ્લેક્સ તેમજ હોસ્પિટલોમાં પણ સઘન ચેકિંગ કરવામાં આવશે. હોટલ સંચાલકોમાં ભારે ફફડાટ
અમદાવાદ કોર્પોરેશનની આ કડક કાર્યવાહીથી નિયમોને ઘોળીને પી જતાં વ્યાપારી એકમો અને હોટલ સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા તમામ કમર્શિયલ ઈમારતોને વહેલી તકે પોતાના ફાયર સેફ્ટીના સાધનો ચકાસી લેવા અને રિન્યુઅલ કરાવી લેવા તાકીદ કરવામાં આવી છે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer: મેઘરાજા આકાશી ચક્રવ્યૂહમાં ફસાયા..! કેમ અચાનક ગાયબ થઈ ગયા ચોમાસાના વાદળો? જાણો વિન્ડ વોરની ઇનસાઇડ સ્ટોરી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

