Ahmedabad: તહેવારો થયા લોહીલુહાણ, શહેરમાં બે યુવકોની કરાઈ હત્યા

અમદાવાદના શાહીબાગમાં હત્યાના કુખ્યાત આરોપીએ વધુ એક હત્યા કરીને સાગરીતો સાથે ફરાર થયો છે. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા યુવકને એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢીને ઘાતકી હત્યા કરવામાં આવી છે.શાહીબાગ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી ઘટનાની વાત કરીએ તો શહેરકોટડામાં મેમકોના પ્રેમનગરમાં રહેતા આલોક કુસવાહનું તેમના પડોશમાં રહેતા ગોલુ તોમર સાથે ઝઘડો થયો હતો અને તેઓ વચ્ચે મારામારી થઈ હતી. જેથી ઈજાગ્રસ્ત આલોકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, ત્યારે આરોપી પુષ્પેન્દ્ર ઉર્ફે છોટુ તોમર, દિપુ તોમર, બબલુ ઉર્ફે બચુ તોમર અને અજાણ્યા શખ્સ છરી લઈને સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને એમ્બ્યુલન્સમાંથી આલોકને બહાર કાઢીને છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી દીધી હતી. આરોપી હત્યા કરીને ફરાર થઈ જતા શાહીબાગ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી. જોકે હોસ્પિટલમાં જ હુમલો થતા હોસ્પિટલની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે. ખોખરા વિસ્તારમાં પણ હત્યાની બની ઘટના એક તરફ શાહિબાગમાં પોલીસ હત્યાની તપાસ કરતી હતી, ત્યાં જ શહેરના ખોખરા વિસ્તારમાં પુજાલાલની ચાલી તથા જંયતી વકીલની ચાલીમાં બે મહિના પહેલા થયેલા મન દુ:ખમાં અજય મકવાણા નામના યુવકની હત્યા કરવામાં આવી. બે મહિના પહેલા રિક્ષા ચાલકને આરોપી સાથે તકરાર થતાં મૃતક અને તેના ભાઈએ બચાવ્યો હતો. જેનું મન દુ:ખ રાખીને સુચીત મરાઠી, પપ્પુ મરાઠી, સીંધુ મરાઠી અને પિયુષ મરાઠીએ ગઈકાલે રાતે હુમલો કરતા અજય મકવાણાનું મોત થયુ છે. જોકે હુમલામાં સુચિતને પણ ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જે હત્યાના પ્રયાસમાં મૃતક અજય, તેનો ભાઈ મેહુલ અને અન્ય એક વિરુદ્ધા ગુનો નોંધાયો છે. પરિવારના માથે મોટુ દુ:ખ એટલે કે શહેરમાં દિવાળીના તહેવારની એક જ રાતમાં બે પરિવારોએ પોતાના ઘરમાં અજવાળુ દિપક સમાન પુત્રો ગુમાવ્યા છે. જે અંગે કાયદો તો કાયદાનું કામ કરશે અને પોલીસ આરોપીને પણ પકડી જેલ હવાલે કરશે, પરંતુ દર વર્ષે આવતી દિવાળી પરિવારના સભ્યો તેમના પુત્રના વિયોગમાં જ રહેશે અને આ તહેવાર તેમના પરિવાર માટે દુ:ખ આપનાર બન્યો છે.

Ahmedabad: તહેવારો થયા લોહીલુહાણ, શહેરમાં બે યુવકોની કરાઈ હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના શાહીબાગમાં હત્યાના કુખ્યાત આરોપીએ વધુ એક હત્યા કરીને સાગરીતો સાથે ફરાર થયો છે. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા યુવકને એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢીને ઘાતકી હત્યા કરવામાં આવી છે.

શાહીબાગ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી

ઘટનાની વાત કરીએ તો શહેરકોટડામાં મેમકોના પ્રેમનગરમાં રહેતા આલોક કુસવાહનું તેમના પડોશમાં રહેતા ગોલુ તોમર સાથે ઝઘડો થયો હતો અને તેઓ વચ્ચે મારામારી થઈ હતી. જેથી ઈજાગ્રસ્ત આલોકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, ત્યારે આરોપી પુષ્પેન્દ્ર ઉર્ફે છોટુ તોમર, દિપુ તોમર, બબલુ ઉર્ફે બચુ તોમર અને અજાણ્યા શખ્સ છરી લઈને સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને એમ્બ્યુલન્સમાંથી આલોકને બહાર કાઢીને છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી દીધી હતી. આરોપી હત્યા કરીને ફરાર થઈ જતા શાહીબાગ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી. જોકે હોસ્પિટલમાં જ હુમલો થતા હોસ્પિટલની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે.

ખોખરા વિસ્તારમાં પણ હત્યાની બની ઘટના

એક તરફ શાહિબાગમાં પોલીસ હત્યાની તપાસ કરતી હતી, ત્યાં જ શહેરના ખોખરા વિસ્તારમાં પુજાલાલની ચાલી તથા જંયતી વકીલની ચાલીમાં બે મહિના પહેલા થયેલા મન દુ:ખમાં અજય મકવાણા નામના યુવકની હત્યા કરવામાં આવી. બે મહિના પહેલા રિક્ષા ચાલકને આરોપી સાથે તકરાર થતાં મૃતક અને તેના ભાઈએ બચાવ્યો હતો. જેનું મન દુ:ખ રાખીને સુચીત મરાઠી, પપ્પુ મરાઠી, સીંધુ મરાઠી અને પિયુષ મરાઠીએ ગઈકાલે રાતે હુમલો કરતા અજય મકવાણાનું મોત થયુ છે. જોકે હુમલામાં સુચિતને પણ ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જે હત્યાના પ્રયાસમાં મૃતક અજય, તેનો ભાઈ મેહુલ અને અન્ય એક વિરુદ્ધા ગુનો નોંધાયો છે.

પરિવારના માથે મોટુ દુ:ખ

એટલે કે શહેરમાં દિવાળીના તહેવારની એક જ રાતમાં બે પરિવારોએ પોતાના ઘરમાં અજવાળુ દિપક સમાન પુત્રો ગુમાવ્યા છે. જે અંગે કાયદો તો કાયદાનું કામ કરશે અને પોલીસ આરોપીને પણ પકડી જેલ હવાલે કરશે, પરંતુ દર વર્ષે આવતી દિવાળી પરિવારના સભ્યો તેમના પુત્રના વિયોગમાં જ રહેશે અને આ તહેવાર તેમના પરિવાર માટે દુ:ખ આપનાર બન્યો છે.